Indian Railwayના અમદાવાદ ડીવીઝનમાં રેલ્વે ફાટક પર કામ કરનાર એકમાત્ર મહિલા શંકુતલા બેન.

પતિના મૃત્યુ બાદ પરિવારની જવાબદારી નિભાવવા

પડકારરૂપ કામગીરી સ્વીકારી.

શકુંતલાબેનની ફરજનિષ્ઠાને વિભાગે સન્માનિત કરી
કામિની આચાર્ય.મહેસાણા

Indian Railway:અમદાવાદ રેલવે ડિવિઝનમાં સમાવષ્ટિ રેલવેફાટકો પર ફરજ બજાવતા ૧૦૦૬ ગેટમેનોમાં શકુંતલાબેન એકમાત્ર મહિ‌લા ગેટમેન છે.

મૂળ મહેસાણાનાં શકુંતલાબેન ((પ૮)) સિદ્ધપુરના છાપી રેલવે ફાટક પર છેલ્લા ૭ વર્ષથી ગેટમેન તરીકે રાત-દિવસ ફરજ બજાવે છે. પતિના મૃત્યુ બાદ પરિવારની જવાબદારી નિભાવવા તેમણે આ પડકારરૂપ કામગીરી સ્વીકારી હતી. જેમની ફરજનિષ્ઠાને રેલવે વિભાગે પણ બિરદાવી તાજેતરમાં પુરસ્કારથી સન્માનિત કર્યાં છે.
સિદ્ધપુર શહેરની નજીક અવાવરું ખુલ્લી જગ્યા પર આવેલા છાપી રેલવે ફાટક પર રેલવે પાટાની નજીક ઉભા રહી અત્રેથી ધસમસતી પસાર થતી ટ્રેનોના ચાલકને લાલટેન બતાવી, લીલીઝંડી ફરકાવી સબ સલામતનો સંદેશો પાઠવતાં શકુંતલાબેન અમદાવાદ ડિવિઝનમાં ફરજ બજાવતાં ૧૦૦૬ ગેટમેનો પૈકી એકમાત્ર મહિ‌લા છે. જ્યાં ફરજ દરમિયાન પુરુષો પણ ડગી જાય તેવી ગેટમેનની નોકરી કરતાં મહેસાણાની દેવકીનંદન સોસાયટીમાં રહેતાં શકુંતલાબેન ગજ્જર પતિના મૃત્યુ બાદ રેલવેમાં રહેમરાહે મળેલી આ નોકરીને પૂરી નિષ્ઠા અને સહજતાપૂર્વક છેલ્લા સાત વર્ષથી નિભાવી રહ્યાં છે. તેઓ રોજ મહેસાણાથી સિદ્ધપુર ટ્રેનમાં અપડાઉન કરે છે.
શકુંતલાબેન નોકરીની શરૂઆતનાં સંસ્મરણોને વાગોળતાં કહે છે કે, અવાવર ખુલ્લી જગ્યામાં મહિ‌નામાં બે સપ્તાહ નાઇટ ડયૂટી કરવી મુશ્કેલ હતી. જોકે સમય ઘણું બધું શીખવી જાય છે. શરૂઆતમાં ફાટક પરથી પસાર થતા દારૂડિયાઓનો ત્રાસ અસહ્ય હતો, પરંતુ તેમનો કડકાઇ અને હિંમતથી સામનો કરતાં આપોઆપ તેમણે રસ્તો બદલી નાખ્યો.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s