આ ભારતીય આર્કિટેક્ટે અમેરિકામાં ઉજ્જવળ કરી આપણા દેશની શાન

તેમણે એક આર્કિટેક્ટ તરીકે જટિલ સમસ્યાઓના સરળ ઉકેલ મેળવીને ભારતમાં નવી આશાઓ જગાવી છે.

alok shetty in Sandesh                                      28 વર્ષિય ભારતીય આર્કિટેક્ટને ટાઇમ મેગેઝિન ઝૂંપડપટ્ટીઓમાં રહેનાર લોકો માટે પૂર પ્રૂફ ઘર ડિઝાઇન કરવા માટે લીડર ઓફ ટુમોરો જાહેર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે  ઝૂંપડપટ્ટીઓ માટે પૂર સામે રક્ષણ આપે તેવાં મકાનો તૈયાર કરવામાં પાયાની કામગીરી કરનાર ભારતીય આર્કિટેક્ટ આલોક શેટ્ટીને ટાઇમ મેગેઝિન દ્વારા યંગ લીડર ઓફ ટુમોરો જાહેર કરાયા છે. ટાઇમ મેગેઝિન દ્વારા છ યુવાનોની આગામી પેઢીના લીડરો તરીકે પસંદગી કરાઇ છે, જેમાંના એક આલોક શેટ્ટી છે. ટાઇમ મેગેઝિને જણાવ્યું હતું કે આલોક શેટ્ટી પણ આવતી કાલના લીડર છે. તેમણે એક આર્કિટેક્ટ તરીકે જટિલ સમસ્યાઓના સરળ ઉકેલ મેળવીને ભારતમાં નવી આશાઓ જગાવી છે.

ભૂમિપુત્ર આર્કિટેક્ચર

બેંગલોરની એનજીઓ પરિણામ ફાઉન્ડેશન સાથે કામ કરતા આલોક શેટ્ટી સેંકડો ઝૂંપડાંવાસીઓ માટે મકાનોનીALOKSHETTY ડિઝાઇન તૈયાર કરે છે. ભારે વરસાદમાં ઝૂંપડપટ્ટીમાં પાણી ઘૂસી જાય છે અને તે મેલેરિયા ફેલાવતાં મચ્છરોનાં ઉત્પાદનકેન્દ્રો બને છે. હાલ આલોક શેટ્ટી લગભગ ૨,૦૦૦ લોકોની વસતી ધરાવતી એલઆરડીઈ ઝૂંપડપટ્ટીમાં કામ કરી રહ્યા છે.

કોલંબિયા યુનિર્વિસટીમાંથી અનુસ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરનાર શેટ્ટીએ ૩૦૦ ડોલર એટલે કે ૧૮,૦૦૦ રૃપિયામાં વાંસ, લાકડાં અને અન્ય સામગ્રીમાંથી ફ્લડપ્રૂફ મકાનો તૈયાર કર્યાં છે. આ પ્રકારનાં મકાનો ઊભાં કરવાં અને આટોપી લેવામાં ઘણાં સરળ પડે છે અને ફક્ત ચાર કલાકમાં આ પ્રકારનું મકાન તૈયાર કરી

Amazon Festival Season Gift Store

શકાય છે. મકાન પર થતો ખર્ચ હજુ ઓછો કરવા માટે શેટ્ટી હવે સરકાર પાસે સબસિડીની માગ કરી રહ્યા છે, જેથી વધુ ગરીબ લોકોને આ મકાન આપી શકાય. આલોક શેટ્ટી કહે છે કે ગ્રામીણ ભારતમાં મારા પ્રવાસોમાં મેં જોયું કે આરોગ્ય અને શિક્ષણસેવાઓ અત્યંત દારૃણ સ્થિતિમાં છે.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s