કેરળના વૈજ્ઞાનિકોના એક જૂથે 22.5 કિલોમીટરની માઈલેજ સાથે કોપરેલથી ટ્રક ચલાવી અનેરી સિદ્ધિ મેળવી.

ગ્રેટ ઈન્ડિયન સાયન્ટિસ્ટસ, કોપરેલથી ચલાવી ટ્રક

drivng a truck with coconut oil

કેરળના વૈજ્ઞાનિકોના એક જૂથે 22.5 કિલોમીટરની માઈલેજ સાથે કોપરેલથી ટ્રક ચલાવી અનેરી સિદ્ધિ મેળવી છે. આ માટે ડીઝલ એન્જિનનો ઉપયોગ કરાયો હતો.

પ્રાયોગિક સફળતા પછી વૈજ્ઞાનિકોએ કેન્દ્ર સરકારનો  સંપર્ક સાધ્યો છે અને કોપરેલનો ઈંધણ તરીકે ઉપયોગ કરવા દેવાની માગણી કરી હતી. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર તાતા એસીઈ ટ્રક બનાવાર કંપનીએ દાવો કર્યો છે કે ડીઝલના ઉપયોગ સાથે ટ્રક ડિઝન એન્જન પ્રતિ લીટર 16 કિલોમીટર માઈલેજ આપે છે. જ્યારે કોપરેલનો ઈંધણ તરીકે ઉપયોગ કરાતા 22.5 કિલોમીટર માઈલેજ આપે છે.

વૈજ્ઞાનિકોના જૂથના નેતા સી. મોહનકુમારે જણાવ્યું હતું કે અમે એક વર્ષ અગાઉ આ વાહનની ખરીદી કરી હતી. ટ્રક 20 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું છે. તેનાથી પુરવાર થાય છે કે કોપરેલ ડીઝલનું સ્થાન લઈ શકે છે.

વૈજ્ઞાનિકોએ અમેરિકી પેટન્ટ માટે અરજી  કરી છે. આ સાથે તેમણે કેન્દ્ર સરકારનો પણ સંપર્ક કર્યો છે.

વૈજ્ઞાનિકોનો દાવો છે કે અન્ય ઈંધણની તુલનાએ કોપેરલમાં ઉત્સર્જન ઓછું થાય છે વધુમાં તે એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી છે. કોપરેલ બનાવવાની પ્રક્રિયાની માહિતી આપતાં સી. મોહનકુમારે જણાવ્યું હતું કે 10 હજાર લીટર કોપરેલમાંથી 760 લીટર ઈંધણ તૈયાર કરી શકાય છે. આ પ્રક્રિયામાં પાંચ આડપેદાશોનું પણ ઉત્પાદન થાય છે. આમાં પાંચ હજાર કિલો ભૂસો, 2500 કિલોમીટર નારિયેળની છાલ, 1,250 કિલો નારિયેળ પાણી અને 1,200 કિલો ખોળ અને 70 લીટર ગ્લિસિરીનનો સમાવેશ થાય છે.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s