વિશ્વનું સૌથી નાનું પુસ્તક, શેક્સપિઅરનું મેકબેથ, અમદાવાદમાં.

પુસ્તક દિન નિમિત્તે આ ટચૂકડુ પુસ્તક, જે સ્થાન પામ્યુ છે, લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં.


પુસ્તક પ્રેમીઓ માટે કોઇ સારું પુસ્તક ખજાનાથી કમ નથી હોતું ત્યારે આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે અમે તમને સેક્સપિયરનું સૌથી નાનું પુસ્તક બતાવવા જઇ રહ્યાં છે.આ પુસ્તક લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાવી ચુક્યું છે.
                            ઉલ્લેખનીય છે કે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા નિવૃત શિક્ષક પાસે વિશ્વનું સૌથી નાનું પુસ્તક છે અને આ પુસ્તક જગવિખ્યાત વિલિયમ્સ સેક્સપિયરની જગપ્રસિધ્ધ નાટક મેકબેથ છે. આ પુસ્તક ૧૯૭૫માં રતિલાલે ગુર્જરી બજારમાંથી ૫૦ રુપિયામાં ખરીદ્યુ હતું. જેની આજે અલભ્ય પુસ્તકોમાં ગણના થાય છે. આજે ૨૩મી એપ્રિલે શેક્સપિયરનો જન્મ તથા મૃત્યુ દિવસ હોવાથી યુનેસ્કો દ્વારા વિશ્વ પુસ્તક દિવસ મનાવવામાં આવે છે.
                             શેક્સપિયરનું આ મેકબેથ નામનું પુસ્તક ૧૬૨૬માં લંડનમાં એલાઇડ પબ્લિકેશન દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. આ પુસ્તકની ખાસિયત એ છે કે માચિસના નાના બોક્ષમાં પણ આવી જાય છે.આ પુસ્તક ૩ સે.મી લાંબુ, ૫ સે.મી પહોળું અને ૧.૫  સે.મી. જેટલું જ જાડુ છે.જેમાં કુલ ૩૧૫ જેટલા પાના છે.આ પુસ્તક ૩૮૮ વર્ષ જુનું છે. મુઠ્ઠીમાં આવી જાય તેવા આ પુસ્તકમાં માત્ર બે જ ચિત્રો છે. પુસ્તકને  ૨૦૧૦માં લિમ્કા બુક ઓફ રેકોર્ડ તથા ૨૦૧૧માં ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યું હતું.

પુસ્તક ખુબ જ જુનું હોવાથી રતિલાલભાઇ પોતાના જીવની જેમ જતન કરી રહ્યાં છે.

[more]

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s