મીનળ સંપતની જીવન કુંડળીમાં મંગલનો ગ્રહ કેવો ફળ્યો?

ગ્રીનવિચ સમયાનુસાર પાંચમી નવેમ્બરના દિવસે,સવારે નવ વાગીને આઠ મીનીટે,સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્ર પરથી ભારત મંગળ મિશન અંતર્ગત મંગળયાનનું પ્રક્ષેપણ થયું. આ સાથે જ ભારતદેશની જનતાનું તેમજ મિશન સાથે જોડાયેલા ૫૦૦ વૈજ્ઞાનિકો અને તેમાંની જ એક સીસ્ટમ એન્જીનીઅર મીનળ સંપતનું બચપણથી સેવેલું સપનું પણ વાસ્તવિક બન્યું. 

મીનળ સંપત

મીનળ સંપત જ્યારે પ્રાઈમરીમાં ભણતી હતી ત્યારે ટી. વી. ઉપર યાનનું જીવંત પ્રક્ષેપણનું દશ્ય નિહાળતાં નિહાળતાં, એના મનમાં પણ એક સપનું ઉગ્યું કે હું પણ આવા મિશનનો કોઈ ભાગ બની શકું તો?

પાંચમી નવેમ્બરના દિવસે એનું સપનું પુરૂ થયું. પણ એના માટે અન્ય વૈજ્ઞાનિકોની જેમ પોતાની અંગત જીવનનો ભોગ આપીને પોતાના બિમાર પુત્રને પણ છોડીને,શાની રવિની રજાઓ પણ ભૂલીને, એક વગર બારીના ખંડમાં અઢાર અઢાર કલાક પુરાઈને, યાન માટે ત્રણ એવા અગત્યના ઉપકરણ તૈયાર કર્યા. જે ગ્રહ પર પહોચ્યા પછી કાર્યરત થશે. એક ઈન્ફ્રારેડ કેમેરાની સીસ્ટમ, અને બીજી મંગળના વાતાવરણમાં જીવન છે કે નહિ તેના સંકેત આપી શકે તેવા મીથેન ગસ ની હાજરી શોધી શકે તેવું ઉપકરણ, અને અન્ય બીજા તૈયાર કર્યા. હવે એમ કહી શકાય કે મીનળ ને મંગળ ફળ્યો. ના, ના, આ વાત જન્મ કુંડલીની નથી. વાત જીવન કુંડલીની છે. જન્મ કુંડળી નસીબથી મળે છે અને જીવન કુંડળી મહેનત અને ઉચ્ચ ધ્યેય વડે રચાય છે. સ્ત્રી પણ ધારે તે કરી શકે છે. આમાં કોઈ નાર-નારી જાતિનો ભેદ નડતો નથી હોતો. મન હોય તો માળવે જવાય. માટે દરેક નારી માટે આજે મીનળ પ્રેરણારૂપ છે. મીનળ સંપતની ટીમ ના દશ વૈજ્ઞાનિકોમાં તે એકલી જ એક સ્રી હતી.

અભિનંદન.

[more…]

મંગળ મિશન

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s