ઓછા ખર્ચે વધુ આવક રળી આપતી નીલગીરીની ખેતી ખેડૂતો માટે આશીર્વાદ સમાન.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કલોનલ નીલગીરીના અઢી કરોડ રોપાઓનું વાવતર.

nilgiri

રાજયમાં છેલ્લા બે વર્ષથી કલોનલ નીલગીરીની ખેતીના વધતા જતા ક્રેઝને લઇ રાજય સરકાર દ્વારા તેનું પ્રોડકશન વધારવાની દિશામાં ગંભીરતાપૂર્વકના પ્રયાસો હાથ ધરાયા છે. અંદાજે અઢી કરોડ રૃપિયાના ખર્ચે અમદાવાદ સહિતના છ જિલ્લાઓમાં  ૧૨ હાઇટેક નર્સરી ઉભી કરાઈ છે.  સ્થાનિક નીલગીરીથી કંઇક અલગ એવા કલોનલ નીલગીરીના ગત વર્ષે એક કરોડથી વધુ રોપા ઉછેરાયા હતા, જેની સામે આ વર્ષે કલોનલ નીલગીરીના ઉછેરનો આંક અઢી કરોડથી ઉપર પહોંચ્યો છે.  ખેડૂતોમાં કલોનલ નીલગીરીની વધતી જતી ડિમાન્ડને લઇ સરકારના વનવિભાગ દ્વારા હાઇટેક નર્સરીઓની વધુ રચના, પ્રોડકશનનો આંક અને ક્ષમતા વધારવા તેમ જ  રોપાઓના ઉછેર અને સર્વાઇવલ સહિતના પગલાંઓ લેવાનું શરૃ કર્યું છે.

ઓછા ખર્ચે વધુ આવક રળી આપતી કલોનલ નીલગીરીની ખેતી ખેડૂતો માટે આશીર્વાદ સમાન પુરવાર થઇ રહી છે. રાજય સરકાર દ્વારા બાગાયતી યોજના હેઠળ સબસીડીના અપાતા લાભને લઇ ખેડૂતો તેના પરત્વે આકર્ષી રહ્યા છે. વર્ષ ૨૦૧૨-૧૩માં અમદાવાદ સહિતના છ જિલ્લાઓમાં મળી આશરે ૧૯ લાખ જેટલા કલોનલ નીલગીરીના વૃક્ષોનું વાવેતર થયું હતું. ચાલુ વર્ષે ૨૦૧૩-૧૪ના વર્ષમાં પણ અંદાજે ૧૪૫૦ હેકટર જમીનમાં અત્યારસુધીમાં આ વૃક્ષોનું વાવેતર થઇ ચૂકયું છે.
 ખેડૂતો કલોનલ નીલગીરીની ખેતીમાંથી વધુ રોજગારી મેળવે તે હેતુથી નજીવા દરે તેના રોપાનું વિતરણ કરાય છે.ગત વર્ષે ઉગાડેલા વૃક્ષોની આવક ૩૦ કરોડ પહોંચવાનો અંદાજ

વર્ષ ૨૦૧૨-૧૩માં અમદાવાદ સહિતના છ જિલ્લાઓમાં કુલ ૧૮૮૩ હેકટર જમીનમાં ઉગાડાયેલા વૃક્ષોના પાક થકી ચાર વર્ષ બાદ એટલે કે, ૨૦૧૬માં રૃ.૩૦ કરોડથી વધુની આવક થવાનો અંદાજ છે. આ જ પ્રકારે ચાલુ વર્ષે ૨૦૧૩-૧૪માં વાવેતર કરાયેલા વૃક્ષો મારફતે ૨૦૧૭માં રૃ.૨૫ કરોડ જેટલી આવક થવાનો અંદાજ છે.

This slideshow requires JavaScript.

નીલગીરીની ખેતીના મુખ્ય ફાયદાઓ:
– લોકલ નીલગીરી કરતાં કલોનલ નીલગીરીનો ગ્રોથ ડબલ હોય છે
– કલોનલ નીલગીરીના તમામ છોડ એક જ જેવા અને એક પ્રકારના હોય છે
– પ્લાયવુડ, પેકેજીંગ, પેપરમીલ સહિતના સેક્ટરમાં કલોનલ નીલગીરીના લાકડાની વધતી જતી ડિમાન્ડ
– કલોનલ નીલગીરીનો પાક વર્ષમાં ત્રણ વાર લઇ શકાય છે, એક વખત તેનું લાકડુ કાપ્યા બાદ વૃક્ષની ઉંચાઇ ફરી વધી જાય છે
– ખર્ચની સામે આવક ઘણી વધુ. રોપાના વાવેતર બાદ ૪થા વર્ષથી આવક શરૃ
– રાજય સરકારની ૫૦ ટકા સબસીડીનો લાભ

આંધ્રપ્રદેશમાં શ્રી પ્યારેલાલનાં માર્ગદર્શન હેઠળ નીલગીરીનાં ઉછેર વિષે જાણો

કલોનલ નીલગીરીનો હાઇટેક નર્સરીમાં ખાસ પ્રકારે ઉછેર
કલોનલ નીલગીરીનો હાઇટેક નર્સરીમાં ખાસ પ્રકારે ઉછેર કરવામાં આવે છે, તે સામાન્ય નર્સરીમાં શકય બનતું નથી. જીનેટીકલી ઇમ્પ્રુવ્ડ કવોલીટીના હોય તેને કલોન કહેવાય છે અને આવા કલોન જેવા જ ગુણધર્મ ધરાવતા બીજા રોપાની ડાળીથી રૃટીંગ કરી માસ્ટર ચેમ્બરમાં નિશ્ચિત તાપમાન અને મોઇશ્ચર સાથે સમગ્ર વર્ષ દરમ્યાન તેનો ઉછેર કરવામાં આવે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, જો એકપણ દિવસ વચ્ચે વીજળી ડૂલ થાય તો, રોપાનો ઉછેર વ્યર્થ જાય છે. એક હાઇટેક નર્સરીમાં આશરે સાડા ચાર લાખથી પાંચ લાખની ક્ષમતામાં કલોનલ નીલગીરીના રોપાનો ઉછેર થઇ શકે છે એમ અમદાવાદ સર્કલના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડો.જગદીશ પ્રસાદે જણાવ્યું હતું.[more…]

Advertisements

3 thoughts on “ઓછા ખર્ચે વધુ આવક રળી આપતી નીલગીરીની ખેતી ખેડૂતો માટે આશીર્વાદ સમાન.

  1. કલોનલ નીલગીરી રોપાનો ધંધો કરી કંપનીઓ છુટી જાય છે.ખેડુતનો ત્રણ વષે તૈયાર થયેલ પાક લેવાની કોઇ બાંહેધરી નથી.સાઉથ ગુજરાતના નીલગીરી પકવતા ખેડુતની હાલત એકવાર આવીને જુઓ.નીલગીરી માંથી પેપર પ્લાયવુડ કે અન્ય પ્રોડકટ બનાવતા પ્રોજેકટોને ગુજરાતમાં લાવો અને પછી કલોનલ નીલગીરી રોપાનો વેપાર કરો.

    Liked by 1 person

    • મેં ઘણીં જગ્યા એ સુરત- બારડોલીના રસ્તા પર નિલગીરીના વૃક્ષો જોયા છે, મને લાગે છે કે બજારમાં માંગ તો છે; પણ વ્યવસ્થિત માર્કેટીંગ તંત્ર નિલગીરી માટે ગોઠવાયેલું નથી લાગતું…

      Like

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s