ટંકારાનાં જબલપુર ગામનાં M. Com.કરેલા યુવાનને નોકરી અને બિઝનેસ કરતા ખેતીનું મહત્વ સમજાયુ.

27 વર્ષનો આ છોકરો ખેતી કરીને કરી રહ્યો છે લાખોની રોકડી કમાણી

ચિરાગ પ્રભુભાઈ કામરીયા

યુવાનો ખેતીથી વિમુખ થઈ રહ્યા છે. હર કોઈ યુવાનની ઉચ્ચ શિક્ષણ મેળવીને મલ્ટી નેશનલ કંપનીઓમાં કરીયર બનાવવાની ખ્વાહિશ હોય છે. આ સંજોગોમાં ટંકારાનાં જબલપુર ગામનાં એમ.કોમ.કરેલા યુવાનને નોકરી અને બિઝનેસ કરતા ખેતીનું મહત્વ સમજાવ્યું છે. આ યુવાને ધાર્યુ હોત તો કોઈપણ ક્ષેત્રમાં કરીયર બનાવી શક્યો હોય પરંતુ તેણે એમ.કોમ. કરી લીધા બાદ ખેતીની પસંદગી કરી હતી. ખેતીકામમાં કોઈ ક્ષોભ અનુભવ્યા વગર ખુમારીથી તેમના ખેતરમાં કાકડીનું વાવેતર કર્યુ હતું અને તનતોડ મહેનતથી 32 ટન કાકડીનું ઉત્પાદન કર્યુ છે.

જબલપુર ગામે રહેતો 27 વર્ષના ચિરાગ પ્રભુભાઈ કામરીયાએ અન્ય ક્ષેત્રોમાં કારર્કીદી બનાવવાને બદલે વારસાગત ખેતીમાં હાથ અજમાવ્યો છે. અભ્યાસ પુરો કર્યા બાદ તેઓ ખેતી કામમાં જોતરાઈ ગયા હતા અને છેલ્લા બે વર્ષથી ખેતી કરે છે.તેમની 32 વિઘા જમીનમાં પાંચ વિધામાં બે ગ્રીન હાઉસ બનાવ્યા છે. ટપક સિંચાઈથી એક એકર જમીનમાં કાકડીનું વાવેતર કર્યુ હતું.તેમણે કાકડી વાવ્યા બાદ તેનું ખુબ જ જતન કર્યુ હતું.  તેની મહેનત રંગ લાવી અને એક એકર જમીનમાં 32 ટન કાકડીનું ઉત્પાદન થયું હતું. કાકડીનાં વાવેતર પાછળ તેમને દોઢ લાખનો ખર્ચ થયો હતો. જ્યારે 32 ટન કાકડીનાં ઉત્પાદનથી પાંચ લાખની આવક થઈ હતી. દોઢ લાખનાં ખર્ચાને બાદ કરતા તેમને સાડાત્રણ લાખની કમાણી થઈ છે.

ખેતી

બાદમાં એક એકર જમીનમાં મરચાનું વાવેતર કર્યુ છે .જેમાંથી પોણા બે લાખનાં મરચા વેચી નાખ્યા છે. આ મરચાનાં વાવેતરમાં એક લાખનો ખર્ચ થયો હતો. એક મરચુ 70 ગ્રામનું છે. ટમેટા, કોથમરી, હળદર, મેથી, જામફળનું પણ વાવેતર કરાયું છે. તેમજ ગલ ગોટાના ફુલ અને આદુનું વાવેતર કરશે. ટપક સિંચાઈ પધ્ધતીનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા બદલ કૃષિ મહોત્સવમાં પ્રગતિશીલ ખેડુત તરીકે એવોર્ડ આપવા માટે પસંદગી કરાઈ છે. ચિરાગ ભાઈએ કહ્યુ કે ઉચ્ચ અભ્યાસ કર્યા પછી યુવાનોને ખેતી કરવામાં નાનપ લાગે છે પરંતુ ખેતીકામ અન્ય કામ કરતા સર્વોતમ છે. અમુક લોકો ખેતર વેંચી નાખે છે પણ જ્યારે ખેતીનું તેમને મુલ્ય સમજાશે ત્યારે ઘણું મોડું થઈ જશે. આ કારણે લોકોને ખેતીનું મહત્વ અત્યારથી સમજવું જરૂરી છે.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s