કેરળની અનોખી પહેલઃ મહિલાઓ માટે, મહિલાઓ દ્વારા સંચાલિત અનોખી ટેક્સી સેવા

ગુજરાતની મહિલાઓ કેરળ પાસેથી પ્રેરણા લેશે?

કેરળે મહિલા સશક્તિકરણના મામલે અનોખી પહેલ કરીને મેદાન માર્યું છે. કેરળમાં ‘શી ટેક્સી’ સેવાની શરૃઆત લગભગ છ માસ પહેલા તિરરૂવનંતપુરમથી કરવામાં આવી હતી. એને મહિલાઓ તરફથી જોરદાર સહકાર મળતા રાજ્યમાં વધુ ૨૫૦  જેટલી શી ટેક્સી દોડાવવાનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે હવે કોચીમાં ‘શી ટેક્સી’ સેવા શરૂ કરવામાં આવી છે.

This slideshow requires JavaScript.


આ સર્વિસની ખાસિયત એ છે કે એ મહિલાઓ સંચાલિત અને મહિલાઓ માટેની ટેક્સી સેવા છે. મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલા ડ્રાઇવર સંચાલિત આ ટેક્સી મહિલાઓને અને તેના સ્થાન સુધી સુરક્ષિત રીતે પહોંચાડવાનું કામ કરે છે. કોચીમાં ૧૦ ટેક્સીથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ આ રીતે શી ટેક્સી યોજનાનો વ્યાપ વધારવાનું આગામી આયોજન છે.
થોડા સમય પહેલા તિરૂવનંતપુરમમાં પાંચ ટેક્સીથી આ યોજનાની શરૃઆત કરી હતી. એ પ્રયોગને ધારી સફળતા મળી હતી અને માત્ર પાંચ જ માસમાં ૧૫ લાખ રૂપિયાની આવક પણ થઈ હતી. હવે આગામી સમયમાં કેરળનું કોઝીકોડ રાજ્યનું ત્રીજુ ‘શી ટેક્સી’ સેવા ધરાવતું શહેર થશે.


ગુજરાતની મહિલાઓ આ બાબતે પહેલ કરે તે શક્ય ખરૂં?  [more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s