ગુજરાતના ૧૮ વર્ષથી નાના બાળકોના દુસાધ્ય રોગોની વિના મુલ્ય સારવાર માટે આશાનો હાથવગો દરવાજો ઉઘાડી આપવામાં તર્જની અને એના માતા-પિતા સુખદ નિમિત્ત બન્યા.

બ્રેઇન ડેડ આદિવાસી બાળકનું અંગદાન વડોદરાની તર્જનીને નવજીવન મળ્યું !

કુદરતના કરિશ્માનો પાર કોણ પામી શકે ?

માંડ આઠ વર્ષની બાળકીએ કીડનીમાંથી સ્ટોન કઢાવવા માટે ૧૪-૧૫ ઓપરેશન કરાવવા પડે

એને વિધિની કઇ ચાલ કહેવી ?

This slideshow requires JavaScript.

Health & Family Welfare Department

The School Health Programme

મૂળ ભરૃચ જિલ્લાના બ્રાહ્મણ-માવતરની બાળકી તર્જનીને જન્મથી જ પેશાબનું પ્રમાણ વધુ હતું. તબીબી સલાહને માનીને કીડનીની સોનોગ્રાફી કરાવતા એમાં નેફ્રોકેલ્સિનોસિસ હોવાનું જણાયું. મુંબઇના પિડિયાટ્રિક નેફ્રોલોજિસ્ટે વધુ સારવારના ભાગરૃપે વિવિધ ટેસ્ટ કરાવ્યા. એમની સલાહથી તર્જનીના યુરિન ગ્લાયકોલેટ અને ક્લીસરેટ મેયો ક્લીનીક અમેરિકા ખાતે મોકલાવતા દર્દીને પ્રાઇમરી હાઇપરોકઝાલુરિઆ ટાઇપ-૧ (લીવર એન્ઝાઇમ ડેફિશિયન્સી)ની તકલીફ હોવાનું નિદાન થયું. આ બીમારીમાં શરીરમાં ઓકઝોલેટનું પ્રમાણ વધતા શરીરની, કેલ્શિયમ પચાવવાની શક્તિ ઓછી થઇ જાય છે, જેથી એ કેલ્શિયમ કીડનીમાં જમા થાય અને સ્ટોન બને.
નવ માસની તર્જની માટે લીવર અને કીડની ટ્રાન્સપ્લાન્ટ જ એકમાત્ર ઉપાય હતો. અન્ય એક તબીબી સલાહ અનુસાર સ્ટેમસેલ દ્વારા લીવરમાં એન્ઝાઇમ ઉત્પન્ન કરવા માટે દર્દીને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
પુત્રીની કીડની બચાવવાના પ્રયાસરૃપે સરકારના ‘સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ’ અંતર્ગત દર્દીની કીડનીમાંથી સ્ટોન કઢાવવા નાના-મોટા ઓપરેશન કરાવાયા. પુત્રીની પીડા જોઇને માતા-પિતાએ પોતે લીવર અને કીડની આપી ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયારી બતાવી. તબીબે અભિપ્રાય આપ્યો કે ટ્રાન્સપ્લાન્ટ માટે દર્દી યોગ્ય ઉંમરની નથી.
તર્જની હવે સાડા આઠ વર્ષની થઇ હતી. એણએ કીડનીમાંથી સ્ટોન કઢાવવા માટે અત્યાર સુધી ૧૪-૧૫ ઓપરેશન કરાવવા પડયા હતા. ગત એપ્રિલમાં આ પ્રકારના ઓપરેશનનો વધુ ભાર દર્દીની તબીયત સહન ન કરી શકતા શરીરમાં મોટા બોલિક્સ ડિસઓર્ડરના પરિણામે તર્જનીની કીડની સંપૂર્ણપણે ફેઇલ થઇ ગઇ. ટ્રાન્સ પ્લાન્ટ તાકીદનું બન્યું.


હોસ્પીટલના તબીબો આટલી નાની ઉંમરના બાળક પર આ પ્રકારના ઓપરેશનના વધુ અભ્યાસ માટે સ્ટોકહોમ (સ્વીડન) ગયા. અમદાવાદની હોસ્પીટલમાં રહેલી દર્દીને કીડની ફેઇલ જતાં હિમો ડાયાલિસિસ શરૃ કરાયું.


૨૦ દિવસની વિદેશી તાલીમ બાદ તબીબો ભારત પાછા ફર્યા. દરમિયાન દર્દીના ફેફસાંમાં પાણી ભરાતા એને ૨૪ કલાક ઓકસિજન પર રાખવી પડતી હતી. છેવટે ઉપાયરૃપે તર્જનીના શરીરમાં એના માતા પિતાના લિવર અને કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નક્કી થયુ.
કુદરતને માણસના કર્મફળના લેણદેણના હિસાબ કિતાબનો પરફેકટ ભાવો મેળવવાનો હોય છે.


દરમિયાન વડોદરા જિલ્લાના નસવાડી તાલુકાનું એક આદિવાસી દંપતિ જીવન નિર્વાહ માટે ભાવનગર ગયુ હતુ. એના સાત વર્ષના પુત્રને માર્ગ અકસ્માત થયો. જેને સારવાર વખતે ભાવનગરના તબીબે બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો.


તર્જનીને અમદાવાદની જે હોસ્પીટલમાં દાખલ કરાઇ હતી. ત્યાં ઉપરોક્ત ઘટનાની જાણ થતાં ત્યાંના તબીબો ભાવનગરની હોસ્પીટલમાં પહોંચી ગયા .
આદિવાસી બાળકના માતા-પિતાને બ્રેઇન ડેડ સંતાનના અંગદાન માટે સમજાવીને તૈયાર કરાયા. કુદરતે પણ સાથ આપતા સપ્ટેમ્બર, ૨૦૧૩માં ૧૬ કલાકના સફળ ઓપરેશન પછી બ્રેઇન ડેડ થયેલા સાત વર્ષના બાળકના કીડની અને લીવરનું તર્જનીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું.


બ્રેઇન ડેડ આદિવાસી બાળકનું થોડા સમયમાં મૃત્યું હતુ. પરંતુ હવે નિયમિત શાળાએ જતી થયેલી વિદ્યાર્થિની તર્જનીના શરીરને હરતુ-ફરતું રાખતા આદિવાસી બાળકના કીડની અને લીવરના પ્રતાપે એ જીવંત જ છે.

સરકારી કર્મચારીઓની નિષ્ઠા રંગ લાવી અને એક બાળક ઉગરી ગયું.
ભરૃચ જિલ્લા પંચાયતના આરોગ્યકર્મીઓએ પુરૃં પાડેલું માર્ગદર્શન દીવાદાંડી બન્યું.

જેના માટે કીડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટ અનિવાર્ય બન્યું હતું એ બાળદર્દી તર્જનીને વૈકલ્પીક સારવાર રૃપે સ્ટેમસેલ દ્વારા લીવરમાં એન્ઝાઇમ ઉત્પન્ન કરવું જરૃરી બનતાં એને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. મધ્યમર્ગના માવતર પુત્રીની સારવાર પાછળ બે લાખ તો ખર્ચી ચૂકયા હતા. હવે ?
ભરૃચનાં વતની આ માતા-પિતાએ ભરૃચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાનો સંપર્ક કર્યો. ત્યાંનાં અનુભવી કર્મચારીઓએ ગુજરાત સરકારના સ્કૂલ હેલ્થ કાર્યક્રમની સમજણ, તર્જનીના માતા-પિતાને પૂરી પાડી.
આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના ૧૮ વર્ષથી નાના કોઇ પણ બાળકને કીડની, હૃદય કેન્સર, થેલેસિમિયા જેવી ગંભીર બીમારીની સારવાર સરકારી હોસ્પિટલમાં મફત પૂરી પડાય છે.
તર્જનીમાં ટ્રાન્સપ્લાન્ટ- સારવાર માટે જરૃરી ૧૫ થી ૨૦ લાખનો ખર્ચ પણ ઉપરોક્ત સ્કૂલ હેલ્થ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારે મંજુર કર્યો.
અમદાવાદની હોસ્પિટલ અને રાજ્ય સરકારના સ્કૂલ હેલ્થ કાર્યક્રમ સાથે સંલગ્ન અધિકારીઓ અને કર્ચમારીઓના સંનિષ્ઠ પ્રયાસોનાં પરિણામે તર્જનીની નઃશુલ્ક સારવાર શક્ય બની.

ગુજરાતના ૧૮ વર્ષથી નાના બાળકોના દુસાધ્ય રોગોની સારવાર માટે આશાનો હાથવગો દરવાજો ઉઘાડી આપવામાં

તર્જની અને એના માતા-પિતા સુખદ નિમિત બન્યા.[More…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s