ઓલપાડના લતાબેનને કૃષિમેળાએ આપ્યું માર્ગદર્શન. તેમને કૃષિ એવોર્ડ મળવો જોઈએ કે નહિ?

જ્યારે આનંદીબહેને ૨૦૧૪નુ વર્ષ કૃષિ વર્ષ તરીકે જાહેર કરાયું છે,

તો આ  લતા બહેન ૨૦૧૪ન કૃષિ એવોર્ડના પ્રબળ દાવેદાર ગણાય કે નહિ?

This slideshow requires JavaScript.

‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ એવી એક ગુજરાતી કહેવત છે, જે  આત્મવિશ્વાસ હોય તો મુશ્કેલ કાર્ય પણ કરી શકાય એવી શિખામણ આપે છે. જો કે  આ કહેવતમાં મરદનો ઉલ્લેખ છે પણ બહુધા મહિલાઓ આવા મામલામાં પુરુષો કરતા ચડિયાતી પુરવાર થાય છે, એટલે હવે આ કહેવતને સુધારવી પડશે એમ લાગે છે.

સુરત જીલ્લાનાં ઉત્તર-પશ્ચિમ દિશાએ દરિયાના ખારપાટની જમીનોથી ભરપુર એક વિસ્તાર છે જ્યાં ઓલપાડ તાલુકાનાં ઘણાં ગામ વસેલા છે. જેમના ખેડૂતોની જમીનો ખારપાટ છે, અને ત્યાં કંટાળા બાવળિયા સિવાય કાઈ ઉગતું નથી. આવી બિન ઉપજાઉ જમીન મોટા ભાગે તો વેચીને ખેડૂતો રોકડી કરી લેતા હોય છે. ખેડૂત મટીને નોકર બની જતા હોય છે.

પરંતુ ઓલપાડના મન્દ્રોઈ ગામના લતાબહેન પ્રભુભાઈ પટેલ કોઈ જુદી જ માટીનાં બનેલા હતા. જ્યારે તેમના માતૃશ્રીનુ અવસાન થયું તો તેઓ અને તેમની બીજી બે બહેનોને વારસામાં બિનઉપજાઉ, બાવળિયાથી છવાયેલી ખારપાટની જમીન મળી. ગામલોકો સલાહ આપતા હતા કે વેચી નાખો પરંતુ એમનું મન માનતું નહતું. વારસાગત જમીન એક વાર વેચાઈ જાય પછી કોઈ કાળે પાછી આવે નહિ.

આ પણ વાંચો:   ગુજરાતી યુવતી ઘર આંગણે ખેતી કરીને કમાય છે.

તેમના સદનસીબે અખબારમાં જાહેરાત વાંચીને ગુજરાતમાં દર વર્ષે મે માસ માં ભરાતા કૃષિમેળાની મુલાકાતે જવાનું થયું અને ત્યાં ખેતી માટે વિવિધ માર્ગદર્શન મળ્યા અને એમને ખારપાટની જમીનમાં કાંઈક થઇ શકે કેમ તેનું સંશોધન કરવાનિ ઈચ્છા થઇ.

ગામલોકો અને કુટુંબીજનોનો ઇન વિરોધ છતાં પણ તેમને જમીનને સાફ કરાવી અને ખેતી વાડી ખાતાના માર્ગદર્શન હેઠળ પોતાનો પ્રોજેક્ટ અમલમાં મુક્યો.રાજ્ય સરકારના વ્યારામાં આવેલા જળ જમીન સંશોધન વિભાગના અધિકારીઓ રૂબરૂ જમીન જોવા આવ્યા અને જમીનની ચકાસણી કરી. મીઠા પાણીની સવલત મળે તે માટે એક એકરની ખેત તલાવડી બનાવી. આ તલાવડીથી ૪૦ વાર દૂર આવેલી ખાડીમાંથી પીવીસીની પાઈપ લાઈન દ્વારા પાણી ભેગું કર્યું અને  ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી ચાલુ કરી. સરકાર તરફથી ટપક સિંચાઈ માટે ૫૦ ટકા સહાય આપવામાં આવે છે તે મેળવી. જમીનની ખેડ કરાવીને જુવાર,સોયાબીન,આંબા અને ચીકુ વગેરેનું પ્રાયોગિક ઘોરણે વાવતેર કર્યું. લગભગ બે લાખનો ખર્ચો અને બધાના વિરોધ, હાંસી વચ્ચે આખરે સફળતા મળી. આ તમામ કામગીરી રાજ્ય સરકારના બાગાયત કૃષિખાતાનાં તથા અન્ય ખાતાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જ કરી છે. આજે  લાતાબેનનું ખેતર લીલું છમ થઈ ગયું છે.

જો તે વેળાએ ૧૫૦૦૦ એકરે જમીન વેચી હોત તો પૈસા વાપરીને નવરા થઈ ગયા હોત, પણ એક ધ્યેય, પરિશ્રમ અને રાજ્ય સરકારના દિશાસૂચન થકી આજે જમીનની ફળદ્રુપતા જળવાઈ-પાક મેળવતા થયા. અત્યાર સુધી પાંચેક લાખ જેટલું કમાયા.ગામલોકો પણ હવે સલાહ માંગવા આવતા થયા.

લતા બેને કહયું કે, હું રાજ્ય સરકારની ઋણી છું. મહિલાઓ સ્વમાનભેર જીવન ગુજારે તે માટે મળી રહેલા પ્રોત્સાહનો જ આગળ વધવામાં પાયારૂપ બન્યા છે.[more…]

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s