સાગબારા તાલુકાના કનખાડીના સતિષ ગોરધન ચૌધરી પત્તરવેલીની ખેતીમાં ખેડૂત 1.74 લાખનો નફો રળે છે.

આત્મા યોજનામાં જોડાયા બાદ સતીષભાઇએ ખેતી પદ્ધતિ બદલી નવા પાકની ખેતી અપનાવી જેમાં, કેળ, પપૈયા, દાડમ, મોસંબી અને પત્તરવેલીની ખેતી શરૂ કરી. જેમાંથી વાર્ષિક સરેરાશ ~20 લાખથી વધુ આવક મેળવે છે.

નર્મદા જિલ્લાનો જિલ્લા કક્ષાનો “બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ મેળવનારા  સાગબારા તાલુકાના કનખાડીના સતિષ ગોરધન ચૌધરી પોતાના દ્રઢ સંકલ્પ, પુરુષાર્થ અને આગવી કોઠાસુઝ દ્રારા વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી કુટુંબને આર્થિક તેમજ સામાજિક રીતે ઉંચુ સ્થાન અપાવ્યું છે.આત્મા યોજના નર્મદા સાથે વર્ષ 2009 થી જોડાયેલા સતીષભાઇને આત્મા દ્વારા તાલીમ અને પ્રેરણા પ્રવાસ દરમિયાન ડ્રીપ ઈરીગેશન સિસ્ટમ વિશે વિસ્તૃત માહિતી મળી. જેથી ખેતરમાં 2 બોર અને 1 કૂવો તૈયાર કરાવી ટપક સિંચાઇ પદ્ધતિ અમલમાં મુકી. આત્મા દ્વારા ફાર્મ સ્કૂલ દરમિયાન વર્મી કંમ્પોસ્ટનું મહત્વ, બનાવવાની રીત, વાપરવાની રીત, પેકિંગ અને માર્કેટિગ અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતુ.
 – પત્તરવેલીની ખેતીમાં ખેડૂત 1.74 લાખનો નફો રળે છે
 – કેળ-પપૈયા-દાડમ-મોસંબીની ખેતી સાથે વાર્ષિક સરેરાશ રૂા.20 લાખની કમાણી કરતાં ખેડૂતનો પુરૂષાર્થ ખેતીમાં રંગ લાવે છે
 – સતીષભાઇ ચૌધરીની કૃષિ ક્ષેત્રે આગેકૂચ
આત્મા યોજનામાં જોડાયા બાદ સતીષભાઇએ ખેતી પદ્ધતિ બદલી નવા પાકની ખેતી અપનાવી જેમાં, કેળ, પપૈયા, દાડમ, મોસંબી અને પત્તરવેલીની ખેતી શરૂ કરી. જેમાંથી વાર્ષિક સરેરાશ ~20 લાખથી વધુ આવક મેળવે છે. આધુનિક યુગમાં હાઈ-ટેક ખેતી પદ્ધતિ વિશેનું મહત્વ સમજી તેમણે ‘આત્મા’ યોજનાના અધિકારીઓ દ્વારા બાગાયતની કચેરીના સંપર્કમાં આવી 10ગુંઠા જેટલા નાના વિસ્તારમાં નેટ હાઉસ બનાવ્યું. 2010-11 માં પત્તરવેલીના પાનની ખેતી શરૂ કરી. તાલુકા કક્ષાએ બાગાયતી પાક માટે બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ મેળવેલ છે. નેટ હાઉસમાં ઉછારેલા પત્તરવેલીના પાન સારી ક્વોલીટીના હોય છે.
નેટ હાઉસ અને ડ્ર્રીપ ઇરીગેશન સિસ્ટમનાં કારણે પત્તરવેલીનાં પાનનું તેઓ એકધારૂ ઉત્પાદન બારેમાસ લઇ શકે છે. ઉત્તમ ગુણવત્તાના પત્તરવેલીના પાન તૈયાર થતાં બજારમાં ભાવ પણ સારા મળે છે. જેથી બન્ને બજારનો લાભ મેળવી સતીષભાઇએ આવક અને નફામાં વધારો મેળવ્યો.પત્તરવેલીનાં પાનની ખેતીમાં નફો મળતાં તેઓએ તેમના વિસ્તારનાં ખેડૂતોને આ ખેતી વિષે માહિતી પૂરી પાડી રસ ધરાવતા ખેડૂતોને બિયારણ આપી ખેતી કરવા પ્રોત્સાહન આપેલ છે. જેથી અન્ય ખેડૂતો પણ પત્તરવેલીની ખેતી કરતાં થયા છે.  નેટહાઉસમાં પત્તરવેલીના પાનની 10 ગુંઠા વિસ્તારની ખેતીમાં 2011-12થી 2013-14 દરમિયાન 4,050 કિલો, 4,725 કિલો અને 5,400 કિલો ઉત્પાદઅનુક્રમે રૂા. 1.32 લાખ, ~1.54 લાખ અને ~1.74 લાખનો નફો મેળવેલો છે.
અન્ય ખેડૂતોને મદદ કરી રહ્યા છે

પત્તરવેલીનાં પાનની ખેતીમાં નફો મળતાં તેઓએ તેમના વિસ્તારનાં ખેડૂતોને આ ખેતી વિષે માહિતી પૂરી પાડી રસ ધરાવતા ખેડૂતોને બિયારણ આપી ખેતી કરવા પ્રોત્સાહન આપેલ છે. જેથી અન્ય ખેડૂતો પણ પત્તરવેલીની ખેતી કરતાં થયા છે. જે તેમના વિસ્તાર માટે આ એક નવો પાક છે.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s