અમરેલીના પાણીયા ગામના જયંતી પટેલે સાડા ત્રણ વર્ષ સુધી પ્રયોગો કર્યા બાદ લોકવનમાંથી ઘઉંના નવા પ્રકારની શોધ કરી.

અમરેલીના ખેડૂતે ઘઉંના એક દાણામાંથી ઉગાડ્યા 22000 દાણા

jp101 wheat of lokvan category at amreli

અમરેલીના પાણીયા ગામના પ્રગતીશીલ ખેડૂતે સતત સાડા ત્રણ વર્ષ સુધી પ્રયોગો કર્યા બાદ લોકવનમાંથી ઘઉંના નવા પ્રકારની શોધ કરી છે. આ ઘઉંમાં ઉત્પાદનમાં અન્ય ઘઉં કરતા બેગણું વધારે આવે છે. ખેતીવાડી ક્ષેત્રે ગુજરાતમાં ખાસ કરીને અમરેલી જેવા પછાત અને અવિકસીત જિલ્લામાં આ નવી ક્રાંતિની શરૂઆત કહી શકાય.

અમરેલીના પાણીયા ગામના પ્રગતીશીલ ખેડૂત જયંતીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ત્રણેક વર્ષ પૂર્વે તેમણે પોતાના ખેતરમાં લોકવન ઘઉંનું વાવેતર કર્યુ ત્યારે અમુક ઘઉંમાં કુદરતી રીતે લોકવન કરતા વધારે ડુંડી હતી. તે છોડનું કદ પ્રમાણ મોટું હતું અને તેમાં ઉત્પાદન વધારે હતું. જેથી પ્રયોગ ખાતર તે ઘઉંને અલગ રાખીને અઢી કિલોના બિયારણનું વાવેતર કરતા તેમાંથી અધધધ 480 મણ ઘઉંનું ઉત્પાદન થયું હતું. ખેડૂતના જણાવ્યા મુજબ એક દાણામાંથી 2 હજાર દાણાનું ઉત્પાદન થયું હતું.

આ સંશોધિત બિયારણને જૂનાગઢ સ્થિત કૃષિ યુનિર્વસિટીમાં ચકાસણી માટે મોકલાવતા કૃષિ યુનિવર્સિટીએ તેને માન્યતા આપી હતી. જયંતીભાઈ પટેલ ઉપરથી આ બિયારણનું નામ જે.પી.101 રખાયું છે. સામાન્ય ઘઉંમાં ડુંડી ચારથી સાડા ચાર ઈંચ લાંબી હોય છે, જયારે આ ઘઉંમાં આઠથી નવ ઈંચ લાંબી હોય છે. સામાન્ય ઘઉંની ડુંડીમાં ઘઉંના 40 થી 45 દાણા હોય છે,જયારે આ ઘઉંમાં 80 થી 120 ઘઉંના દાણા જોવા મળે છે. ખેડૂતો માટે ઘઉંની આ નવી જાતથી હરિયાળી ક્રાંતિ સર્જાશે.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s