એક સુખદ આશ્ચર્ય : ગાંધીનગર જિલ્લો, ગુજરાતમાં કેસરની ખેતી

ભારતમાં કાશ્મીર કેસરની ખેતી માટે પ્રખ્યાત છે. પરંતુ હવે ગાંધીનગરના

ખેડૂતે સાહસ કરીને આ માન્યતા બદલી છે.

Saffron Farming in Gandhinagar

 

  • અમેરિકન જાસ્મીન કેસરની જાતને ૨૮ ડિગ્રી તાપમાન સુધી વાંધો આવતો નથી
  • રાજસ્થાનના ખેડૂત પાસેથી મળેલી પ્રેરણા
  • ખેતરમાં લહેરાતો કેસરનો પાક
  • ખોરજ ડાભી ગામના ખેડૂતે કરેલું સાહસ

‘ગાંધીનગર જિલ્લામાં કેસરની ખેતી’ આ વાત સૌ પ્રથમ કોઇ માનવા તૈયાર થાય નહી. પરંતુ આ હકિકત છે. વિશ્વના સૌથી મોંઘા મસાલામાં જેની ગણતરી થાય છે તેવા ‘કેસર’નો પાક કલોલ તાલુકાના ખોરજ ડાભી ગામે લહેરાઇ રહ્યો છે. આ ગામના એક ખેડૂતે સાહસ કરીને કેસરની ખેતી કરી છે. સામાન્ય રીતે કેસર ઠંડા પ્રદેશનો પાક છે. ભારતમાં કાશ્મીર કેસરની ખેતી માટે પ્રખ્યાત છે. પરંતુ હવે ગાંધીનગરના ખેડૂતે સાહસ કરીને આ માન્યતા બદલી છે. આ ખેડૂતે એક વિઘા જમીનમાં કેસરની ખેતી કરી છે. ખેડૂતના જણાવ્યા પ્રમાણે આ અમેરિકન જાસ્મીન કેસર છે. જેનું વાવેતર શિયાળામાં કરવામાં આવ્યુ હતું.

કેસરની ખેતી કરનાર ખોરજ ડાભી ગામના શંકરજી બળદેવજી વાઘેલાએ જણાવ્યુકે, તેમને આ પ્રેરણા રાજસ્થાનના એક ખેડૂત પાસેથી મળી હતી. આ ખેડૂતની ઓળખ અમદાવાદના એક વેપારીએ કરાવી હતી. કેસરની ખેતી રાજસ્થાન જેવા સુકા પ્રદેશમાં થતી હોય ગાંધીનગર જિલ્લામાં પણ કેમ થાય નહિ ? તેવા વિચાર સાથે તેઓએ રાજસ્થાનના જાલોર જિલ્લાના શિયાણા ગામે કેસરની ખેતી કરતા શંકરભાઇ ઘાંચીનો સંપર્ક સાંધ્યો હતો. શંકરભાઇ ઘાંચીએ તેઓને કેસરના બીજ આપ્યા હતા. શંકરજી વાઘેલાના જણાવ્યાનુસાર તેઓએ એક બીજના ૧૫ રૂપિયાનો ભાવ ચુકવ્યો હતો. જોકે, કાશ્મીરમાં થતું કેસર અને શંકરજીએ વાવેલા કેસરની જાતમાં ફેર છે. શંકરજીના જણાવ્યા પ્રમાણે તેમણે જે કેસરની જાત વાવી છે તે ‘અમેરિકન જાસ્મીન કેસર’ છે. જે ઉંચા તાપમાનને પણ સહન કરી શકે છે. ઉલ્લેખનીય છેકે,કાશ્મીર જેવા ઠંડા પ્રદેશમાં થતુ કેસરનો પાક ગરમીમાં થતો નથી.પરંતુ અમેરિકન જાસ્મીન કેસરની જાતને ૨૮ ડિગ્રી તાપમાન સુધી વાંધો આવતો નથી. શંકરજીએ આ કેસરની જાત દિવાળી પુર્વે વાવેતર કર્યુ હતું. આજે તેમના એક વિંઘા ખેતરમાં કેસરનો પાક લહેરાઇ રહ્યો છે. તેઓના જણાવ્યા પ્રમાણે તેઓને સાત થી આઠ કિલો કેસરનો પાક ઉતર્યો છે. જોકે, કેસરના પાક માટે તેઓને કાળજી પણ ખુબજ રાખવી પડી છે. દર છ દિવસે તેઓએ પાકને પાણી આપ્યુ છે. ઉલ્લેખનીય છેકે, કેસરનો પાક વિશ્વના તમામ મસાલામાં સૌથી મોંઘો ગણાય છે.

કેસરનું માર્કેટ શોધવામાં ખેડૂતને ફાંફા

ખોરજ ડાભી ગામના ખેડૂતે કેસરનું વાવેતર કર્યુ અને પાક પણ લણ્યો છે. પરંતુ તેઓ આ માટેનું માર્કેટ શોધી રહ્યા છે. શંકરજી વાઘેલાના જણાવ્યા પ્રમાણે તેઓએ ઘણી તપાસ કરવા છતા કેસરનું લોકલ માર્કેટ મળતુ નથી. આથી તેઓએ રાજસ્થાનના ઉદેપુર તપાસ લંબાવી છે. ઉદેપુરમાં કેસરનું મોટું માર્કેટ છે. આ ઉપરાંત તેઓએ મુંબઇના એક વેપારીનો પણ સંપર્ક સાંધ્યો છે. જોકે, હજુસુધી તેઓને યોગ્ય વેપારી મળ્યો નથી. અમેરિકન જાસ્મિન કેસરની ગુણવત્તા કેવી છે તે માટે શંકરજીએ કેસરનું સેમ્પલ લેબોરેટરી અર્થે પણ મોકલ્યુ છે. શંકરજીના જણાવ્યા પ્રમાણે કેસરનું લોકલ માર્કેટ અને ભાવ મળે તો આ ખેતી ખેડૂતોને રાતોરાત માલામાલ બનાવી આપે તેવી છે.

એક કિલોનો એક લાખથી પણ ઊંચો ભાવ

ઓરિજનલ કેસરનો ભાવ એક કિલોનો એક લાખથી પણ ઉંચો હોય છે. કેસરની મસાલામાં ગણતરી થાય છે.જે વિશ્વનો સૌથી મોંઘો મસાલો ગણાય છે. એક અંદાજ પ્રમાણે દેશમાં જેટલી કેસરની ડિમાન્ડ છે તેની સરખામણીમાં ઉત્પાદન ખુબજ ઓછુ છે. દેશમાં દર વર્ષે ૨૦ થી ૨૫ ટન કેસરની ખપત છે. જેની સામે ઉત્પાદન માંડ ૫ થી ૬ ટન છે. જેના કારણે કેસરને બહારથી પણ આયાત કરવુ પડે છે.

સૌંદર્યપ્રસાધનો અને દવાઓમાં ઉપયોગ

કેસરનો ઉપયોગ સૌંદર્યપ્રસાધનો અને દવાઓ બનાવવામાં થાય છે. અસ્થમા, કફ, કેન્સર, ડિપ્રેશન, અલ્ઝાઇમર જેવી બીમારીઓના નિદાન માટે કેસર ઉપયોગી છે. ઉપરાંત તેનો સૌંદર્યપ્રસાધનોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે.

અઢી લાખ ફુલમાંથી ૦.૪૪ કિલો કેસર મળે છે

કેસરના પાકમાંથી કેસર ખુબજ ઓછા માત્રામાં પ્રાપ્ત થાય છે. એક કિલો કેસરનો ભાવ એક લાખથી પણ વધુ છે.પરંતુ આ ભાવ મેળવવા માટે લાખો કેસરના ફુલોની આવશ્કયતા છે. એક અંદાજ પ્રમાણે ૦.૪૪ કિલો કેસર પ્રાપ્ત કરવા માટે અઢી લાખ કેસરના ફુલની આવશ્કયતા છે[more…]

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s