9500 વર્ષ પહેલાં પાણીમાં ગરકાવ થયેલું પૂરી સભ્યતાનું શહેર મળ્યું ગુજરાતની આ જગ્યાએથી…

હિમયુગ ફરીથી આવી રહ્યો હોવાની વિશ્વના વિજ્ઞાનીઓએ આગાહી કરી છે પણ જ્યારે છેલ્લો હિમયુગ પૂરો થયો ત્યારે બરફ ઓગળવાને કારણે ગુજરાતનું એક શહેર દરિયામાં ૧૨૦ ફૂૂટ ઊંડું ડૂબી ગયું હતું. પૃથ્વી પરનો આ છેલ્લો હિમયુગ હતો. ખંભાતના અખાતમાં ૯,૫૦૦ વર્ષ પહેલાંનું એ શહેર હિમયુગનાં અંતિમ વર્ષોમાં ડૂબી ગયું હતું. આજે આ શહેરના અવશેષો શોધી કાઢવામાં આવ્યાં છે.

95000 old city in the sea near khambhat

આ શહેર ૪,૦૦૦ વર્ષ પહેલાંનાં દ્વારકા પહેલાંનું છે. આ શહેર પાંચ માઈલ લાંબું અને બે માઈલ પહોળું છે. ૧૮ ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતું શહેર છે. હાલ હડપ્પન સમયના ૪,૦૦૦થી ૪,૫૦૦ વર્ષ જૂનાં શહેરો જ મળી આવે છે પણ દરિયાની અંદર ડૂબેલી પૂરી સભ્યતાનું શહેર એક માત્ર ખંભાતના અખાતમાં હયાત છે, જે ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત છે.

પૂરી સભ્યતાનું એક માત્ર શહેર ગુજરાતમાં અકસ્માતે મળ્યું શહેર
નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓસન ટેક્નોલોજીને ગુજરાત સરકારે કલ્પસર યોજના જાહેર કરી ત્યારે ખંભાતના અખાતમાં પર્યાવરણની અસર તપાસવા માટે એનઆઈઓટીને જવાબદારી સોંપી હતી. તેના વિજ્ઞાાનીઓ દરિયાની અંદર કેમેરા દ્વારા શોધખોળ કરી રહ્યા હતા ત્યારે તેમને અકસ્માતે આ શહેર મળી આવ્યું હતુંુ ત્યાર બાદ આ શહેર અંગે સંશોધનો થતાં રહ્યાં છે.

કાર્બન ડેટિંગ
કોઈ પણ પુરાતન વસ્તુની ઉંમર કે વર્ષો જાણવા માટે વૈજ્ઞાાનિક રીતે તેનું કાર્બન ડેટિંગ થાય છે, જેના આધારે ચીજવસ્તુની ઉદ્ભવેલી ઉંમર જાણી શકાય છે. મણિપુર યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની લેબોરેટરીનાં ડેટિંગ પ્રમાણે આ અનામી શહેરની ઉંમર ૯,૫૦૦-૧૦,૦૦૦ વર્ષ સુધી જાય છે. મળી આવેલાં લાકડાંની ઉંમર ૨૦,૦૦૦ વર્ષ પહેલાંની બતાવે છે.

કેવાં અવશેષો મળ્યાં
સાઇટ પરથી પોલ્ટ્રી, પકવેલી ઈંટો, કાચી ઈંટો, મકાનોની દીવાલો, પાયા, માનવહાડકાં, દાંત, શિલ્પો મળી આવ્યાં છે. નીંભાડામાંં પકવેલાં માટીનાં વાસણો, ચૂલાની સામગ્રી તેમજ હાથથી બનાવેલાં પૈંડા,અનેક પ્રકારના મિનિએેચર,સીલ સાથેનાં બીબાં પણ મળી આવેલાં છે.

લોથલ પણ ખંભાતમાં
લોથલ પણ ખંભાતના અખાત પર આવેલું છે. લોથલ ૪,૦૦૦ વર્ષ પહેલાંનું વિશ્વનું પહેલું બંદર છે પણ નવું શહેર મળી આવતાં હવે લોથલ પોતાનું પદ ગુમાવે અને નવાં શહેરને કદાચ વિશ્વનું પ્રથમ બંદર તરીકે ઓળખાય તેવી સંભાવના છે.

It presents a lavishly illustrated survey of the most remarkable archaeological finds in the world, and sets them in their context. With its beautiful illustrations and informative, approachable text, this book is packed with fascinating information.
 Archaeology

૫૫૦ હડપ્પન સાઇટ
ગુજરાતમાં ૪,૫૦૦ વર્ષ જૂની હોય તેવી ૫૫૦ હડપ્પન અને પ્રિ-હડપ્પન સાઇટો આવેલી છે, જેમાં સૌથી જૂની સાઇટ પ્રભાસ પાટણની છે. ૧૯૩૦માં પ્રથમ રંગપુર-લીમડી પાસે ઉત્ખનન કરાયું હતુંુ. દરિયાકાંઠાની ૫૦ હડપ્પન સાઇટો આવેલી છે.

ગોલ્ડનસિટી દ્વારકા
દરિયામાં ગોલ્ડનસિટી દ્વારકા ડૂબેલી છે. તેની શોધ ૨૦૦૨માં થઈ હતી. એસ. આર. રાવ દ્વારા મરજીવાની મદદથી દરિયામાં ડૂબેલી દ્વારાકા શોધી કાઢી હતી, તેનાં હજુ ઘણાં રહસ્યો શોધવાનાં બાકી છે.

દ્વારકા અને લોથલ પછી ૧૦ હજાર વર્ષ જૂનાં શહેરના પુરાવા મળ્યા છે જે વેદકાળના સમય સુધીના છે. વૈદિક સંસ્કૃતિ માટેના હજુ પુરાવા ક્યાંય મળ્યા નથી. મળી આવે તેવી શક્યતા છે. વૈદિક પરંપરાને તપાસીને જો આવા પુરાવા મળી આવે તો તેનું શંશોધન કરવું પડે. વિશ્વના સમુદ્ર વિજ્ઞાનીઓએ હિમયુગ સમયે દરિયાની સપાટીના નકશા પ્રમાણે ખંભાતનું શહેર ૧૨૦ ફૂટ સપાટી વધી હતી. – આર. ટી. સાવલિયા, ડાયરેક્ટર, બીજે ઇન્સ્ટિટયૂટ

કાર્બન ડેટિંગ કયા કન્ટેન્ટ સાથે કરવામાં આવે છે તે ઘણું મહત્ત્વનું છે, તેથી ખંભાતના દરિયામાં ડૂબેલાં શહેર માટે ડેટિંગમાં હજુ વધારે સંશોધન કરવું જરૂરી છે, જો તે પુરવાર થાય તો તે ગુજરાતના ઇતિહાસને જ નહીં પણ વિશ્વના ઇતિહાસને બદલી શકે છે. – વાય. એસ. રાવત, સલાહકાર, પુરાતત્ત્વ વિભાગ..[With thanks from Gujarati news paper Sandesh…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s