દેશને 32 વર્ષ રાહ જોયા પછી મળશે સ્વદેશી યુદ્ધવિમાન તેજસ

ત્રણ દાયકા કરતાં વધુ સમય રાહ જોયા બાદ આખરે ભારતીય હવાઇદળ તેજસ વિમાનનો ઉપયોગ કરી શકશે.

This slideshow requires JavaScript.

૩૨ વર્ષ રાહ જોયા બાદ ભારતીય હવાઇદળમાં સૌપ્રથમ સ્વદેશી યુદ્ધવિમાન તેજસ સામેલ થઈ જશે. શનિવારે ચૂપચાપ આયોજિત કરાયેલા એક સમારંભમાં હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે કેન્દ્રીય સંરક્ષણપ્રધાન મનોહર પારિકર અને એરફોર્સના વડા અનુપ રહાને તેજસ શ્રેણીનું સૌપ્રથમ યુદ્ધવિમાન એલસીએ-એસપીવન સોંપ્યું હતું. ૩૨ વર્ષ પહેલાં ભારતના સ્વદેશી યુદ્ધજહાજનાં નિર્માણની કવાયત શરૂ કરાઇ હતી.
પહેલી ઓક્ટોબર ૨૦૧૪ના રોજ એર કોમોડોર(નિવૃત્ત) કે. એ. મુખન્નાએ પહેલીવાર તેજસને લઇ ઉડાન ભરી હતી. હાલ આ વિમાન પ્રારંભિક પરવાનગી(ઇનિશિયલ ઓપરેશનલ ક્લિયરન્સ-આઇઓસી)ના તબક્કામાં છે. અંતિમ પરવાનગી(ફાઇનલ ઓપરેશનલ ક્લિયરન્સ-એફઓસી) ૨૦૧૬ના પ્રારંભમાં મળે તેવી સંભાવના છે, જોકે હવાઇદળને હાલમાં સોંપાયેલાં  તેજસ વિમાનમાં અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક સાધનો નથી. બે સપ્તાહ પહેલાં જ કેટલાંક આધુનિક સાધનોથી વિમાનને સજ્જ કરાયું છે. હવામાં જ ઇંધણ ભરવું, લાંબી રેન્જના મિસાઇલો વગેરે સુવિધાઓથી તેજસને એફઓસી તબક્કામાં સજ્જ કરી દેવાશે.

વિમાન વિકસાવવા આડે આવેલા અવરોધોને કારણે થયેલા ઘણાં વર્ષોના વિલંબને કારણે એક તેજસ વિમાનની ઉત્પાદનકિંમત ૧૬૦ કરોડ રૂપિયા પર પહોંચી છે. અગાઉ તેની કિંમત ૧૨૦ કરોડ રૂપિયા અંદાજવામાં આવી હતી. વિલંબને કારણે એક વિમાન પાછળ રૂપિયા ૪૦ કરોડનો વધારાનો ખર્ચ થશે.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s