ધારી વન વિભાગની ટીમનું ત્રણ ત્રણ સિંહણો વચાળે થી સિંહ બાળને ઉપાડવાનું જીવ સટોસટનું પરાક્રમ

૩ ખુંખાર સિંહણો વચ્ચેથી જીવના જોખમે બિમાર સિંહબાળને

પકડી સારવાર માટે ખસેડાયું

 મીતીયાળાના જંગલમાંથી સાવરકુંડલા, ધારી વનવિભાગની ટીમ દ્વારા

lion-cubધારી ગીર પૂર્વના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા જંગલમાં હાલ આંબરડી, જાંબાળ અને અભરામપરાની ત્રિભેટે આવેલા તળીવાવ ઠેલુ તરીકે ઓળખાતા વિસ્તારમાં ૩ સિંહણો તેના ૩ બચ્ચા સાથે રહેતી હોઈ ૩ સિંહબાળ પૈકી એક સિંહબાળ આગળના પગેથી લંગડાતુ અને ઢસડાતું જોવા મળતા તેને સારવાર માટે લઈ જવા સાવરકુંડલાના વનવિભાગની ટીમે ૩ ખુંખાર સિંહણો પાસેથી જીવના જોખમે બચ્ચાને પકડીને સારવાર માટે ખસેડયું હતું.
ધારી ગીર પૂર્વનું સાવરકુંડલા તાલુકાનું મીતીયાળા જંગલ સિંહો માટે સાનૂકુળ છે અને આ જંગલ અને તેની આસપાસનાં રેવન્યુ વિસ્તારમાં દસ ઉપરાંતના સિંહો પડયા પાથર્યા રહે છે. એમાંની આંબરડી, જાબાળ અને અભરામપરા જેવા ત્રણેય ગામોની સીમ અડીને આવેલો વિસ્તાર એટલે તળીવાળુ ઠેલુ તરીકે ઓળખાતો વિસ્તાર છે. આ તળીવાળા ઠેલાના વિસ્તારમાં ત્રણ સિંહણોનું એક ગૃપ રહે છે. જેમાંની એક સિંહણે બે માસ પહેલા ત્રણ સિંહબાળને જન્મ આપ્યો હતો. જેમાં એક સિંહબાળની પુછડી કપાઈ ગયેલી જોવા મળે છે એટલે બાંડુ તરીકે ઓળખાય છે. જ્યારે સાથેના બીજા સિંહબાળો પણ શરીર સસક્ત અને નાજુક જોવા મળે છે. સાવરકુંડલાનું વનવિભાગ પેટ્રોલીંગ ફેરણા દરમ્યાન આ તળીવાળા ઠેલે ત્રણ બચ્ચામાંનું એક સિંહબાળ આગળના પગેથી લંગડાતુ અને ઢસડાતુ જોવા મળતા તુરંત જ વનવિભાગ સાવરકુંડલાના આરએફઓ ભાલોડીયાને જણાવ્યું હતું.
તેમણે તુરંત જ મદદનીશ વન સંરક્ષક એમ.એમ. મૂનીને સિંહબાળ અંગેની જાણકારી આપતા જ તુરંત દોડી આવ્યા અને સાવરકુંડલાની રેસ્કયુ ટીમ સાથે ધારીની રેસ્ક્યુ ટીમને જોડીને ઓન ધ સ્પોટ આ સિંહબાળને બચાવવા માટેનું અભિયાન હાથ ધરાયું હતું.
મીતીયાળા જંગલમાં રાત્રીના બરાબર દસ વાગ્યે વનવિભાગની ગાડીઓની ઘરઘરાટીથી સિંહણો સાબદી બની ગઈ. ત્રણ ખુંખાર સિંહણો તેના ત્રણ બચ્ચાઓ સાથે કાંટાવાળી ઝાડીમાં લપાઈને બેસી ગઈ. ત્રણ ત્રણ સિંહણોના કબ્જામાંથી બે માસનું સિંહબાળને સારવાર માટે લેવું એટલે મોતના મુખમાં હાથ નાંખવા જેવું કપરૃ અને કઠીન કાર્ય હતું. ત્રણ નાના બે માસના સિંહબાળોને ફરતે આ ત્રણેય સિંહણોએ કબ્જો જમાવીને વનવિભાગને ચેલેન્જ ફેંકતી હોય એમ ત્રણેય બચ્ચાઓને ઝાડી ઝાંખરામાં છુપાવીને સિંહણો સામે આવીને ગર્જના સાથે ઘુરકીયા કર્યા અને વનકર્મીઓને પાછા વળી જવા માટે પડકાર ફેંક્યો હતો. ત્રણેય ખુંખાર સિંહણોનો રૃઆબ આકરો જોવા મળતા વનવિભાગ પણ વિચારમાં પડી ગયું કે હવે કરવું શું? સતત બેથી અઢી કલાક સુધી સિંહણો બચ્ચા પાસેથી ખસતી ન હતી અને વનકર્મીઓ બચ્ચાને સારવાર માટે પકડીને લઈ જવા કટીબધ્ધ બનીને બે ગૃપો બનાવીને સિંહણોને હાકલા પડકારા કરીને દૂર લઈ જવા માટે હાથમાં ફક્ત લાકડીનો સહારો લઈને પોતાનો જીવ ત્રણ ખુંખાર સિંહણો સામે જોખમમાં મુકીને બાળસિંહને બચાવવા માટેનો ભગીરથ પુરૃષાર્થ આદર્યો હતો.
સિંહણોએ ઘુરકીયા કર્યા અને વનકર્મીઓની સામે પગના પંજા પછાડયા અને સિંહણો તો ન ખસી પરંતુ ત્રણ બચ્ચામાંથી લંગડાતું અને ઢસડાતું સિંહબાળ ફક્ત થોડી ક્ષણો પુરતું થોડા મીટરના અંતરે દૂર થતા ચબરાક વનકર્મીઓએ પળનોય વિલંબ કર્યા વિના આ સિંહબાળને ગોદડામાં પકડી પાડવા માટે કમર કસી પણ જો આ સિંહબાળનો પકડવાથી અવાજ આવે તો સિંહણો વનકર્મીઓને ફાડી ખાય એટલી હદે ખુંખાર બની જ ગઈ હતી. આથી વનવિભાગની જીપ ખાડાટેકરા અને કાંટાળી વાડમાં નાખીને સિંહણોની આડે જીપ રાખીને લીવર પર પગ દબાવીને જીપની ઘરઘરાટી ચાલુ કરી દીધી. વનકર્મીઓ સિંહણો સામે હાકલા પડકારા કરતા રહ્યા અને રેસ્ક્યુ ટીમના કર્મીએ બે માસના લંગડાતા બચ્ચાને ગોદડામાં લઈ લીધું. બચ્ચાએ પકડમાંથી બચવા માટે અવાજ પણ કર્યો પરંતુ જીપની ઘરઘરાટીથી સિંહબાળના બચ્ચાનો અવાજ દબાઈ ગયો.
ચારેક કલાક ઉપરાંતની વનકર્મીઓની મહેનત રંગ લાવી અને ખુંખાર સિંહણોના કબ્જામાંથી બિમાર બાળસિંહને ઝડપીને વનકર્મીઓએ થોડે દૂર જઈને વેટરનરી ડોકટરને બતાવતા આગળના બન્ને પગમાં ફ્રેકચર જેવું જાણવા મળ્યું અને આ સિંહબાળને જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું હતું.[more…]

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s