સાવ નાનકડી આ ચકલીએ માત્ર ત્રણ દિવસમાં ૨,૭૭૦ કિલોમીટરનું અંતર કાપીને પૃથ્વી પર સૌથી લાંબું અંતર કાપવાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા.

ધરતી પર સૌથી લાંબું અંતર કાપવાનો વિક્રમ રચાયો છે, જોકે જાણીને આશ્ચર્ય થશે કે આ વિક્રમ કોઈ માનવીએ નહીં પણ એક પક્ષીએ રચ્યો છે.

blackpole bird

બ્લેકપોલ વાર્બલર નામની ‘ચકલી’એ આ અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. સાવ નાનકડી આ ચકલીએ માત્ર ત્રણ દિવસમાં ૨,૭૭૦ કિલોમીટરનું અંતર કાપીને પૃથ્વી પર સૌથી લાંબું અંતર કાપવાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વૈજ્ઞાાનિકોની એક ટુકડીએ ૦.૫ ગ્રામની એક ચિપ લગાવીને આ ચકલીની ક્ષમતાનું આંકલન કરવાનો પ્રયાસ કર્યો હતો, આ પ્રયોગમાં ચોંકાવનારાં પરિણામ જાણવા મળ્યાં છે. પોતના દક્ષિણ અમેરિકાથી ઉત્તર અમેરિકા સુધીના પ્રવાસમાં આ નાનકડી ચકલીએ ૨,૭૭૦ કિ.મી.નું અંતર માત્ર ત્રણ દિવસમાં પાર કર્યું હતું. આટલા ઓછા સમયમાં આટલું લાંબું અંતર કાપવાનો અત્યાર સુધીનો સૌથી મોટો વિક્રમ છે.

વૈજ્ઞાાનિકોએ આ ખતરનાક યાત્રાને ‘ફ્લાય ઓર ડાય’ નામ આપ્યુ હતું. વિજ્ઞાાનીઓએ કુલ ૨૦ બ્લેકપોલ પર એક-એક ચિપ લગાવી હતી અને તેને દક્ષિણ અમેરિકાથી ઉત્તર અમેરિકા અને પછી ઉત્તર અમેરિકાથી દક્ષિણ અમેરિકા સુધીનું અંતર કાપવા દીધું હતું. ૨૦ બ્લેકપોલના આ દળમાં વૈજ્ઞાાનિક ચિપ લગાવેલી ૩ બ્લેકપોલને શોધવામાં સફળ રહ્યા હતા. તેમના પર લાગેલી ચિપમાં ટ્રાન્સમીટરની સાથે ઘડિયાળ અને લોકેટર જેવાં યંત્રો લગાવેલાં હતાં.

ફ્લાય ઓર ડાયની ખાસિયત

  • ૧૨ ગ્રામ વજન
  • ૦.૫ ગ્રામની ચિપ લગાવાઈ
  • ૨૦ ચકલી પર ચિપ લગાવાઈ
  • ૨,૭૭૦ કિ.મી.નું અંતર કાપ્યું
  • ૦૩ દિવસમાં અંતર કાપ્યું
અનોખી બાબત

બ્લેકપોલની યાત્રાની સૌથી અનોખી બાબત એ હતી કે પોતાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન આ ચકલી કયાંય રોકાઈ નહોતી. એ લગાતાર ઊડતી જ રહી હતી. સમુદ્રની ઉપરની ઉડાનમાં પણ તેને સામુદ્રિક હવાનો સામનો કરવો પડયો હતો છતાં તે અટકી નહોતી.[more…]

બ્લેકપોલ સ્પેરોની ઓળખ

  •  ભૂરા, સફેદ અને કાળા રંગની પાંખો
  •  મોટાભાગે ઠંડા પ્રદેશોમાં હાજરી
  •  અત્યંત તેજ ઉડાન
Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s