આ ગુજરાતી મહિલાઓ સફળ પશુપાલનથી કરે છે લાખોમાં કમાણી

ગુજરાતી મહિલાઓએ પોતાની કુશળ આવડતથી વેપારક્ષેત્રે કાઠુ કાઢ્યું છે. 

ગામડાની મહિલાઓ પણ પાછળ નથી.

This slideshow requires JavaScript.

ગુજરાતી પ્રજા વેપારી પ્રજા છે. વિશ્વમાં તેની ઓળખ એક વેપારી પ્રજા તરીકેની છે. આ ઓળખ મુજબ જ દરેક ગુજરાતીના મનમાં વેપારનો વિચાર દોડતો હોય છે. એમાં સ્ત્રીઓ પણ બાકાત નથી. ગુજરાતી મહિલાઓએ પોતાની કુશળ આવડતથી વેપારક્ષેત્રે કાઠુ કાઢ્યું છે. જો કે આ ક્ષેત્રમાં ગામડાની મહિલાઓ પણ પાછળ નથી. પોતાના પરંપરાગત વ્યવસાયને પણ એમણે સારી રીતે વિકસાવાની કરે છે લાખો રૂપિયાની કમાણી. ગુજરાતના સ્થાપનાદિન નિમિત્તે પ્રસ્તુત છે એવી કેટલીક મહિલાઓ જેમણે પશુપાલન અને અન્ય વ્યવસાયમાં સફળ બનાવ્યો છે.

પશુપાલનના પ્રેરણાસ્રોત મંદાકિનીબેન

એમએ.બી.એડ. થયા પછી નોકરી કરવાની જગ્યાએ કે ગૃહિણી તરીકે ઘર સંભાળવાની જગ્યાએ મંદાકિનીબેન રાઠોડે પોતાના કૌટુંબિક વ્યવસાય પશુપાલનને અપનાવવાનો અભૂતપુર્વ નિર્ણય કર્યો. એક શિક્ષિત મહિલા પશુપાલન જેવા વ્યવસાયને અપનાવે ત્યારે કોઇના મનમાં અનેક સવાલો ઉદ્દભવે, શંકાઓ પણ જન્મે. જો કે પિતાએ આપેલા રૂ.60 હજાર અને ભાડે લીધેલી જમીન ઉપર પાલનપુરમાં પશુપાલન વ્યવસાય શરૂ કર્યો. વર્ષ 2001માં બે ગાયથી પશુપાલન શરુ કરનાર મંદાકિનીબેને દસ વર્ષ પછી સાદરપુરમાં જગ્યા ભાડે રાખી છે અને આજે તેમની પાસે 20 ગાય છે.dairy farming

મંદાકિનીબેન ગાયોને પોષણયુક્ત આહાર આપતા હોવાથી તેમની ગૌશાળામાં દૈનિક 180 લીટર દુધનું ઉત્પાદન થાય છે. જે તેઓ ડેરીમાં જમા કરાવે છે અને માસિક એક લાખ ત્રીસ હજાર રૂપિયાની તગડી આવક રળે છે. અર્જિત કરેલા જ્ઞાનનો ઉપયોગ કરી સ્વનિર્ભરતા હાંસલ કરનાર મંદાકિનીબેન આગામી બે વર્ષમાં પશુધનનો આંક 100 ઉપર લઇ જવા માંગે છે અને પોતાના જ ડેરી ઉત્પાદનો બજારમાં મુકવા માંગે છે.

મધઉછેર કરતા અસ્મિતાબેન

નવસારી જિલ્લાના ચીખલીના અસ્મિતાબેન બી.એ.ની ડિગ્રી ધરાવે છે. આજથી અગિયાર વર્ષ પહેલા તેમણે શોખ ખાતર મધઉછેરની પ્રવૃતિ શરૂ કરી હતી. આજે એ એક વ્યવસાય બની ગયો છે અને એના દ્વારા વર્ષે 8 લાખની આવક મેળવે છે.

This beginner s guide to beekeeping clearly explains everything you need to know

This beginner s guide to beekeeping clearly explains everything you need to know

અસ્મિતાબેનમાંથી પ્રેરણા લઈને ઘણા લોકોએ આ પ્રવૃતિ શરૂ કરી છે. અસ્મિતાબેનનું મધ માત્ર દક્ષિણ ગુજરાત પૂરતુ સિમિત નથી, તે ઉત્તર ગુજરાત અને રાજસ્થાન સુધી પહોંચે છે. અસ્મિતાબેનની આ પ્રવૃતિને રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ બિરદાવી છે.

ડેરીઉદ્યોગમાં સફળ ડોલીબેન

ગુજરાત દૂધ ઉત્પાદનું હબ ગણાય છે. આમાં પણ મહિલાઓનો ફાળો વિશેષ છે. ડોલીબેન પટેલ છેલ્લા 17 વર્ષથી દૂધ ઉત્પાદનનો વ્યવસાય કરે છે. કોલેજની ડિગ્રી ન હોવા છતા કોઠાસૂઝથી વર્ષે દૂધ ઉત્પાદન દ્વારા 20 લાખ રૂપિયાની આવક મેળવે છે. તેમની પાસે 55 જેટલી ગાય-ભેંસો છે. ડોલીબેન પાસે ઘર અને વ્યવસાયને એકસાથે સંભાળવાની જબરી આવડત છે. દરેક વ્યક્તિ માટે તે એક પ્રેરણા છે અને તેઓ સાબિત કરે છે કે માત્ર શિક્ષિત હોય તે જ સફળ થઇ શકે એવું નથી.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s