ખેડૂત પુત્રએ કર્યું મધમાખી પર MSc, વર્ષે 2200 કિલો મધ ઉત્પન્ન કરે છે

મેંદરડાનાં આલીધ્રા ગામે પ્રગતિશીલ ખેડૂત પરિવાર મધ ઉછેર કેન્દ્રની સાથે ખેતીની ઉપજમાં પણ 30 થી 40 ટકાનો વધારાનો ઉતારો મેળવી સારી આવક પ્રાપ્ત કરી રહયાં છે. દર વર્ષે 2200 કિલો જેટલું મધ ઉત્પન્ન કરે છે.

 

This slideshow requires JavaScript.

મેંદરડાનાં આલીધ્રા ગામે પ્રગતિશીલ ખેડૂત પરિવાર દ્વારા મધ ઉછેર કેન્દ્ર
દર વર્ષે 2200 કિલો જેટલું મધ ઉત્પન્ન કરે છે
ખેડૂત પુત્રએ એમએસસી મધમાખી પર જ કર્યું

મેંદરડાનાં આલીધ્રા ગામે રહેતા ખેડૂત જેન્તીભાઇ સાવલીયા ચાર વર્ષ પહેલા મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવતા મનમોહનભાઇ બી. પટેલનાં સંપર્કમાં આવેલ અને તેઓનાં માર્ગદર્શનથી પોતાની વાડીમાં ઉછેર કેન્દ્ર શરૂ કરી 150 જેટલી કૃત્રિમ મધપુડાની પેટીઓમાં દર વર્ષે 2200 કિલો જેટલું મધ ઉત્પન્ન કરે છે. મધની સાથો સાથ ખેતીની ઉપજમાં પણ 30 થી 40 ટકાનો વધારાનો ઉતારો મેળવી સમજણપૂર્વક ખેતી કરી આવકમાં વધારો કરી રહયાં છે.
અત્રે ઉલ્લેખનિય બની રહેશે કે,  મનમોહનભાઇનાં પિતા બાબુભાઇએ 1977માં મધ ઉછેર કેન્દ્ર શરૂ કરેલ. જયારે મનમોહનભાઇએ ધો.7 થી એમએસસી, બીએડ સુધી ફકત મધમાખીઓ પર જ અભ્યાસ કરી પિતાનાં આ વ્યવસાયમાં જોડાઇ ઉછેર કેન્દ્રને વધુ આધુનિક બનાવ્યું છે. તેઓ અન્ય ખેડૂતોને પણ મધ ઉછેર કેન્દ્ર માટે પ્રોત્સાહિત કરે છે. સાથે આજે પુરક ખેતીનું સુંદર મજાનું ઉદાહરણ આ પરિવારે સમાજ સમક્ષ પ્રસ્તુત કર્યું છે.

 How to honey farming on terrace in urban area

પાંચ જિલ્લામાં ચાલે છે ઉછેર કેન્દ્ર
રાજયનાં જૂનાગઢ, નર્મદા, મહેસાણા, ડાંગ, વલસાડમાં એમ પ્રત્યેક જિલ્લા દીઠ 200  મળી 1 હજાર  ખેડૂતોની વાડીઓમાં મધ ઉછેર કેન્દ્ર ચલાવાય છે. ડુંગળી અને ધાણાનાં પરાગનયન સમયે ખાસ રાખવામાં આવે છે. બાકીનાં સમયમાં જંગલ વિસ્તારમાં કેન્દ્રો ચલાવાય છે.
ઇટાલીયન મધમાખી સર્વશ્રેષ્ઠ

મધ ઉત્પન્ન કરવામાં ઇટાલીયન મધમાખીઓ સર્વશ્રેષ્ઠ રહે છે. વર્ષ દરમિયાન એક પેટીએ 20 થી 40 કિલો મધ આપે છે. ભારતમાં મુખ્યત્વે ભમરી,  સાતપુડા, બગીચા અને ડંખ વિનાની એમ ચાર પ્રકારની માખી જોવા મળે છે. પરંતુ કૃત્રિમ મધપુડામાં ઇટાલીયન શ્રેષ્ઠ ગણાય છે.

How to honey farming at your backyard 

છ સભ્યોની ટીમ કાર્યરત

આ અભિયાનમાં મનમોહનભાઇ ઉપરાંત તેમનાં પત્ની ભુમિબેન, વેરાવળનાં ડો.ધર્મેશ વાઢેર, જામનગરનાં હરીશભાઇ પાંડાવદરીયા, મેંદરડા પ્રા.શાળાનાં આચાર્ય ચંદુભાઇ પાનસુરીયા અને નવસારીનાં નિલમ પટેલ જોડાયેલા છે.[more…]

 

 

 

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s