હૃદય નથી છતાં પણ જીવિત છે વિશ્વની એક માત્ર વ્યક્તિ!

લુઈસ હૃદય વગર જ જીવે છે. તે બોલી શકે છે. રોજ ડોકટરો સાથે વાત કરે છે. તેના હૃદયમાં દિલ ધડકતું નથી. A man with artificial heart!

This slideshow requires JavaScript.

artificial heart : માનવીના શરીરમાં હૃદય તો હોય છે અને જીવતા રહેવા માટે આ હૃદય ધડકતુ રહેવંુ પણ જરૂરી છે. પરંતુ દુનિયામાં એક એવી વ્યકિત પણ છે જેના હૃદયની ધડકનો છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે. આમ છતાં પણ આ વ્યકિત જીવે છે. હકીકતમાં આ વ્યકિતની છાતીમાં હૃદય છે જ નહીં. ૨૦૧૧માં ૫૫ વર્ષના ક્રેગ લુઈસ નામનો એક દર્દી જાનલેવા હાર્ટની બીમારીથી પીડાતો હતો. તેને ટેકસાસની હાર્ટ ઈન્સ્ટિટયુટમાં ભરતી કરાયો હતો. તેને એમાઈલોયડોસિસ નામની અત્યંત દુર્લભ બીમારી હતી જેમાં શરીરનું પ્રતિરક્ષા તંત્ર પોતાના શરીરની વિરૂધ્ધ જ કામ કરવા લાગે છે. આ બીમારીમાં આંતરિક અંગોમાં ગાઢ પ્રોટીન જમા થવા લાગે છે. જેનાથી હૃદય, લીવર, કિડની કામ કરવાનું બંધ કરી દે છે! જો કંઈ કરવામાં ન આવત તો લુઈસનું મોત નિશ્ચિત હતું.

જો કે સૌભાગ્યવશ ડો. બિલી કોન અને ડો. બડ ક્રેજિયરે આ દુર્લભ બીમારીથી પિડીત લુઈસની છાતીમાં એક યંત્ર લગાવ્યુ હતું. આ યંત્રને કંટીન્યુસસ ફલો ડિવાઈસ કહેવાય છે. આ યંત્રની મદદથી રોગીના શરીરમાં રક્તપ્રવાહ ચાલુ રહે છે અને તેના માટે હૃદયનું ઘડકવું જરૂરી નથી રહેતું. આ યંત્ર ફીટ કરતા પહેલા ડોકટરોએ લુઈસનું હૃદય કાઢી લીધુ હતું. ત્યારથી લુઈસ હૃદય વગર જ જીવે છે. તે બોલી શકે છે. રોજ ડોકટરો સાથે વાત કરે છે. તેના હૃદયમાં દિલ ધડકતું નથી. આ યંત્રનું સફળ પ્રત્યારોપણ કરાવનાર લુઈસ પ્રથમ વ્યકિત છે.[more…]

 

 
var vglnk = { key: ’80b1885d3d69024c35098e04221086d9′ };

(function(d, t) {
var s = d.createElement(t); s.type = ‘text/javascript’; s.async = true;
s.src = ‘//cdn.viglink.com/api/vglnk.js’;
var r = d.getElementsByTagName(t)[0]; r.parentNode.insertBefore(s, r);
}(document, ‘script’));

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s