ક્ષમા સાવંત : અમેરિકામાં ભારતીય નારીશક્તિનો પરચો અને ગાંધીગિરી.

ભારતીય મુળની મહિલાએ યુ. એસ.માં સૌથી વધુ લઘુતમ વેતન અપાવ્યું.

અમેરિકાનાં સિએટલ શહેરમાં સોમવારે એક કાયદો પસાર કરવામાં આવ્યો જે અંતર્ગત અહીં કામકાજમાં લઘુતમ વેતન વધારીને ૧૫ ડોલર પ્રતિ કલાક કરી દેવામાં આવ્યું છે. વેતનનો આ દર અત્યારસુધી આપવામાં આવતાં વેતન કરતાં સૌથી વધુ છે.

This slideshow requires JavaScript.

શહેરના મજૂરોને મળેલી આ સફળતા લાંબા સમયથી ચાલતાં અભિયાનને આભારી છે. આ અભિયાન ભારતમાં જન્મેલી એક મહિલાની આગેવાનીમાં ચાલ્યું હતું. આ મહિલાનું નામ ક્ષમા સાવંત છે, જેમનો જન્મ ભારતમાં થયો હતો પણ બાદમાં તેઓ અમેરિકામાં જઇને રહેવા લાગ્યાં હતાં, ક્ષમા ૪૧ વર્ષનાં જ છે અને પોતે સમાજવાદી તરીકે પ્રખ્યાત છે. ક્ષમાની મહેનતને પગલે સોમવારે અમેરિકામાં સિટી કાઉન્સિલે લઘુતમ વેતન ૧૫ ડોલર આપ્યો હતો.

Links

The Seattle Times.

THE TIMES OF INDIA/US

ક્ષમા સાવંત ગત સાતમી નવેમ્બરે સિએટલ સિટી કાઉન્સિલમાં સોશિયાલિસ્ટ અલ્ટરનેટિવ કેન્ડિડેટ તરીકે પસંદગી પામ્યાં હતાં, તેમની જીત પાછળ લઘુતમ વેતન વધારવા અને અમીરો પર ટેક્સ લગાવવા જેવા વાયદાઓ માનવામાં આવે છે.

અમેરિકામાં સોશિયાલિસ્ટને શંકાની દૃષ્ટિએ જોવામાં આવે છે. ક્ષમાની જીત એક આશ્ચર્ય હોવાનું માનવામાં આવે છે.

ક્ષમાનો જન્મ પુણેમાં થયો હતો, તેમણે મુંબઇથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો, બાદમાં અમેરિકામાં જઇને તેમણે સોફ્ટવેર એન્જિનિયર તરીકે પણ કામ કર્યું, બાદમાં ઇકોનોમીમાં પીએચડીનો અભ્યાસ કર્યો. ઇકોનોમીનો અભ્યાસ કરવા પાછળનું કારણ રાજનૈતિક અને સામાજિક સવાલોના જવાબ મેળવવાનું હતું તેમ ક્ષમાએ જણાવ્યું હતું. ગત નવેમ્બર માસમાં તેમણે જણાવ્યું હતું કે હું દિલથી હંમેશાં એક સોશિયાલિસ્ટ રહી છું.

અમેરિકામાં કેપિટાલિસ્ટને પોષે તેવું જ શિક્ષણ આપવામાં આવે છે, જેમાં એવું કહેવાય છે કે

યુનિયન્સ કેટલાંક ખરાબ છે અને ગરીબ એટલા માટે ગરીબ છે કે, તેઓ સુસ્ત છે.

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s