ડાંગરનું ખેતર અને ફિશ એક્વેરિયમ, ખેડૂતોની ઉપજમાં કરે ભારે વધારો

આધુનિક ખેતી પધ્ધતિ અને તેવા વિજ્ઞાનીકરણને કારણે ઘણાં ક્રાંતિકારી સંશોધનો જોવા મળ્યાં છે. અમેરિકાના એટલાન્ટિક સિટીમાં રહેતા સંખેડા તાલકાના એનઆરઆઇ છીતુભાઇ પટેલે ફિશ ફાર્મની નફાકારક ખેતીના પરિણામોથી પ્રેરાઇ વતનના ખેડૂતોને ડાંગરના પાકમાં તેનો પ્રયોગ કરવા આહવાન કર્યું છે.

This slideshow requires JavaScript.

છીતુભાઇ પટેલ માર્ગદર્શન આપતા જણાવે છે કે, રાઇસ એન્ડ ફિશ કલ્ચર ડાંગર અને મચ્છી બન્નેને પૂરક મદદગારી પહોંચાડે છે. ડાંગરમાં જીવાત કે રોગના વિષાણુઓ પેસ્ટ વગેરેને માછલીઓ ખોરાક તરીકે આરોગે છે. જયારે માછલીઓના ડ્રોપિંગ ખાતર તરીકે ઉપયોગી છે. આ ખેતી અમેરિકામાં થઇ રહી છે. મૂળભૂત ઇન્ડોનેશિયામાં તેનો વધુ પ્રભાવ જોવા મળે છે.

ડાંગરના ખેતરમાં માછલી ઉછેરની વ્યવસ્થા બાગાયતી અભિગમથી વધુ નફાકારક રહે છે.

આ ટેકનિક ડાંગર અને માછલી ઉછેર બન્ને માટે ઉપકારક નીવડે છે. ધ્યાન રાખવા જેવી વાત પક્ષીઓથી માછલીઓના રક્ષણની છે. ગીચ રીતે ડાંગરની ઓરણી કરવી પડે છે. ખેતરમાં ચારેબાજુ થોડો ભાગ ખુલ્લો રહેવા દઈ ત્યાં મચ્છીનું પ્લાન્ટેશન કરવાનું હોય છે. ડાંગરમાં માછલીઓની હયાતિ ઓકસીજન ફીલ્ડ ઉત્પન્ન કરે છે. જેનાથી પાક ઉછેરમાં ઝડપ આવે છે. આ રીતે કુલ ડાંગર ઉત્પાદનની માત્રામાં ઓછામાં ઓછો ૧૦ ટકાનો વધારો થાય છે અને મફતમાં મચ્છી ઉછેરને કારણે તેનો વધારાનો નફો પ્રાપ્ત થાય છે.

Rice-fish culture

 ફિશ ફાર્મિંગના ક્રાંતિકારી પરિણામો

એનઆરઆઈ ખેડૂત છીતુભાઈ પટેલનું કહેવું છે કે, આ પદ્ધતિમાં કિશાન પૂરક રોજગારી મેળવે છે. જો ફિશ ફાર્મિંગને આ જ પ્રમાણે અપનાવવાની શરૂઆત થાય તો દૂધની શ્વેતક્રાંતિની જેમ માછલી ઉછેર અને તેના માર્કેટિંગ માટે સહકારી ક્ષેત્ર ઉપકારક નીવડી શકે છે. ખેડૂતોને આ દિશામાં યોગ્ય માર્ગદર્શન, સલાહ અને મદદો પ્રાપ્ય બને તો આ ક્ષેત્રે નિઃશંક ઘણા ક્રાંતિકારી પરિણામો જોવા મળશે.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s