આ ચાઇનીઝ યુવતીનો તાપમાં ફરવાનો ગજબનો શોખ,ધોમધખતા અને ૪૨ ડિગ્રી તાપમાં એકટીવા પર ત્રણ રાજ્યોની દસ હજાર કિ.મી.ની સફર. કાપી હતી.

એક મહિ‌નામાં એક્ટિવા પર ૧૦ હજાર કી.મી.નો પ્રવાસ કરે છે.

chinese woman kristin peterson

દિવ્ય-ભાસ્કર સમાચાર પત્ર

-ધોમધખતા તાપમાં જ ગુજરાતમાં ફરવાની શોખીન ચાઇનીઝ યુવતી
– મોઢા પર નથી બાંધતી કોઇ ઓઢણી કે હાથ પર નથી પહેરતી મોજાં છતાં સડસડાટ તાપમાં સ્કૂટર દોડાવતી રહે છે
–  ક્રિસ્ટીન પીટર્સન નીએલ્સન કંપનીમાં એનાલિસ્ટી કાઉન્સેલિંગનું કામ કરે છે

એક ચાઇનીઝ યુવતીને તાપમાં ફરવાનો ગજબનો શોખ છે. ધોમધખતા અને ૪૨ ડિગ્રી તાપમાં માત્ર એક મોપેડ પર ગુજરાતમાં દસ હજાર કિ.મી.ની સફર કાપી હતી. તાપમાં ફરવાની શોખીન આ વિદેશી મહિ‌લા ટોપીનો ઉપયોગ કર્યા વિના નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ પર બપોરનાં અઢી વાગે તાપમાં માત્ર ચશ્મા પહેરી એક્ટિવા પર ફરતી જોઇ પ્રવાસીઓ પણ આશ્ચર્ય પામ્યા હતા.અને તેમનાથી પણ બોલાઇ ગયું હતુંકે બાપરે બાપ આટલી ગરમીમાં આ યુવતી કેવી રીતે ફરે છે. પણ ખરેખર તેને તાપમાં જ ફરવાનો શોખ છે. આ યુવતી છે ચાઇનાની જેનું નામ છે ક્રિસ્ટીન પીટર્સન. જે ચાઇનામાં નીએલ્સન નામની કંપનીમાં ડાયરેક્ટર એનાલીસ્ટી કાઉન્સેલિંગનું કામ કરે છે અને ઉનાળામાં તે એક મહિ‌નાની રજા લઇ ભારતનાં પ્રવાસે આવે છે.

chinese woman kristin peterson at rajpiplaએક મહિ‌નામાં એક્ટિવા પર ૧૦ હજાર કી.મી.નો પ્રવાસ કરે છે. જે હાલ રાજસ્થાન મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ફરીને રોડ માર્ગે નર્મદાના રાજપીપળા, કેવડિયા કોલોની ખાતે આવી પહોંચી હતી.તાપમાં ખુલ્લી ફરી રહી છે. માત્ર આંખ પર ગોગલ્સ લગાવે છે. નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પ્રભાવિત છે. દર વર્ષે નર્મદા ડેમ જોવા ઉનાળામાં જ આવે છે. તાપમાં વિદેશી મહિ‌લાને ફરતી જોઇ ગુજરાતીઓ પણ આશ્ચર્ય પામ્યા હતાં. નર્મદા જિલ્લા સહિ‌ત ગુજરાત રાજ્યમાં ૪૦-૪૨ ડિગ્રી તાપમાન હોય આગ દઝાડતી ગરમી જાણે બપોરનાં બજારોમાં કરફ્યુ લગાવી દે છે. આપણે પણ આટલી કાળઝાળ ગરમીમાં મોઢે રૂમાલ અને માથે ટોપી પહેરી બહાર નીકળતા હોય છે.[more…]

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s