ચૂંટણીમાં ભવ્ય વિજય સાથે તેને દેશની સૌથી નાની વયની સરપંચ બનવાનું બહુમાન.

 

એક સંકલ્પએ અફસાનાને બનાવી ૧૮ વર્ષે સરપંચ

બાળકોને વરસાદમાં શિષ્યવૃત્તિના ફોર્મ લેવા આવેલા જોઇ

અફસાનાનું હૈયું હચમચી ગયું અને કર્યો સંકલ્પ.

This slideshow requires JavaScript.

 

ધોધમાર વરસાદ ચાલુ હતો, શેરી-ગલીમાં પાણી ભરાયેલા હતા. આવી સ્થિતિમાં શાળાના કેટલાક માસૂમ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની સહાયના ફોર્મમાં સહી કરાવવા મહિ‌લા સરપંચના ઘરે પહોંચ્યા. સરપંચની બાજુમાં તેની ૧૭ વર્ષની પુત્રી અફસાના બેઠી હતી. ભીંજાઇ જવાથી ધ્રુજી રહેલાં બાળકોને જોઇને અફસાનાનું હૈયું હચમચી ગયું. તેણે માતાને કહ્યું ‘જો હું સરપંચ હોઉ તો શાળાએ અથવા વિદ્યાર્થીઓના ઘરે જઇને ફોર્મમાં સહી કરી આપું ’ દીકરીની વાત સાંભળીને માતાએ ઉત્તર આપ્યો કે બેટા તારી આવી જ ઇચ્છા છે, તો હવે તુ સરપંચની ચૂંટણી લડજે. વાત ઔપચારિક હતી પણ અફસાનાએ સરપંચ બનાવનો દ્રઢ સંકલ્પ કર્યો.

૧૮ વર્ષની ઉંમરે પહેલી વખત મતદાનનો અધિકાર મળ્યો એ જ વર્ષે સરપંચની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઝુકાવ્યું. ચૂંટણીમાં ભવ્ય વિજય સાથે તેને દેશની સૌથી નાની વયની સરપંચ બનવાનું બહુમાન પણ મળ્યું. વાત છે વાંકાનેર તાલુકાના કણકોટ ગામની. ગામની વસ્તી છે માત્ર ૩ હજાર. ૧૬૦૦ મતદાર છે. પ૦ ટકા મુસ્લિમની વસ્તી ધરાવતા ગામમાં સરપંચ તરીકે મહમદભાઇ અલીભાઇ બાદીના કુટુંબના સભ્યો છેલ્લા ૨પ વર્ષથી ચૂંટાઇ રહ્યા છે.

મહમદભાઇના કાકા સાજીભાઇ અહમદભાઇ બાદી ત્રણ ટર્મ સુધી સરપંચપદે ચૂંટાયા હતા ત્યાર પછી મહમદભાઇ અને તેમના પત્ની અમીનાબેન પણ કણકોટ ગામના સરપંચ રહી ચૂકયા છે. ૨૦૧૧ માં તેમની નાની પુત્રી અફસાના ૧૮ વર્ષની વયે સરપંચ તરીકે ચૂંટાઇ હતી. ચૂંટાયા પછી અફસાનાબેન માતાને આપેલા વચન મુજબ વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિ માટેના ફોર્મમાં સહી કરવા શાળાએ જાય છે અથવા ઘરે જઇને સહી કરી આપે છે.

ધો.૯ સુધી જ અભ્યાસ કર્યો પણ આપ્યું શિક્ષણને પ્રાધાન્ય

સરપંચ અફસાનાબેને માત્ર ૯ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. વધુ અભ્યાસ કરવો હતો પરંતુ ગામમાં એક માત્ર સ્કૂલ અને એ પણ ૮ ધોરણ સુધીની. વધુ અભ્યાસ કરવા માટે સિંધાવદરની સ્કૂલમાં એડમિશન લીધું. દીકરીની જાત, અપડાઉન કરવું પડે, વાહન મળે નહીં. આ બધા કારણથી તેણે અભ્યાસ છોડવો પડયો. સરપંચ બન્યા પછી તેમણે પહેલી ગ્રાન્ટમાં પોતે જે શાળામાં અભ્યાસ કર્યો એ કણકોટ તાલુકા શાળાના ખખડધજ બિલ્ડિંગના સ્થાને ૧૦ કલાસ રૂમ અને આધુનિક સુવિધા સાથેનું નવું બિલ્ડિંગ બનાવ્યું તેમજ બે માળની બીજી શાળાનું પણ નિર્માણ કર્યું છે.

ગામને સાફ સૂથરું રાખવા નવતર પ્રયોગ

કલીન વિલેજ,ગ્રીન વિલેજ, ગામમાં સફાઇ ઝુંબેશ માટે અફસાનાએ નવતર નુસખો અજમાવ્યો છે. સપ્તાહમાં એક વખત સરપંચ અફસાના પોતે સાવરણો લઇને બજારમાં સાફ,સફાઇ કરવા નીકળી પડે. સરપંચને સફાઇ કરતા જોઇને ગામની મહિ‌લાઓ પણ પોતપોતાના વિસ્તારમાં સફાઇ કરવા નીકળી પડે છે. આ ઝુંબેશનું ફળ એ છે કે ગંદકીના કારણે ફેલાતી બીમારી કણકોટ ગામથી પાંચ ગાઉ દૂર રહે છે. એટલું જ નહીં, વનસંરક્ષણ વિભાગના સહયોગથી ગામમાં ૧પ૦૦ જેટલાં વૃક્ષ વાવ્યાં છે. એ વૃક્ષોના ઉછેર માટે ગ્રામજનો પૂરો સહકાર આપી રહ્યા છે.

સરપંચની ફરજ સાથે ઘરકામ પણ કરવાનું.

સરપંચની જવાબદારી સંભાળી રહેલા અફસાના બાદી ઘરની જવાબદારી પ્રત્યે પણ એટલા જ સભાન છે. ઘરમાં રસોઇ,કચરા,પોતા, કપડાં ધોવાની તેમજ માલ, ઢોરને નિરણ નાખવાની જવાદારી પણ સંભાળી રહ્યા છે.[more…]

વિડીઓ જોવા માટે અહીં કલીક કરો…

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s