આ છે શશિ કિરણ શેટ્ટી : ‘આશીર્વાદ’ બંગલોના માલિક, 25 હજારમાંથી બનાવી 3000 કરોડની કંપની

સ્વર્ગસ્થ સુપરસ્ટાર રાજેશ ખન્નાનો ‘આશીર્વાદ’ બંગલો તોડી પાડીને એક બહુમાળી ઈમારત ઉભી કરવામાં આવશે. આ બંગલોના માલિક કાર્ગોના માલિક શશિ કિરણ શેટ્ટી છે. ગત વર્ષે 95 કરોડમાં ‘આશીર્વાદ’ ખરીદ્યા બાદ તેમણે હવે અહીં એક બિલ્ડીંગ ઉભુ કરવાની વાતની પુષ્ટી કરી છે. ‘આશીર્વાદ’માંથી ‘આશીર્વાદ વરદાન’ બની ગયેલા બંગલો અંગે તો સૌ કોઈ જાણે છે પણ તેના નવા માલિક અંગે ખૂબ ઓછા લોકો જાણતા હશે.

 

This slideshow requires JavaScript.

ટોચની કાર્ગો કંપની ઓલ કાર્ગોલોજીસ્ટિકના સ્થાપક શશિ કિરણની અહીં સુધી પહોંચવાની સફર સંઘર્ષમય રહી છે.પરિવારનો વ્યવસાય બંધ થઈ જવાથી શશિ મુંબઈ આવી ગયા અને નોકરીની શોધમાં એક દિવસ ડોકયાર્ડ પહોંચી ગયા. તેઓ પહેલીવાર ઉભેલા વહાણો જોઈને રોમાંચિત થઈ ગયા. આ સમયે તેમણે નિર્ણય કરી લીધો કે, તેઓ આ ક્ષેત્રમાં જ કંઈક કરશે.નાની શિપિંગ કંપનીથી કરી નોકરીની શરૂઆતનોકરીની શરૂઆત એક નાની શિપિંગ કંપનીથી કર્યા બાદ તે ટાટાની ફોર્બ્સ ગોકાકમાં આવી ગયા. અહીં કામની સાથે તેમણે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સાથે મૈત્રી કરવાની શરૂઆત કરી. તેઓ દરરોજ શિપના કેપ્ટન, મેનેજર્સ, ડોક યાર્ડ સ્ટાફ અને ટ્રક માલિકોને મળતા રહેતા. શશિ કામની દરેક બારકીઓને સમજવા લાગ્યા. આ ગાળા દરમિયાન ચાર વર્ષ પસાર થઈ ગયા. જોકે તેમણે ચાર વર્ષ વિતાવવાની સાથે સાથે 25 હજાર રૂપિયાની બચત પણ કરી લીધી અને પોતાના ધંધા અંગે વિચારવા લાગ્યા.

start your own business

 

ચાર લોકોના સ્ટાફ અને 25 હજારથી શરૂ કર્યો બિઝનેસ

તેમણે બચાવેલા 25000 રૂપિયામાં પી ડિમેલો રોડ સ્થિત વેપાર ભવનના એક રૂમમાં ઓફિસ ખોલી અને ચાર લોકોના સ્ટાફ સાથે શરૂઆત કરી. જાણીતા ટ્રાન્સપોર્ટર્સ પાસેથી અમુક ટ્રક ભાડે લીધા અને તેના દ્વારા જહાજ સુધી માલ પહોંચાડવાનું કામ શરૂ થયું. શિપિંગ કંપનીઓને તેમણે મનાવી લીધી હતી કે, તેઓ મહિનાને બદલે રોજ પેમેન્ટ લેશે. અહીંથી જ તેની કંપની ટ્રાન્સ ઈન્ડિયા ફ્રાઈટ સર્વિસેઝની શરૂઆત થઈ. આ સમયે જે કંઈ કમાણી થતી તેને સાધન સરંજામ ખરીદવામાં ખર્ચ કરી દેતા.

પોતાના ફેમિલી બિઝનેસની બરબાદીમાંથી પાઠ ભણીને તેમણે સૌથી પહેલા ફાઈનાન્સ સાથે સંકળાયેલા પ્રોફેશનલ્સને સાથે જોડ્યા, જે નાની મોટી દરેક લેવડ-દેવડ પર ચાંપતી નજર રાખતા હતાં. કામ વધવા સાથે દેશમાં ઉદારીકરણનો પણ માહોલ બની ગયો હતો. શિપિંગ બિઝનેસમાં ઉતરવાનો આ જ યોગ્ય સમય હતો અને તેમણે ઓલ કાર્ગો ગ્લોબલ લોજીસ્ટિક કંપની લોન્ચ કરી દીધી. આ કંપની આજે 3000 કરોડની કંપની છે
શશિનો બાયોડેટા
જન્મઃ 1957, દક્ષિણ કન્નડ, કર્ણાટક
શિક્ષણઃ કોમર્સ ગ્રેજ્યુએટ
Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s