ફક્ત રૂ.24,000માં ખરીદેલી ભંગાર કારને બનાવી 15 કરોડ ડોલરની!

ભાંગેલા-તૂટેલા બોનેટ અને દરવાજા, વિન્ડસ્ક્રીન અથવા સિટ્સ વિનાની આ કાર પર ભાગ્યે જ કોઇ નજર નાખે. આ કાર છે બ્યુઇક. પરંતુ મિકેનિક જેએફ લૌનેઇરે તેની પાછળ પોતાના 22,000 કલાક અને 3 લાખ ડોલર ખર્ચી નાખ્યા, અને તેને સુંદર કસ્મટ મેઇડ મશિનમાં રૂપાંતર કરી.

 

 

This slideshow requires JavaScript.

કેનેડામાં બ્રિટીશ કોલંબિયાના લૌનેઇરને આ કારને ફરી બેઠી કરવા માટે પોતાનું અને પોતાના માબાપનું મકાન પણ ગિરવે મુકવું પડ્યું પરંતુ કારના સર્જન બાદ તેની મહેનત ફળી અને અમેરિકામાં શ્રેષ્ઠ મોડીફાઇડ કારનો એવોર્ડ પણ મેળવ્યો.

 

એટલું જ નહી તેને વાર્ષિક ડેટ્રોઇટ ટોરામા ખાતે અત્યંત સર્જનાત્મક અને નવીન કસ્ટમ કારનો અમેરિકાનો ખ્યાતનામ એવોર્ડ રિડ્લર એવોર્ડ પણ મળ્યો અને તેને 10,000 ડોલરના સન્માનથી પણ નવાજવામાં આવ્યો.

 

બ્રિટીશ કોલંબિયામાં જેએફ કુસ્ટોન્સ ચલાવતા શ્રી લૌનેઇરે જણાવ્યું હતું કે તેણે અગાઉ પણ 16 વર્ષ પહેલા ઇનામ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો અને પોતે આ કામમાં સફળ થાય તે માટે વધારાના પ્રયત્નોને કામે લગાડ્યા હતા. તેણે કહ્યું કે કારને ઊભી કરવા માટે મોટી માત્રામા પરસેવો પાડવો પડે તેમ હતો, પરંતુ તે કાર માટે હું ગમે તે કરી છુટવા તૈયાર હતો. હું કારને ખેંચીને લાવ્યો હતો અને હવે તેણે વિશ્વમાં સૌથી મોટો એવોર્ડ જીતી લીધો છે. એટલું જ નહી હું મારા બાળકોને આ કારમાં જ સ્કુલે મુકવા જાઉ છુ અને બહાર ફરવા પણ જાઉ છું.

 DB logo

આ કાર કલાકદીઠ 155 માઇલની ઝડપે દોડી શકે છે, તેમજ આ કારમાં એક કેનેડીયન દ્વારા ઓરિજિનલ 1964 બ્યુઇક રિવેરાના બોડી પર ઘણા મોડિફિકેશન્સ કરવામાં આવ્યા હતા. લૌનેઇરે આ કારના પછીના મોડેલનું રુફ આ કારમાં નાખ્યું હતું અને બાદમાં દરવાજા અને પાછળના વ્હીલમાંથી શીટ મેટલ દૂર કરીને નાની બનાવી દીધી હતી.

 

કારનો પાવર વધારવા માટે તેણે મહાકાય 6.2 લિટર ટ્વીન-ટર્બોશેવરોલે વી8 એન્જિન લગાડ્યું હતું, જેનો અર્થ એ થાય કે આગળના વ્હીલને આ એન્જિનની જગ્યા કરવા માટે થોડા આગળ લઇ જવા પડશે. તેણે કારનો કલર સ્કુલ બસ જેવો પીળો કરી નાખ્યો અને ઇન્ટેરિયરમાં ચોકલેટ બ્રાઉન લેધર નાખ્યું જે 1960ની યાદ અપાવતું હતું.

Watch the video of restoration by Mr. JK Kustoms

આ કારને બેઠી કરવા માટે મે મારુ અને મારા માબાપનું ઘર ગિરવે મુક્યુ, એક ક્ષણે મને લાગ્યું હતું કે મે સર્વસ્વ ગુમાવી દીધુ હોય તેમ લાગતુ હતું. એવો એકેય દિવસ ન હતો કે મે એવી લાગણી અનુભવી ન હોય કે હવે બહુ થયું, અમારી પાસે બધુ જ હતું અને તે બધુ જ ચાલ્યુ ગયુ હતું.

 

મે તેના પાર્ટ શોધવા ભારે ધમપછાડા કર્યા અને તેની પર કામ કરવા માટે સપ્તાહમાં કલાકો ફાળવતો હતો. ટૂંકમાં કહીએ તો હવે આ મિકેનીકે પોતે ખર્ચેલા કલાકો, વેઠેલી મુશ્કેલીઓ એમ બધુ જ થઇને આ કારની કિંમત આંકી છે 15 કરોડ ડોલર!

 

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s