પાટણની પટેલ મહિલા વેચે છે વર્ષે ૩૦ હજાર લિ. દૂધ, કમાય છે ૧૦ લાખથી વધુ.

 સમાજમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ

binitaben awarded
બીનીતાબેન પટેલ અત્યાર સુધીમાં શ્રેષ્ઠ પશુપાલક તરીકે બે એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યાં છે.
પાટણ શહેરનાં માત્ર ધોરણ 12 પાસ મહિલા પશુપાલક બીનીતાબેન પટેલ માત્ર 10 દૂધાળાં પશુઓ રાખી વર્ષે દહાડે રૂ.10 લાખથી પણ વધુ કમાણી કરી રહ્યાં છે. જે એક કલાસવન અધિકારીના વાર્ષિક પગાર જેટલી આવક છે. રોજ 75 લિટર અને વર્ષે 30 હજાર લિટરથી વધુ દૂધનું વેચાણ કરે છે. પશુપાલન વ્યવસાયમાં તેમની આ મહેનત પરિવારમાં સામાજિક અને આર્થિક બદલાવનું નિમિત્ત બની છે. વધુ દૂધ ઉત્પાદન માટે તેઓ બબ્બેવાર સન્માનિત પણ થઇ ચૂક્યાં છે. તેમની આ સિદ્ધિના કારણે તેઓ આજે સમાજમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની ગયા છે.

Women in Dairy Development

Women And Dairy Development

– મહિલા સશક્તિકરણ : પાટણનાં બીનીતાબેન પટેલ વર્ષે 30 હજાર લિટરથી વધુ દૂધ ઉત્પાદન મેળવે છે, ક્લાસ વનના પગાર જેટલી આવક

– રોજ 75 લિટર અને વર્ષે 30 હજાર લિટરથી વધુ દૂધનું વેચાણ કરે છે, પરિવારમાં સામાજિક અને આર્થિક બદલાવ

 
પાટણ શહેરના ઘીવટા વિસ્તારમાં રહેતાં બીનીતાબેન હસમુખભાઇ પટેલ સમાજમાં મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યાં છે. તેઓ છેલ્લા 23 વર્ષથી પશુપાલનનો વ્યવસાય કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની રહ્યાં છે. હાલમાં તેઓ છ ભેંસ, ચાર ગાય, બે વાછરડાં વગેરે પશુઓ રાખે છે. પશુપાલનના વ્યવસાયથી તેઓ દરરોજનું સરેરાશ 70થી 75 લિટર અને વાર્ષિક અંદાજે 27 હજાર લિટર દૂધનું ઉત્પાદન કરીને ડેરી મારફતે અને છૂટક દૂધ વેચાણ કરે છે. રૂ.40નો ભાવ ગણીએ તોએ વર્ષે રૂ.10 લાખથી વધુની આવક થાય છે. પશુપાલન થકી તેમની વાર્ષિક આવક એક ક્લાસવન અધિકારી સમકક્ષ જેટલી થવા જાય છે. 
– શ્રેષ્ઠ પશુપાલકનાં બે એવોર્ડ પણ મળ્યાં છે 
બીનીતાબેન પટેલ અત્યાર સુધીમાં શ્રેષ્ઠ પશુપાલક તરીકે બે એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યાં છે. વર્ષ-2011માં કૃષિમંત્રી બાબુભાઇ બોખરીયાના હસ્તે તાલુકા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ રૂ.10 હજારનો રોકડ પુરસ્કાર મળ્યો હતો. ગત 20મી એપ્રિલે મોડાસામાં રાજ્યકક્ષાના કૃષિમેળામાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે રૂ.25 હજારનો જિલ્લા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત થાયં છે. તેમણે વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલન માટે આત્મા પ્રોજેક્ટમાં જોડાઇને વિવિધ તાલીમો પણ મેળવી છે.
 – પશુઓ પાછળ વર્ષે રૂ.3.50 લાખનો ખર્ચ  binitaben animal farming
 આ મહિલા પશુપાલક તેમના પશુઓને ઘરના સભ્યોની જેમ સાચવે છે. તેઓ વધુ દૂધ મેળવવા માટે દરરોજ દાણ, સુકો અને લીલો ઘાસચારો, ખોળ, કપાસિયા ખવરાવે છે. નિયમિત રીતે દિવસમાં ત્રણ ટાઇમ પાણી આપે છે. દરરોજ એક વખત નવરાવે છે. તેઓ ઘાસચારો ચાપકટરથી કાપીને જ પશુઓને આપે છે. સમયાંતરે પશુચિકિત્સકની વિઝિટ કરાવી તેમની સલાહ પ્રમાણે કાળજી રાખે છે. પશુઓને રસીકરણ અને કૃત્રિમ બીજદાન કરાવે છે. પશુઓ પાછળ વર્ષે રૂ.3.50 લાખનો ખર્ચ કરે છે અને રૂ.6.50 લાખનો દૂધમાંથી ચોખ્ખો નફો મેળવે છે. પશુના છાણિયા ખાતરનો ખેતીમાં ઉપયોગ કરીએ છીએ તેમ બીનીતાબેન  પટેલે જણાવ્યું હતું.[more…]
Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s