ભારતીય શૂટર માનવજીત સિંઘ સંધૂએ આઇએસએસએફ શોટગન વર્લ્ડ કપમાં ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.

શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતના માનવજીતે ગોલ્ડ મેડલ જીત્યો.

4 વર્ષ બાદ માનવજીતે શૂટિંગમાં વર્લ્ડ કપ લેવલે સફળતા મેળવી

સંધુ
ભારતીય શૂટર માનવજીત સિંઘ સંધૂએ આઇએસએસએફ શોટગન વર્લ્ડ કપમાં ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેન્સ ટ્રેપ  ઈવેન્ટમાં બે વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ સાથેની હરિફાઇમાં માનવજીતે શાનદાર દેખાવ કરતાં ચાર વર્ષ બાદ શૂટિંગમાં વર્લ્ડ કપ લેવલે સફળતા મેળવી હતી.
ભારતનો સર્વોચ્ચ રમત પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ જીતી ચુકેલા માનવજીતે શાનદાર દેખાવ કરતાં અમેરિકાનના ટકસોન શહેરમાંય ોજાયેલી શૂટિંગની વર્લ્ડ કપ સ્પર્ધામાં ટ્રેપ નિશાનેબાજીમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. તેણે ક્વોલિફાઈંગમાં ૧૩૧ પોઇન્ટ નોંધાવ્યા હતા. જ્યારે ફાઇનલ્સમાં ૧૩ પોઇન્ટ કર્યા હતા.
માનવજીત માટે આ સફળતા એટલા માટે મહત્વની કહી શકાય કારણ કે તેની સાથેની  સ્પર્ધામાં ૧૯૯૬ના એટલાન્ટા અને ૨૦૦૦ના સિડની ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલ વિજેતા ઓસ્ટ્રેલિયાનો માઇકલ ડાયમંડ પણ સામેલ હતો. ડાયમંડ કોમનવેલ્થ ગેમ્સમાં પાંચ ગોલ્ડ મેડલ જીતી ચુક્યો છે. જો કે આજની સ્પર્ધામાં તે માનવજીતની નજીક પણ પહોંચી શક્યો નહતો. ડાયમંડે ક્વોલિફિકેશન અને ફાઇલ્સમાં અનુક્રમે ૧૧૯ અને ૯ પોઇન્ટ નોંધાવ્યા હતા.
ભારતના શૂટરે ફાઇનલમાં કુલ ૧૫ ટાર્ગેટમાંથી ૧૪ ટાર્ગેટને સર કર્યા હતા. બ્રોન્ઝ મેડલ રશિયાના એલેક્ષેય એલીપોવને મળ્યો હતો. ટાઇટલ જીત્યા બાદ માનવજીતે કહ્યું કે,  આજનો મુકાબલો વિશ્વના દિગ્ગજ શૂટરોની સાથે હતો. ખાસ કરીને માઇકલ ડાયમંડને હરાવવો આસાન હોતો નથી, જો કે આજે મારો દિવસ હતો  અને આખા શિયાળા દરમિયાન મેં આ વર્લ્ડ કપ માટે તૈયારી કરી હતી. ગત મહિને ભારતમાં કેટલીક  ચેમ્પિયનશીપ્સ અને ટ્રાયલ્સમાં પણ મેં ભાગ લીધો હતો.

 

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s