ખેડૂતો આધુનિક ટેક્નોલોજી સાથે કદમ મેળવી ઓછા ખર્ચે વધુ કમાયા

આધુનિક ટેકનોલોજી મદદથી તેઓએ ઓછા ખર્ચે વધુ ખેત ઉત્પાદન.

– આણંદના ખેડૂતોએ ખેતી ઉજાળી
– આધુનિક ટેકનોલોજી સાથે કદમ મિલાવતાં આણંદ જિલ્લાના ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડી ઓછા ખર્ચે વધુ આવક મેળવવી પોતાની કાબેલિયત સાબિત કરી બતાવી
– જિલ્લાના અન્ય ખેડૂતોને આધુનિક ખેતીનો રસ્તો બતાવ્યો
agrotech 1

ટ્રાન્સપ્લાન્ટર પેડી મશીન દ્વારા રોપણી

આવડે તો ખેતી નહીંતર ફજેતી,

આ કહેવત વર્ષો પહેલાં વડીલો કહી ગયાં હતાં, કારણ કે ખેતીમાં મહેનત, ધૈર્ય, આવડત, કુનેહ સહિ‌તના ગુણો ખેડૂતમાં હોવો જરૂરી છે. આ ઉપરાંત કુદરતી સાથે તાલમેલ મિલાવવાની કૂશળતાં પણ એટલી જ જરૂરી છે. વાતાવરણમાં થોડો ફેરફાર પણ ખેતીને મોટું નુકશાન કરી શકે છે, ત્યારે અગાઉથી જ હવામાનને પારખી જતાં ખેડૂતો આગોતરા પગલાં ભરી પાક બચાવી લેતાં હોય છે.

આણંદ જિલ્લાના ખેડૂતો પણ એટલાં જ હોશિયાર છે, પરંપરાગત ખેતી છોડી તેઓએ હવે જમાના સાથે કદમ મિલાવવાનું શીખી ગયાં છે. આધુનિક ટેકનોલોજી મદદથી તેઓએ ઓછા ખર્ચે વધુ ખેત ઉત્પાદન મેળવવાનું શરૂ કરી દીધું છે. જિલ્લામાં ચાલી રહેલાં કૃષિ મહોત્સવ દરમિયાન આવા અનેક ખેડૂતોએ પોતાની આવડત અને અનુભવ અન્ય ખેડૂતોને જણાવ્યાં હતાં.

ટ્રાન્સપ્લાન્ટર પેડી મશીન દ્વારા રોપણી
 
આણંદ જિલ્લાના તારાપુરના વતની એવા મહેન્દ્રભાઈ કાન્તીભાઈ પટેલ ૪પ વર્ષના છે અને તેઓએ ઓટોમેટીક ટ્રાન્સપ્લાન્ટર પેડી મશીન દ્વારા રોપણી કરી મજૂરી ખર્ચ બચાવ્યો હતો. આ અંગે મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે ‘તારાપુર ખાતે સરકારી બોરકુવા પાસે આશરે ૧પ વીઘા જમીન આવેલી છે. જેમાં કાકા સાથે સંયુક્ત ખેતી કરી રહ્યાં છીએ. વર્ષ ૨૦૧૨માં એક એકરમાં ઓટોમેટીક ટ્રાન્સપ્લાન્ટર પેડી મશીન દ્વારા ડાંગરનું ધરૂ નાંખી રોપણી કરી હતી.
 
જેમાં રૂા.૩પ૦૦ મજુરી ખર્ચની સામે ૧૧૦ મણ ડાંગરનું ઉત્પાદન થયું હતું. જેમાં રૂા.૩૮,પ૦૦ની આવક મેળવી હતી. આમ રૂા.૩પ,૦૦૦નો નફો થયો હતો. ઉપરાંત એક એકરમાં પુરીયામાંથી રૂા.૪૦૦૦ની આવક મેળવી હતી. આ ઓટોમેટીક ટ્રાન્સપ્લાન્ટર પેડી મશીનની તપાસ કરી છે જે રૂા.૧,૨૦,૦૦૦નું આવે છે, જેમાં રૂા.૪પ હજારની સબસીડી પણ મળે છે. મશીન દ્વારા રોપણી કરતાં ઉત્પાદન સારૂ મળે છે. છોડ કોહવાતો નથી. જેને કારણે હવે મેં પોતે આ મશીન ખરીદવાનો નિર્ણય કર્યો છે.

agrotech 2

ટિસ્યુકલ્ચર પ્લાન્ટથી પાકની ઝડપથી વૃદ્ધિ

ટિસ્યુકલ્ચર પ્લાન્ટથી પાકની ઝડપથી વૃદ્ધિ

બોરસદ તાલુકાના સંતોકપુરા રહેતા ૪પ વર્ષના પટેલ કમલેશભાઈ તળશીભાઈ બેસ્ટ પ્રેક્ટાઇસીસની વિગત જણાવતાં કહે છે કે ‘બે વીઘામાં ટીસ્યુકલ્ચર પ્લાન્ટનું ઉત્પાદન પ્રિહાર્ડનીંગ હાર્ડનીંગ કેપેસીટી ૧૨ લાખ છોડ, ધરૂનું ઉત્પાદન ૮૦ લાખ છોડ. વેરાઇટીમાં કલર કેપ્સીકમ, ગ્રીન કેપ્સીકમ, મરચી, ટામેટી, રીંગણ અને હજારીનું વાવેતરમાં ટીસ્યુ કલ્ચર છોડનું વાવેતર કરવાથી ૨પથી ૭૦ ટકાની વધારે આવક વધે છે. કેળની ખેતીનો સમય ગાળો ઓછો થાય છે, જેથી ચોમાસાની બીજી સિઝન માટે ખેતર બીજા પાકની રોપણી માટે તૈયાર થઇ જાય છે. જેમાં વપરાતું પાણી ને મિડીયા સ્ટરાઇવ હોય છે.’

ડ્રીપ ઇરીગેશન-સજીવ ખેતીથી આવક વધારી
 
આણંદ તાલુકાના બોરીયાવી ગામના ખેડૂત દેવેશભાઈ રમેશભાઈ પટેલે લેબર લેસ ટેકનોલોજી ડેવલપ કરી છે. આ ટેકનોલોજીના કારણે એક હેક્ટરમાં રૂા.પ૦,૦૦૦ની મજુરી ચુકવતા ૨પ મજૂરો જે કામ કરે તે માત્ર રૂા.પ,૦૦૦ રૂા. ખર્ચ થતાં ફક્ત પાંચ મજુરોની જ જરૂર પડે છે. દેવેશભાઈ પટેલે બોરીયાવી ખાતે વીસ વીઘા જમીન ધરાવે છે, જેમાં છ વીઘામાં ડ્રીપ ઈરીગેશન પધ્ધતિ અપનાવી છે અને વીસ વીઘામાં સજીવ ખેતી કરે છે. મલેશીયાના પ્રવાસ બાદ તેમનું માનવું છે કે ગ્રીન હાઉસ, પોલી હાઉસ તરફ વળી જવું જરૂરી છે.
 
તેના થકી ઘણો ફાયદો થાય તેમ છે. દેવેશભાઈએ ખેડૂતોને જણાવે છે કે ‘પ્રમાણીત સજીવ ખેતી કરીને આદુ, હળદર અને બટાકાનું મૂલ્ય વર્ધન તથા માર્કેટીંગની વિગતો તથા ઉપયોગીતામાં સજીવ ખેતી કરવાથી ઇનપૂટ્સ કોસ્ટ ઓછી આવે છે. આઉટપુટ વધારે મળે છે. સજીવ ખેતી કરવાથી પાકની ટકાઉ શક્તિ વધી જાય છે. ઉત્પાદન વધારે આવે છે. આદુ હળદર અને બટાકામાં મૂલ્યવર્ધન કરવાથી આવક વધી છાય છે. મૂલ્ય વર્ધન કરવા માટે જાતે મશીન બનાવ્યાં છે. જેથી ખૂબ જ ઓછા ખર્ચે મૂલ્યવર્ધન તૈયાર થાય છે અને બ્રાન્ડ સાથે જાતે માર્કેટીંગ કરીને બમણી આવક મેળવી છે.’

આ પણ વાંચો: વલસાડ તાલુકાના સી.એ. થયેલા ખેડૂતની અનોખી સિધ્ધી-પોલી હાઉસમા સકરટેટી ઉગાડી હાઇટેક ખેતીનો પરચો બતાવ્યો.

 

બોરસદ તાલુકાના ઝારોલા ગામના ખેડૂતે લો કોસ્ટ ટેક્નોલોજીથી આધુનિક તબેલો બનાવ્યો.

બોરસદ તાલુકાના ઝારોલા ગામના ૩૯ વર્ષના જયેશભાઈ શંભુભાઈ પટેલ કે જેઓએ બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે તદ્દન ઓછી કિંમતમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ગાયો અને ભેંસ માટે રહેઠાણ (શેડ) બનાવ્યો છે. તેમાં ૩૦ મિનિટમાં જ ૧૦ ગાયને પાણીથી નવડાવી દૂધ કાઢી શકાય તેવી આધુનીક સગવડતા કરવામાં આવે છે. આ ઉપરાંત છાણ – ગૌમૂત્રમાંથી બાયોગેસ ઉત્પાદન કરી બચેલાં ઘન કચરામાંથી સોલીડ અને લીકવીડ મટીરીયલ અલગ તારવી શકાય તેવું મશીન પોતાની કોઠાસૂઝ પ્રમાણે બનાવ્યું છે. આ ઉપરાંત સીલો ટેકનોલોજીનો ઉપયોગ પણ કર્યો છે. આ અંગે જયેશભાઈએ જણાવ્યું હતું કે ‘લો કોસ્ટ ટેકનોલોજીમાં ગાયોને બાંધવામાં આવતી નથી.

જેથી પગના રોગો જેવા કે વા, ખરી વધતી અટકે છે. પુરતી કસરત મળે છે, ગાયોને ખાવા પીવા માટે હરિફાઈ ન હોવાથી માનસીક તાણમાંથી મુક્ત રહે છે. જેના કારણે દૂધ ઉત્પાદનમાં વધારો જોવા મળે છે. ગાયોને ખંજવાળવા માટે ગ્રોમીંગ બ્રશ અને ૨૪ કલાક પાણીની અલાયદી વ્યવસ્થા રાખવામાં આવી છે. ગાયોને નવડાવવા (બાથીંગ) માટે અને દૂધ દોહવા માટે આધુનિક મશીન બનાવ્યું છે. જેમાં ૨પથી ૩૦ મિનિટમાં ૧૦ ગાયો નવડાવી શકાય છે તેમજ દૂધ દોહી શકાય છે. જેના કારણે સમય, વિજળી અને માણસની બચત થાય છે. એક ગાયનું વાર્ષિ‌ક દૂધ ઉત્પાદન ત્રણ હજાર લીટર થાય છે અને તેમાંથી સરેરાશ ૮૦ હજાર રૂપિયાની આવક થાય છે.’[More…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s