દીકરાની ગરજ સારે છે દીકરી : ટ્રાન્સપોર્ટનો વ્યવસાય સંભાળી ચલાવે છે રિક્ષા.

પાટણની છકડા ચાલક યુવતી સાલેહાબાનું, મહીલા સશકતીકરણનું ઉત્તમ દ્રષ્ટાંત.

This slideshow requires JavaScript.

-પિતાના સંઘર્ષમય જીવનમાં ડાબો હાથ બનીને મદદ કરે છે.

 પાટણ શહેરની આઠ ભાઇ બહેનો પેકીની એક મુસ્લિમ યુવતી સાલેહાબાનુ તેના પિતાના સંઘર્ષમય જીવનમાં ડાબો હાથ બનીને દીકરાની ગરજ સારી રહી છે. તેણી સખત પરિશ્રમ અને કામના ભારણ વચચે પણ હસતી ખેલતી સાલુ આજે તેના પિતાનો ટ્રાન્સપોર્ટનો વ્યવસાય સંભાળી લીધો છે. એટલું જ નહીં રિક્ષા ચલાવીને આખા પાટણ શહેરમાં પાર્સલોની ડિલીવરી કરવા પણ જાય છે. બુકડી વિસ્તારમાં જુમ્મા મસ્જીદ નજીક રહેતા આલમખાન પઠાણને સાત દીકરીઓ પછી એક દીકરો છે.

 
તેઓ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરીને મોંઘવારીના સમયમાં ઝાઝા સભ્યોનું ગુજરાન ચલાવતા હતા પણ આટલા મોટા પરીવારનું ગુજરાન એકલા હાથ ચલાવવુ અઘરુ બની ગયુ હતું. આ અંતરની વાત ચોથા નંબરની દીકરી સાલેહાબાનુનુ આપોઆપ સમજાઇ ગઇ ને તેણેનાની ઉંમરમાં પિતનો બોજ લઇ લીધો. સાલેહા છેલ્લા ચાર વર્ષથી તેમના અનસ રોડવેઝ પર તેના પિતાની મદદથી વ્યસાય કરી રહી છે. દિલ્હી મુંબઇ સુરત વગરે સ્થળોએથી આવતા પાર્સોની ડિલીવરી આપવા પણ જાતે જાય છે.
 

– નવરાશમાં  સાવરણી અને પતંગ બનાવે છે.

 સાલુ નવરાશની પળોમાં ઘરકામ સાથે સાથે પતંગ અને સાવરણી બનાવીને રોજગારી મેળવે છે. તે ધોરણ 11 સુધી અભ્યાસ કર્યો છે અને આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા આપવા ફોર્મ ભરવાની છે.

– દીકરો ન કરે તેટલી મદદ દીકરી સાલુ કરે છે.

 સાલેહાબાનુના પિતા આલમખાન પઠાણે જણાવ્યું હતું કે સાલુ મારો ડાબો હાથ છે. એક દીકરો મદદ ન કરે તેટલી મદદ સાલુએ કરી છે.
જ્યારે સરકારના બેટી બચાવોબેટી વધાવો અભિયાનને આવકારૂં છું.
women empowerment
Whether it is a school debate, magazine article, book or a speech in any women oriented event; women empowerment is one of the oldest and yet a very hot and happening topic. The book “Women Empowerment – A Path to Self Development and Inspiration for Women” talks about the same topic, but from a different perspective. It is not like any other typical women empowerment books that are filled with the miseries of women

 – પોલીસ પણ મારો આદર કરે છે.

સાલુએ તેની વાત કહેતા જણાવ્યું કે તે રિક્ષા લઇને શહેરમાંથી નીકળે ત્યારે પોલીસ પણ આદર કરે છે. રિક્ષા લઇને અમદાવાદ પાલનપુર ખંભાત અને રાધનપુર સુધી જઇ આવી છે. શોખ હતો અને પિતાનું કામ કરતા બાઇક અને ફોર વ્હીલર પણ ચલાવતાં શીખી ગઇ છેે મને વજનદાર પાર્સલો ઉંચકતી જોઇને ઘણા લોકો આશ્ચર્ય પામી ભેટ પણ આપે છે પણ  હું સ્વીકારતી નથી.  [Link]
Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s