એક વયો:વૃધ્ધ મહિલાના મુખ પર સ્મિત રેલાવવા માટે નિમિત્ત બનેલા પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ.

૧૦૭ વર્ષીય વૃદ્ધાને પ્રાથમિક શાળામાં એડમીશન !

Anna_Eriksson

સન ૨૦૧૨ની સાલમાં એક પ્રિન્સીપાલ પોતાની ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર પર એક યાદી બનાવી રહ્યા હતાં. એમના પરગણામાં આવેલા જે બાળકો ૫ વર્ષના થયા હોય તેઓને શાળા તરફથી શાળાપ્રવેશ કાજ આમંત્રણ મોકલવાનું હતું. એક નામ સામે એમનાં માઉસનું કર્સર અટકી ગયું. જે બાળક ૨૦૦૫માં જન્મેલ હોય તે હવે ૫ વર્ષના થયા હોય, એટલે એમનો શાળાપ્રવેશનો સમય થયો કહેવાય. પણ કોમ્પ્યુટર આ બાળકનું જન્મવર્ષ બતાવતું હતું ૧૯૦૭!

જરા હસીને પ્રિન્સીપાલ મનોમન બબડ્યા. ‘કારકુને ડેટા એન્ટ્રીમાં કોઈ ચૂક કરી લાગે છે’ અને એ વિદ્યાર્થીનું નામ ઇન્વીટેશન યાદીમાં સામેલ કરી દીધું. મઝાની વાત એ હતી કે એ વિસ્તારમાં સર્વે કરવાની જેની જવાબદારી હતી તે કર્મચારી એ ભૂલથી ૧૯૦૭માં જન્મેલ એક વૃધ્ધાનું નામ ૨૦૦૭માં જન્મેલ બાળકોમાં ઉમેરી દીધું.

પછી તો એ પત્ર પહોચ્યો પૂર્વ સ્વેડનનાં નર્સિંગ હોમમાં રહેતી વૃધ્ધા અન્ના એરિક્સન હાથમાં, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા અને ખુશ પણ થયા, કેમકે એમને એમના બચપણના સ્કુલના દિવસોની યાદ આવી ગઈ. દાદીમા તો પોતાની પુત્રી અને પત્ર સાથે પહોચ્યા સ્કુલે. જયારે તેઓ પ્રિન્સીપાલ મેડમ મેરીઆના એરિક્સનને મળ્યા તો ભારે રમુજ ફેલાઈ ગઈ. દાદીમાની પુત્રી એ ભૂલ પ્રત્યે ધ્યાન દોર્યું. દાદીમાનું સ્વાગત કરવામાં આવ્યું અને તેઓ કોફી પી ને છુટા પડ્યા.

એક ગઝલ યાદ આવી ગઈ :

એ શોહરત ભી લે લો, એ દૌલત ભી લે લો.

મુઝે લૌટા દો વો બચપન કા સાવન,

વો કાગઝકી કશ્તી, વો બારીશકા પાની.

 અસલ સમાચાર અંગ્રેજીમાં વિસ્તારથી વાંચવા માટે અહી કલીક કરો…..[More]

 

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s