ધર્મવીર કામ્બોજ : એક રીક્ષાચાલકમાંથી ઉદ્યોગ સાહસીકમાં રૂપાંતર.

ખેતી અને વેપારનો સુભગ સમન્વયથી ઉગી શકે સોનાનો સુરજ.

આપણો દેશ જે ખેતીપ્રધાન હતો; તે આર્થિક ઉદારીકરણ ના વાવાઝોડામાં મુડીપ્રધાન થઇ ગયો અને એમાં એવું થયું કે જેની પાસે મૂડી હોય તેની પાસે પાવર હોય. મજદૂર અને ખેડૂત બિચારા થઇ ગયા. ખરી રીતે ભારતમાં મિશ્ર અર્થતંત્ર(મુડીપ્રધાન+ખેતીપ્રધાન) હોવું જોઈએ. કારણ કે જ્યાં સુધી આપણો રોટલો આપણે જાતે ન રળીએ ત્યાં સુધી આર્થિક અને સામાજીક સ્વનિર્ભરતા આવી મુશ્કેલ છે. આવા સમયમાં આ ધર્મવીર ભાઈ કમ્બોજની આપવીતી આ બ્લોગના વાંચકોને ઘણી પ્રેરણા રૂપ થઇ શકે એમ લાગે છે.

kambojધર્મવીર કામ્બોજ એક  રીક્ષા ચાલક:

દિલ્હીની સડકો પર રોજ હજારો રીક્ષાઓ ભાગતી જોઈએ છે. આ ચાલકો જયારે ઘરેથી નીકળે ત્યારે તેમને પોતાને પણ ખબર નથી હોતી કે દિવસ દરમ્યાન ક્યા ક્યાં જશે અને આખો દિવસ આ ટ્રાફિકમાં ગાડી ચલાવ્યા પછી સાંજે સલામત પાછા ઘરે આવી શકાશે કે નહી. કારણ કે આ તો રોજનું લાગ્યું, ગમે ત્યારે અકસ્માત થવાની શક્યતા. ધર્મવીરભાઈ પણ આ હજારો રીક્ષા ચાલકો માંહેના એક હતા. જે પેડલ રીક્ષા ચલાવતા હતા. ગરમી, ઠંડી કે વરસાદ. એમનું કામ પાછળ મુસાફરોને બેસાડીને પેડલ મારવાનું. આ કામ ખરેખર ખુબ શ્રમ માંગી લે છે.

આ પણ વાંચો:વલસાડમાં હાઈટેક ખેતી...

એક કમનસીબ ઘડી અને એમનો અકસ્માત થયો અને તે એમની રીક્ષા ચલાવવાનું છુટી ગયું. બેરોજગાર થઇ ગયા, પણ જે કમનસીબ દીસતું હતું તેને સદનસીબ બનીગયું. એક રીક્ષા ચાલકમાં થી તેઓ બની ગયા ઉદ્યોગ સાહસિક.

ધર્મવીર કમ્બોજ એક ઉદ્યોગ સાહસિક તરીકે:

હવે રીક્ષા ચલાવાય તેમ ન હોવાથી વૈકલ્પિક રોજગારની શોધ કરતાં કરતાં તેમને ધ્યાન આવ્યું કે આમળાના રસની લોકોમાં ઘણી માંગ છે અને તે બજારમાં સહેલાઇથી ઉપલબ્ધ નથી. એમને આમળાના રસનો એક ગૃહઉદ્યોગ નાખી દીધો અને આજે એમની મહેનત રંગ લાવી છે.

આજે વરસે દહાડે તેઓ જે આવકવેરો ભારે છે તે જ રૂપિયા ૭૦ લાખ જેટલો થાય છે:

ઘણી વખત જે મુશ્કેલી આવે છે તે પોતાના કરંડિયામાં હજારો નવી તક રૂપી પતંગિયા છુપાવીને આવતી હોય છે. ઉપર વાળો આપણી પરીક્ષા લેતો હોય છે. ત્યારે નિરાશ થઇને આપઘાતના વિચારો કરવા કરતા, આ ધર્મવીરભાઈની જેમ કોશિશ કર્યા કરો તો ,મોડું વહેલું નસીબ આડેનું પાંદડું હઠી શકે છે.

એક ગુજરાતી કહેવત આપણાં પૂર્વજો  બનાવી ગયા છે – ‘મન હોય તો માળવે જવાય.’

વધુ વિગત માટે  વાંચો…..[more]

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s