સુરતની વીરાંગના અને પર્વતારોહક અનીતા વૈદએ કેદારનાથમાં ૧૦૦ કરતા વધારે યાત્રિકોના જીવ બચાવ્યા!

સિદ્ધિ તેને જઈ વરે જેનાં હૈયે હામ હોય, એમ સાબિત કરી બતાવ્યું

સુરતની પર્વતારોહક મહિલા અનિતા વૈધએ.

એકાદ વર્ષ પહેલાં ઉત્તરાખંડના જળ પ્રલયના દિવસોમાં જ ભાગીરથી પર્વત પર ફસાયેલી 12 પર્વતારોહક મહિલાઓ ટુકડી ફસાઈ ગઈ હતી. આ મહિલાઓએ પોતાનો તો જીવ બચાવ્યો જ પણ સાથેસાથે તેઓએ કેદારનાથ માં ફસાયેલ 100 થી વધુ યાત્રીઓને પણ સુરક્ષિત મંજિલ સુધી પહોચાડ્યા હતા. આ ટુકડીની જ એક સભ્ય હતી સુરતની પર્વતારોહક અનિતા વૈદ્ય.

અનીતા વૈદ્યઆ ઘટનાની વિગતો જોઈએ તો ઇન્ડિયન માઉન્ટેનીંગ ફાઉન્ડેશન નું 17 લોકો ની એક ટુકડી 3 જુન થી ભગીરથ-2 પર્વત પર પર્વત રોહણ માટે રવાના થઈ હતી. 20થી 49 વર્ષ વયજુથની 12 પર્વતારોહક મહિલા અને મદદનીશની indian mountaineering foundation-logoઆ ટુકડી પૈકીના મોટાભાગના સભ્યો પહેલા પણ પર્વતારોહણ કરી ચુક્યા હતા અને તેઓને ખાસ પ્રકારની ટ્રેઇનિંગ પણ અપાઈ હતી અને તેમને 14 જુન થી પર્વતારોહણ શરુ કર્યું હતું. તેઓ જ્યારે ગંગોત્રીથી 9 કીલોમીટર દુર આવેલા ભોજાશા ખાતે નાં ટ્રાન્જીસ્ટ કેમ્પ માં રોકાણ બાદ જયારે નંદનવન તરફ આગળ વધી રહ્યા હતા એ દરમ્યાન 15 તારીખે બપોરે ત્રણ વાગે ધુમ્મસ સાથે બર્ફીલી હવા શરુ થઇ ચુકી હતી. હવે આ બધાને કૈક અજુગતું થવા જઈ રહ્યું હોવાની આશંકા થવા લાગી હતી. ઉત્તરાખંડની પહાડી જેવા દુર્ગમ વિસ્તારમાં કોઈ બચાવવા આવે એવું પણ શક્ય નહોતું. છેલ્લે જીવ બચાવવા માટે હિંમત કરી ને કોઈપણ રીતે પર્વતથી નીચે ઉતારવાનું નક્કી કરાયું .

જોકે આવા વાતાવરણ ની વચ્ચે પર્વત થી નીચે પહોચવું જોખમ ભરેલું હતું. ચારે બાજુ બરફ છવાયેલો હતો અને 5 કિલોમીટરના એરિયામાં તો હિમશીલાઓ ફેલાયેલી હતી. આવા કપરા સંજોગોમાં પણ એકબીજાના આશરે આ બધાયે પાછા ફરવાનું શરુ કર્યું. 21000 ફૂટ ઊંચું શિખર સર કરવા નીકળેલી આ મહિલાઓ ને અધવચ્ચે મિશન છોડી ને નીચે તરફ આવવા પ્રયત્ન કરી રહી હતી ત્યારે તેઓ રસ્તામાં આવતા કેદારનાથની તબાહી થી અજાણ હતી. તેઓ જ્યારે ભોજબસ વિસ્તારમાં ગંગોત્રી તરફ આગળ વધવા લાગી તો ઠેર ઠેર ભૂસ્ખલન અને ધ્વંસ થઇ ગયેલા રસ્તાઓ પરથી હવે તેમને કેદારનાથ માં ભારે તબાહી થઇ ચુકી હોવાના અણસાર આવી ચુક્યો હતો. થોડાક કીલોમીટર આગળ વધતા જ તેમને સેકડોની સંખ્યામાં ફસાયેલા લોકો મળ્યા. પર્વતારોહક ટીમને જોઈ ફસાયેલા લોકોના જીવ માં જીવ આવ્યો હતો અને અને બચી જવાની આશા બંધાઈ હતી

આ મહિલા ને પર્વતીય ઢોળાવો અને જંગલનો અનુભવ હતો સાથે એમની પાસે થોડીક સાધન સામગ્રી પણ હતી. આ મહિલાઓ ને આ તમામને સુરક્ષિત તળેટી પર લઇ આવાનું બીડું જડપ્યું , ભાગીરથી પહાડીઓમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી લોકોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ હતી જોકે દુર્ગમ રસ્તા અને પહાડીઓને ચીરીને સુરતની અનિતા વૈધ અને તેની ટીમે એક પછી એક સમજદારીપૂર્વક નિર્ણય લઇ ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી કરી હતી અને અથાગ પ્રયત્નો બાદ 100 જેટલા યાત્રીઓ ને સલામત બહાર નીકાળવાના નેક કામમાં તેઓને કામિયાબી પણ મળી હતી.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s