ગીરમાં એક એવું અનોખું મતદાન કેન્દ્ર, જ્યાં છે માત્ર એક જ મતદાર!

આખા ભારત દેશમાં કુલ ૮,૨૮,૮૦૪ જેટલા મતદાન મથકોમાંથી

આ એક જ મથક એવું છે કે જ્યાં એક જ મતદાર છે

mahant bharatdas

આગામી લોકસભાની ચૂંટણી નજીક આવતાં પક્ષના નેતાઓ લોકોને રિઝવવા માટે પ્રયત્નો કરે છે, ત્યારે ગુજરાતનાં પ્રખ્યાત ગીર જંગલની મધ્યે આવેલ બાણેજમાં માત્ર એકજ મતદારના મતદાન માટે તંત્રને પૂરી ટીમ સાથે બાણેજ જવું પડે છે કેમ કે ભારતીય નાગરિકનો એક મત પણ ખૂબજ કિંમતી છે અને સરકાર પણ એની કિંમત અને મહત્વ સમજે છે.

મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં આવેલા પૂર્વ ગીરનું બાણેજ જૂનાગઢથી ૧૦૦ કિલો મીટર અને સોમનાથથી ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલું છે. હાલમાં જ આવનારી ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીનાં દિવસે પાંચ ચૂંટણી અધિકારી તેમજ સુરક્ષાકર્મીઓ સહિત આખી ટીમ ઘનઘોર જંગલમાં અને સુપ્રસિદ્ધ એશીયાટીક સિંહોની વચ્ચે રહેતા મહંતનું મતદાન કરાવવા માટે પહોંચી જશે. આખા ભારત દેશમાં કુલ ૮,૨૮,૮૦૪ જેટલા મતદાન મથકોમાંથી આ એક જ મથક એવું છે કે જ્યાં એક જ મતદાર છે અને મહંત ભરતદાસ પણ ચુંટણીનાં દિવસે ક્યાંય પણ હોય ત્યાંથી અચૂક પોતાના મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે. બાણેજ જંગલનું આ મતદાન મથક ઉના તાલુકાનાં મતવિસ્તારમાં આવેલું છે.

બાણેજનો ઇતિહાસ એવો છે કે ગીરના ઘનઘોર જંગલમાં આવ્યું છે સદીઓ પહેલા શાસ્ત્રાનુસાર વનવાસ દરમ્યાન પાંડવો અહીથી પસાર થયેલા, ત્યારે માતા કુંતીજીને પાણીની તરસ લાગતાં અર્જુને જમીનમાં બાણ લગાવી પાણીનો શ્રોત કાઢી માતા કુંતીની તરસ છીપાવી હતી. ત્યારથી આ જગ્યાને બાણેજ(બાણ ગંગેશ્વર) નામથી ઓળખાયા છે અને અહી સેવા પૂજા કરવા વાળા મહંત શ્રી ભરતદાસ આ વિસ્તારના માત્ર એકજ મતદાર છે. દર વખત ચૂટણીપંચ ભરતદાસ મહારાજના મતદાન માટે વ્યવસ્થા ઊભી કરે છે અને આ વ્યવસ્થા અહીંયા થાય ન થાય તો ઓછામાં ઓછું ૨૦ કિલો મીટર દૂર મતદાન કરવા જવું પડે.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s