ઝાંસીની રાણીની કહાણી તો પુરાણી છે, આ ૨૭૫ મર્દાનીઓ એકવીસમી સદીની ઉડાન માટે તૈયાર છે.

ગુજરાતમાંથી પણ કોઈ કંચન ચૌધરી અથવા કિરણ બેદી પેદા થશે?

women armyગુજરાત રાજ્યમાંથી આર્મી માટે અરજી કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે, તેમાં પણ યુવતીઓ વધારે ઉત્સાહ દાખવી રહી છે. નેશનલ કેડેટ્સ કોર (એનસીસી)ના સફાઈ અભિયાન માટે સુરતમાં આવેલા ગુજરાત એનસીસીના મેજર જનરલ દિવાલરસિંહે જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી આર્મી માટે થયેલી અરજીઓમાં ૪૦ ટકા જેટલી છોકરીઓ હતી. આ વખતે કુલ ૨૭૫ જેટલી અરજીઓ ગુજરાતમાંથી આર્મી માટે કરવામાં આવી હતી.

રાંદેર રોડ સ્થિત એનસીસીના કેડેટ્સનો સફાઈ અભિયાન માટે ઉત્સાહ વધારવા માટે શનિવારે એનસીસી ગુજરાતના મેજર જનરલ દિવાલરસિંહ સુરતમાં ઉપસ્થિત હતા. તેમણે પોતાની વાતમાં જણાવ્યું હતું કે પહેલાની સરખામણીમાં હવે ગુજરાતમાંથી આર્મી માટે થતી અરજીઓમાં વધારો થયો છે. છેલ્લાં બે વર્ષમાં ૧૪ જેટલા છોકરાઓ એનસીસીમાંથી ટ્રેનિંગ લઈને આર્મીમાં જોડાયા હતા, જ્યારે અગાઉ બે-ત્રણ વર્ષમાં માત્ર એક અથવા બે ઉમેદવારો જ જોડાતા હતા.

હવે ગુજરાતમાં નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મહિલાઓને પણ આર્મીમાં જવા માટેનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ વર્ષે ૨૭૫ જેટલી અરજીઓ એનસીસી દ્વારા આર્મીમાં ગઈ હતી, જેમાંથી ૪૦ ટકા જેટલી મહિલાઓ હતી.

આ ઉપરાંત તેમણે આવનારા સમયમાં એનસીસીની પ્રવૃત્તિઓ વિશે જણાવ્યું હતું કે હાલમાં રાજપીપળા ખાતે એનસીસીની એકેડમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આવી અન્ય ત્રણ એકેડમી એનસીસી રાજકોટ, વલ્લભવિદ્યાનગર અને અમદાવાદ રિજનમાં પણ શરૃ કરશે. આ ઉપરાંત ટૂંક સમયમાં આખા ગુજરાતમાં એનસીસીની નવી છ બટાલિયન પણ શરૃ કરવામાં આવશે. આવનારા સમય માટે એનસીસીનો ગોલ કાંઠા અને આદિવાસી વિસ્તારના કોલેજ અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓને લીડરશીપની ટ્રેનિંગ પૂરી પાડવાનો છે. આ માટે વિવિધ પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યાં છે.[More….]

udaan

એક આઈ. પી. એસ. અધિકારી તરીકે શ્રીમતી કંચન ચૌધરીની પ્રેરણાત્મક અને ઘણી જ સફળ નીવડેલ કારકિર્દી પરથી  તેમની જ નાની હેને સન૧૯૮૯ માં એક ટી.વી. સીરીઅલ બનાવી હતી. જેનું નામ હતું ઉડાન! વીસમી સદીની શ્રેષ્ઠ સીરીઅલમાં સ્થાન પામે તેવી અને દરેક સત્રીઓ એ જોવા જેવો ખાસ પ્રોગ્રામ છે. એક નવો જ દ્રષ્ટિકોણ ખુલશે. ‘સાત પગલાં આકાશ’માં નવલ કથા જેવી જ સ્ત્રી સશક્તિકરણ ઉપર બનેલી ભારતની આ પ્રથમ સીરીઅલ તેના લાજવાબ સ્ક્રીપ્ટ, દિગ્દર્શન, અને એક સ્ત્રી શું શું કરી સકે તેનું ઉદાહરણ રજુ કરતો આ પ્રોગ્રામ દર્શકોમાં નવું જોમ ભરી દેશે.

http://VisitsToMoney.com/index.php?refId=549823

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s