જળ પુરુષ રાજેન્દ્રસિંહને પાણીનું નોબેલ પ્રાઈઝ

જળ પુરુષના નામથી જાણીતા બનેલા રાજેન્દ્રસિંહને પાણીના નોબેલ પ્રાઈઝ તરીકે ઓળખાતા સ્ટોકહોમ વોટર પ્રાઈઝ આપવાની જાહેરાત કરાઈ છે.

This slideshow requires JavaScript.

26 ઓગસ્ટે સ્ટોકહોમમાં સિટી હોલમાં યોજાનારા સમારોહમાં સ્વીડનના રાજા કાર્લ ગુસ્તાવ તેમને આ એવોર્ડ એનાયત કરશે. એવોર્ડ સાથે દોઢ લાખ ડોલર અને વિશેષ પ્રતિકૃતિ આપી તેમનું સન્મા કરાશે. આ એવોર્ડ મેળવનારા તેઓ ત્રીજા ભારતીય છે.

રાજેન્દ્રસિંહે વરસાદી પાણીના સંચય માટે પ્રાચિન પદ્ધતિ અપનાવી છે અને રાજસ્થાનના એક હજાર ગામમાંથી પાણીની અછત દૂર કરી છે તથા હરિયાળા બનાવ્યા છે. શરૂઆતમાં વ્યવસાયે આર્યુવેદીક ડોકટર એવા રાજેન્દ્રસિંહે એકલા હાથે આ કામ શરૂ કર્યું હતું, ત્યારબાદ ગામવાસીઓ તેમની સાથે જોડાયા હતાં. આ રીતે તરુણ ભારત સંઘ નામનું સંગઠન અસ્તિત્વમાં આવ્યું છે

તેમને રેમન મેગ્સેસે એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતાં. 2008માં ગાર્ડિયને પૃથ્વીને બચાવી શકે તેવી  50 વ્યકિતઓની યાદીમાં સ્થાન આપ્યું હતું.

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s