યુરોપિયન સ્પેસ એજન્સીનું રોસેટ્ટા યાન ધૂમકેતુ પી-૬૭ સુધી પહોંચ્યું, અવકાશ સંશોધનના પોણા છ દાયકામાં પહેલી વખત ધૂમકેતુની સફર

અનેક પ્રકારના યાનો અનેક ગ્રહો-ઉપગ્રહો પર ઉતર્યા છે. પરંતુ આજે પહેલી વખત અવકાશયાન રોસેટ્ટા પી-૬૭ એવા સાંકેતિક નામે ઓળખાતા ધૂમકેતુ પર પહોંચ્યુ હતું.

rosetta

યુરોપિયન સ્પેસ એજન્સી (ઈસા)એ દસ વર્ષ પહેલાં ૨૦૦૪માં રવાના કરેલા રોસેટ્ટાના પ્રવાસમાં આખરે સુખદ પડાવ આવ્યો હતો.શું છે રોસેટ્ટા યાન?’રોસેટ્ટા’ નામ ઈજિપ્તના એક સુંદર – રૃપકડા પથ્થર-નંગ પરથી રખાયું છે. રોસેટ્ટામાં ‘ઓર્બિટર’ (અંતરીક્ષમાં રહીને ઘુમતું યાન) અને ‘ફીલી’ નામનું ‘લેન્ડર’ (ધૂમકેતુની સપાટી પર ઉતરી શકે તેવું સાધન) એવા બે હિસ્સા છે. ‘ફીલી’ નામ ઈજિપ્તની નાઈલ નદીના એક રળિયામણા ટાપુ પરથી રખાયું છે. ‘રોસેટ્ટા’ અવકાશયાન ૨, માર્ચ, ૨૦૦૪ના રોજ એરિયાન રોકેટની મદદથી ફ્રેન્ચ ગુયાના ખાતેથી રવાના થયુ હતું.  દસ વર્ષ આઠ મહિના સુધી કામ કરવા માટે બનેલું રોસેટ્ટા ૨૦૦૭માં મંગળની નજીકથી પસાર થયુ હતું.રોસેટ્ટા શું સંશોધન કરશે?રોસેટ્ટા સ્પેસક્રાફ્ટનો મૂળ હેતુ ‘૬૭પી/ચુર્યુમોવ-ગેરાસીમેન્કો’ નામના ધૂમકેતુનો સંશોધનાત્મક અભ્યાસ કરવાનો છે.  આ ધૂમકેતુ પૃથ્વીથી ૫૧ કરોડ કિલોમીટર દૂર છે. ધૂમકેતુનું બંધારણ ખરેખર ક્યાં તત્વો અને પદાર્થોનું બનેલું છે, તેનું ગુરુત્વાકર્ષણ કેવું-કેટલું હોય છે, તેનું દળ અને આકાર કેવાં હોય છે, તેમાંથી ફેંકાતા વિવિધ વાયુ કયા કયા છે, તથા ધૂમકેતુની ધૂળ અને તેનું પ્લાઝમાં સ્વરૃપનું વાતાવરણ વગેરે બાબતોનું સંશોધન કરવાનો હેતુ છે, એવી માહિતી ઈસાના વિજ્ઞાાની માર્ક  મેકકોગ્રીને આપી હતી.રોસેટ્ટામાં કેવા પ્રકારના ઉપકરણો છે?યુરોપિયન સ્પેસ એજન્સીના રોસેટ્ટા મિશનના મેનેજર ફ્રેડ જેન્સને જણાવ્યું હતું કે ‘રોસેટ્ટા’માં ઓર્બિટર અને લેન્ડર એવા બે હિસ્સા છે. ‘ઓર્બિટર’માં કુલ ૧૨ વૈજ્ઞાાનિક ઉપકરણો ગોઠવાયાં છે જ્યારે ધૂમકેતુ ‘૬૭પી’ની સપાટી પર ઉતરેલા લેન્ડર ‘ફીલી’માં કુલ નવ (૯) ઉપકરણો ગોઠવાયાં છે. ‘ઓર્બિટર’ ધૂમકેતુથી દૂર એટલે કે લગભગ ૨૨ કિલોમીટર દૂર રહીને અંતરીક્ષમાં ગોળ ગોળ ફરતું રહેશે, જ્યારે તેનું લેન્ડર ‘ફીલી’ આ ધૂમકેતુની સપાટી પર સફળતાથી ઉતરી ગયું છે. ‘ફીલી’નાં ઉપકરણો ધૂમકેતુના પ્લાઝમાયુક્ત વાતાવરણનો પણ અભ્યાસ થશે. વળી, તેમાંના અત્યાધુનિક કેમેરા પણ આ ધૂમકેતુની વિશિષ્ટ તસવીરો પૃથ્વી પર મોકલશે.

landing on comet

laptop woman happy

‘VisitsToMoney’ advertising media

તાતા ઈન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજીના સિનિયર ખગોળશાસ્ત્રી ડૉ. મયંક વાહિયાએ ‘ગુજરાત સમાચાર’ને કહ્યું હતું કે ‘રોસેટ્ટા’ની ખરી કસોટી તેના લેન્ડર ‘ફીલી’ વિશે થવાની છે. લેન્ડર ‘ફીલી’ ધૂમકેતુ ‘૬૭પી’ ની સપાટી પર સફળતાથી જરૃર ઉતર્યું છે. પરંતુ હકીકતમાં આ ધુમકેતુ આપણા સૂર્યની પ્રદક્ષિણા પણ કરવાનો છે. એક વખત લેન્ડર ‘ફીલી’ ધૂમકેતુની ખાડાટેકરા અને ઉબડખાબડ સપાટી પર ઉતર્યું છે. તો તે ધૂમકેતુ સાથોસાથ સૂર્ય ફરતેની દીર્ઘ વર્તુળાકારની લાંબી ભ્રમણકક્ષામાં પણ જશે. ધૂમકેતુ જે તબક્કે સૂર્ય નજીક જશે ત્યારે તેની અસહ્ય ઉર્જા – ગરમીમાં પણ ‘ફીલી’ કેટલું સલામત રહી શકે છે, તે  મહત્વનો સવાલ છે.
કોઈપણ ધૂમકેતુનું ગુરુત્વાકર્ષણ બળ પ્રમાણમાં ઘણું ઓછું અને નબળું હોય છે. પરિણામે કોઈપણ પદાર્થ કે વસ્તુ તેની સપાટી પર પડે એટલે તે ઉછળીને દૂર પડે.

બાઉન્સ થાય. આવા સંજોગોમાં રોસેટ્ટાના લેન્ડર ‘ફીલી’ના ચાર પગમાં ખાસ પ્રકારના અને અત્યંત મજબૂત ધાતુના બનાવેલા સ્ક્રૂ-હાર્પુન્સ ધૂમકેતુની સપાટીમાં ઊંડે સુધી ઉતરીને તેની સાથે સખત રીતે જોડાયેલા રહેશે.
આવા હાર્પુન્સ મજબૂત-સખત ન હોય તો આખું લેન્ડર અંતરીક્ષમાં ઉડીને – ઉછળીને દૂર દૂર સુધી ફંગોળાઈ જાય.

ધૂમકેતુ છે શું?

ધૂમકેતુ એટલે આપણા સૌરમંડળની રચના વખતે વધેલો આકાશી પદાર્થ. સુર્યમાળાના સર્જન વખતે વિવિધ ગ્રહો-ઉપગ્રહો રચાઈ ગયા પછી જે ધૂળ, કાંકરા અને બરફનો અતિ અતિ વિપુલ જથ્થો અને વાયુ બાકી રહી ગયા તેમાંથી અસંખ્ય ધૂમકેતુઓનું સર્જન થયું. અમુક ધૂમકેતુઓ આમ તો સુર્યમાળાના છેવાડે આવેલ’ઉર્ટ’નાં વિશાળ વાદળોમાંથી બહાર આવે છે. જો કે ધૂમકેતુ ‘૬૭પી’ ગુરુના પાછળના હિસ્સામાંથી બહાર આવ્યો છે.  ધૂમ એટલે ધજા અને કેતુ એટલે પૂછડી, એવો સંસ્કૃત અર્થ પણ થાય છે. ધૂમકેતુની પૂંછડી અતિ અતિ લાંબી હોય. વળી, પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી વિપુલ જળરાશિ કોઈ ધૂમકેતુમાંથી આવી છે, એવી થિયરી પણ રજૂ થઈ છે.[More….]

http://en.wikipedia.org/wiki/Philae_%28spacecraft%29

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s