મહેસાણા જિલ્લાનું ચાંદણકી ગામ, જેનો સમગ્ર વહિવટ 55થી 80 વર્ષની વયસ્ક મહિલાઓના હાથમાં.

મહિલા શક્તિનું બેજોડ ઉદાહરણ,ગામનો વહિવટ 55-80 વર્ષની મહિલાઓના હાથમાં.

chandarna village women

મહેસાણા જિલ્લાનું ચાંદણકી ગામ, એક એવું અનોખું ગામ છે કે જેનો સમગ્ર વહિવટ 55થી 80 વર્ષની વયસ્ક મહિલાઓના હાથમાં છે. ઘરડાં ગાડાં વાળે એ કહેવત આ ડોશીઓએ 100 પ્રતિશત સાચી ઠેરવી છે. આજથી ત્રણેક વર્ષ અગાઉ જ્યારે વહીવટ સંભાળ્યો ત્યારે ગામના ચોકમાં ભરાતાં વરસાદી પાણીનો પ્રશ્ન સૌથી મોટી સમસ્યા હતી. જે એક જ ઝાટકે ઉકેલી નાંખી. આખા ચોકને આરસીસીથી મઢી નાંખ્યો. આજે ગામના પ્રવેશદ્વારથી લઈને ઘર ઘર સુધી આરસીસી રોડ છે. જાણે કોઈ શહેરની સ્ટ્રીટ જોઈ લો. ગ્રામજનો પણ તેને ચોખ્ખી ચણાક રાખે છે. 
 
બિલકુલ ડસ્ટ ફ્રી વિલેજ ગણી લ્યોને... ઘેર ઘેર નળથી પાણી મળે છે. બાળકો માટે પંચવટી બનાવી છે. 100 ટકા વરસાદી પાણીનો સંગ્રહ ગામ તળાવમાં કરે છે. તેનો ઉપયોગ ખેતી માટે થાય છે. અરે, એક વાત તો કહેવાની રહી જ ગઈ, ભૂલે ચૂકે કોઈ વ્યક્તિ ગામમાં જઈ ચડે તો એકપણ જવાનિયો અહીં જોવા નહીં મળે. ચાલીસેક બાળકો પ્રાથમિક શાળામાં ભણે છે. બાકીના 55થી 60 લોકો છે, જે બધા જ 55થી ઉપરના. યુવાનો નોકરી ધંધાર્થે અમદાવાદ અને વિદેશમાં સ્થાયી છે. માત્ર વાર તહેવાર જ આવે છે. 
 
20વર્ષથી એકેયગુનો નોંધાયો નથી, તીર્થગ્રામ એવોર્ડ મળ્યો છે
60  વૃદ્ધો છે ગામમાં, કુલ વસતી 100, 900થી વધુ લોકો બહાર રહે છે
90 લોકો અમેરિકામાં રહે છે જેમાં 6 તબીબ છે, 19 ઇજનેર છે.chandra village entrance and villagers
– શિક્ષિત સભ્યો :
સરપંચ ગૌરીબેન પ્રજાપતિ (65 વર્ષ)  અભ્યાસ ધો.5
ઉપસરપંચ કમુબેન રસિકલાલ પટેલ (65) અભ્યાસ ધો.10
ભણેલાં નહીં, ગણેલાં સભ્યો
ગૌરીબેન અમથાભાઇ પટેલ (60)
રૂપાળીબેન ચુનીલાલ પટેલ (75)
બબુબેન વિરચંદભાઇ પટેલ (68)
સુશિલાબેન હરિભાઇ પટેલ (68)
સવિતાબેન રતિલાલ પટેલ (62)
સજનબેન રામાજી ઠાકોર (55)

– ગામને મીઠું પાણી પીવડાવવું છે 

ગામમાં આરસીસી રસ્તા, પાણીની પાઈપલાઈન, ગટર, વીજળી એ બધી સગવડો તો થઈ ગઈ, પણ બોર ખારો થઈ ગયો છે. ગામને અમારે મીઠું પાણી પીવડાવવું છે. -ગૌરીબેન પ્રજાપતિ, સરપંચ

– ડેડાણાનો રોડ પણ બનાવવો છે 
ચાંદણકીથી ડેડાણાનો બે કિમી રસ્તો સાવ કાચો છે. બે જિલ્લાની હદના કારણે બનતો નથી. તેને પાકો ડામરનો બનાવવું અમારું સપનું છે.

-રૂપાળીબેન પટેલ, સદસ્યા……………………….[more]
Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s