ગોંડલની ગૃહિણી બનાવે છે,ઘરના કચરામાંથી સુંદર મજાની બંગડીઓ

રસોડાની રાણી ધારે તો ઘરમાં જ રહેલી વસ્તુઓની મદદથી અવનવી

કલાકૃતિઓનું સર્જન કરી અન્યોને અચંબામાં મૂકી શકે.

house wife of Godal prepairs bengles from waste

વેસ્ટ થઇ ગયેલી વસ્તુને આપણે ફેંકી દેતા હોઇએ છીએ પણ કલાપારખુ વ્યક્તિ વેસ્ટમાંથી પણ બેસ્ટ વસ્તુ બનાવી સમાજને કંઇક નવું કરવા પ્રેરે છે. આવા જ એક કલાપારખુ ગોંડલની રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા પુષ્પાબેન સાટોડિયા છે. તેઓ વેસ્ટમાંથી બેસ્ટ બંગડીઓ બનાવી નવરાશની પળોને ગમતીલા શોખમાં પરિવતિત કરી રહ્યા છે.

બંગડીઓ સામાન્ય રીતે મોતી, સ્ટોન કે જડતરના ઉપયોગથી બનતી હોય છે પરંતુ પુષ્પાબેને ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી બંગડીનું સર્જન કર્યું છે. માની ન શકાય તેવી હકીકત છે કે પુષ્પાબેને કપાસના કાલા, સાવરણીની સળી, પિસ્તા, પ્લાસ્ટિકના રંગબેરંગી ઝભલા, રાય, ચોખા, ચણોઠી, બાદિયા, રવો, મોરના પીંછા અને રેતી વગેરેનો ઉપયોગ કરી અવનવી બંગડીઓ બનાવી છે. તેમણે બનાવેલી બંગડીઓનું વેચાણ કરી તેમાંથી આવક ઉભી કરવાને બદલે તેઓ આ બંગડીને ગરીબ પરિવારને ભેટ આપી દેવા માગે છે.

બાળપણથી જ કલા અને સાહિત્ય પ્રત્યે લગાવ રાખતા પુષ્પાબેન કહે છે કે મને કંઇક જુદું લાગે તેવું સર્જન કરવાનો મને શોખ હતો. તેમાંથી કંઇક હટકે બંગડીઓ બનાવવાની પ્રેરણા થઇ. મણિયારા પાસેથી વેસ્ટ બંગડીઓ લાવીને તેની સજાવટ શરૂ કરી. પુષ્પાબેનના પતિ પ્રવીણભાઇ સાટોડિયા શિક્ષક છે.પુષ્પાબેન પોતાની સર્જનાત્મક શક્તિને આ રીતે સન્માર્ગે વાળી રહ્યા છે. પીએચડી સુધીનો અભ્યાસ કર્યા પછી પણ જરા પણ અભિમાન ન રાખનારા આ ગૃહિણીને લેખનનો પણ જબરો શોખ છે અને તેઓ ધાર્મિક લેખ પણ સારા લખી જાણે છે.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s