ડૉ. માલવિયાએ સાબિત કરી બતાવ્યું કે, આધુનિક ખેતીથી ડૉક્ટર કે એન્જીનિયર કરતાં પણ વધારે કમાણી કરી શકાય છે.

ડોક્ટરી છોડી ગુજરાતીએ શરૂ કરી ખેતી, 2.5 વિઘામાં મહિનાની કમાણી એક લાખ

 

ભારત દેશનો મુખ્ય વ્યવસાય ખેતી છે પણ હવે લોકો ખેતીમાંથી બહાર નીકળી રહ્યાં છે. એમાંય યુવાનોને ખેતીમાં જરા પણ રસ નથી. પણ કેટલાક એજ્યુકેટેડ લોકો પણ હવે ખેતીને પોતાનો બીઝનેસ બનાવી રહ્યાં છે અને આવનારો યુગ ખેતીનો હોવાનું માની રહ્યાં છે. વિદેશમાં ભણેલા કેટલાય યુવાઓ ગુજરાતમાં આવી આધુનિક ટેકનિકથી ખેતીમાં પરોવાઈ રહ્યાં છે.

This slideshow requires JavaScript.

આધુનિક યુગમાં દરેક મા બાપનું સપનુ હોય કે પોતાનો દિકરો કે દિકરી એક સારો અભ્યાસ કરી સારી નોકરી કરી સારા નાણાં કમાવવા લાગે. પણ કેટલાક એવા પણ ગુજ્જુઓ છે જે સારી સારી ડીગ્રી ધરાવતા હોવા છતા ખેતીના વ્યવસાય તરફ વળ્યા છે અને તેમના ફિલ્ડમાં મળતા નાણા કરતા પણ વધારે નાણા આધુનિક ખેતીથી કરી રહ્યાં છે. આજના આધુનિક યુગમાં યુવાનો ખેતી કામને નાનપ માનતા હોય છે. અને પૈસા રળવા શહેરીકરણ તરફ વળતા હોય છે. આજના હાઈટેક આધુનિક યુગમાં યુવાઓ ખેતી કામ કરવામાં ખચકાટ અનુભવતા હોય છે. ત્યારે તેની સામે એવા પણ કેટલાક યુવાનો છે જે પોતે સારો અભ્યાસ કરીને પણ ખેતી કરી રહ્યાં છે. પોતાના અભ્યાસનો ઉપયોગ આધુનિક ટેકનિકથી ખેતી કરવામાં કરી રહ્યાં છે. આવા જ એક યુવાન છે જામનગર જિલ્લાના મેમાણાના ડો. રાજેન્દ્ર માલવિયા.
આ યુવાને ડોક્ટરની ડીગ્રી તો લીધી અને બાદમાં પ્રેક્ટીસ પણ કરી અને સારા નાણા પણ કમાવવા લાગ્યા હતા. પણ તેમણે પોતાના વિચારે કંઈક કરવાનું નક્કી કર્યું અને શરૂ કર્યું ડચ ગુલાબનું સૌરાષ્ટ્રનું પ્રથમ ફ્લોરીકલ્ચર ફાર્મ. ડચરોઝના ફાર્મમાં થતા રોઝની આવક તેમની ડોક્ટરીની આવક કરતા પણ વધારે છે. ડોક્ટરી પ્રેક્ટીસમાં પચાસ હજાર જેવી આવક મેળવતા આ ડોક્ટર અત્યારે ડચ રોઝની ખેતીથી અત્યારે એક લાખ જેવી આવક છે.
આધુનિક યુગમાં ડોક્ટર બનવું મોભાની વાત કહેવાય. મા-બાપ કાળી મજૂરી કરી પોતાના દિકરાને ડોક્ટર-એન્જિનિયર બનાવવા માંગતા હોય છે. આજના સમયમાં ગુલાબનો ઉપયોગ ખૂબ વધતો જાય છે. દરેક જગ્યાએ ફૂલોની જરૂરિયાત વધી છે. એમાં પણ ડચરોઝની ખૂબ માંગ રહે છે જે પહેલા માત્ર બેંગ્લોરમાં જ મળતાં હતા. પણ હવે સૌરાષ્ટ્રમાં પણ ડચરોઝ મળી રહ્યાં છે.
આજના યુવાનોને તો લગભગ ગુલાબ વેલેન્ટાઈનના દિવસે જ યાદ આવતા હોય છે. પણ, જામનગરનાં મેમાણા ગામના તબીબે તબીબી પ્રેક્ટિસ છોડીને 50 વીઘા પૈકી 2.5 વીઘા જમીનમાં ગ્રીન હાઉસમાં સૌરાષ્ટ્રનું પ્રથમ ડચ રોઝ ફાર્મ ઉભું કર્યું.

Website of National Horticulture Board

ફૂલોનો રાજા એટલે ગુલાબ. ગુજરાતમા વિવિધ સ્થળોએ ગુલાબની ખેતી કરવામાં આવે છે પણ ડચરોઝની ખેતી બહુ ઓછી થાય છે, રાજ્યમાં ફૂલોની ખેતીમાં મુખ્યત્વે  ગુલાબ, લીલી, મોગરો, હજારી ગલ અને ગુલછડી જેવા ફૂલો ઉગાડવામાં આવે છે. પરંતુ ડચરોઝની માગ તો હંમેશા ઉપર જ રહે છે. ત્યારે કંઈક કરી છુટવાની નેમ લઈને બેઠેલા ડોક્ટર માલવિયાએ આ સાર્થક કર્યું છે. અદ્યતન ટેકનોલોજીથી ગ્રીન હાઉસમાં લાલ, પીળા, ગુલાબી અને સફેદ ગુલાબનાં 30 હજાર છોડ તેમણે ઉછેર્યાં છે. એમાંય જામનગર વિસ્તારનું વાતાવરણ ડચ ગુલાબને અનુકુળ આવતું હોવાથી તેમની આ મહેનતમાં ચાર ચાંદ લાગ્યા જેવું થઈ ગયું.

જામનગરના મેમાણાના ડૉક્ટર માલવિયાએ ફાર્મહાઉસમાં રૂપિયા 48 લાખને ખર્ચે ડચરોઝની ખેતી કરી છે. જેમાં સરકાર સબસીડી પણ આપે છે. ગ્રીન હાઉસમાં ડ્રીપ ઇરીગેશન, ટેમ્પરેચર જાળવવા ખાસ ખાસ સિસ્ટમ અપનાવી છે. આ ખેતમાંથી તેઓ દરમહિને 1 લાખની રૂપિયા કમાય છે. ડચરોઝની વિશેષતા એ છે કે તે 8થી 10 દિવસ સુધી કરમાતું નથી. અને ઉનાળામાં પણ 5 દિવસ સુધી તાજું રહે છે. સામાન્ય ગુલાબની સરખામણીમાં તેની બજાર કિંમત પણ ઉંચી હોય છે.

About Floriculture on Amazon

ડૉ. રાજેન્દ્ર માલવીયાએ જણાવ્યું હતું કે, ‘રોપણીના 3 માસ બાદ સતત 5થી 7 વર્ષ સુધી ફૂલ આપતા ડચ ગુલાબના છોડ બેંગ્લોરથી મગાવ્યા છે. જેને લઘુત્તમ 12 ડિગ્રી અને મહત્તમ 38 ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવે છે.’ ડચરોઝની ખેતી માટે ડોક્ટર માલવિયાએ બેંગ્લોરથી ખાસ પ્રકારની તાલીમ પણ લીધી છે. અને ત્યાંથી જ લાવેલા 30 હજાર જેટલા રોપાઓનું પ્લાન્ટેશન કરી ગુલાબની ખેતી શરૂ કરી હતી. આ અનોખા ફાર્મહાઉસની ખેતી જોવા માટે દૂર-દૂરથી મુલાકાતીઓ અને ખેડૂતો આવતા હોય છે. અને આ ફાર્મહાઉસમાંથી નવી ખેતીની પ્રેરણા લઈ જાય છે.

હાલનાં સમય પ્રમાણે યુવાનોના માતા પિતાને પોતાના પુત્રને ડોક્ટર કે એન્જીનીયર બનાવવાની મહેચ્છા ધરાવતાં હોય છે. પણ  ડૉક્ટર માલવિયાએ સાબિત કરી બતાવ્યું છે કે આધુનિક ખેતીમાંથી  ડૉક્ટર કે એન્જીનિયર કરતાં પણ વધારે કમાણી કરી શકાય છે, તેમણે ન માત્ર યુવાનોને સંદેશો પુરો પાડ્યો છે. ગ્રીન હાઉસ ટેકનોલોજીથી 2.5 વીઘા જમીનમાં 25 વીઘા જમીનમાં થાય તેટલું ઉત્પાદન મેળવી આ ડોક્ટર આદર્શ ખેડૂત બનવાનો રાહ ચીધ્યો છે.
ડૉ. માલવીયાએ મહારાષ્ટ્રના પુના પાસે આવેલા તેલંગાણામાં 7 દિવસીય તાલીમ મેળવી હિંમતનગર, મુંબઇ-પુનાના ગ્રીન હાઉસો તથા ખેડૂતો પાસેથી માહિતી મેળવી.

ડૉ. માલવીયાએ કહ્યું હતું કે, ‘ધરતીપુત્રોએ સમૃદ્ધ થવું હશે તો આધુનિક ખેતી અને નવી ટેકનોલોજી અપનાવ્યા વગર છૂટકો નથી.’

[more….]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s