પેરાલિસિસને મ્હાત આપી બન્યાં ટોપ વાંસળીવાદક

અગ્રીમ હરોળના શાસ્ત્રીય કલાકાર પં.નિત્યાનંદ હલ્દીપુરની અનોખી સંઘર્ષગાથા

nityanand

મક્કમ મનોબળ હોય તો માનવી ક્યારેક કુદરત સામે પણ બાથ ભીડી લે છે તેનું જીવંત ઉદાહરણ દેશના ટોચના વાંસળીવાદક પૈકીના એક પં.નિત્યાનંદ હલ્દીપુર છે. ૨૦ વર્ષની વયથી તેઓ ફેસિયલ પેરાલિસિસનો ભોગ બન્યા પરંતુ હાર ન માની. એક સિધ્ધહસ્ત વાંસળીવાદક બનીને નવી રાહ ચીંધી. સંગીત નાટક અકાદમી એવોર્ડથી સન્માનિત પંડીતજીની આજે શાસ્ર્ાીય કલાકાર તરીકે અનોખી ઓળખ છે. તેઓ રાજકોટના મહેમાન બન્યા છે. રામકૃષ્ણ આશ્રમ ખાતે મ્યુઝિક ટ્રીબ્યુટ ટૂ સ્વામી વિવેકાનંદ કાર્યક્રમ અંતર્ગત સંગીત રસિયાઓને શનિવારે તેમનું બાંસુરીવાદન માણવાનો મોકો મળશે.

 

 

પં.હલ્દીપુર પ્રખર સિતારવાદક પં. રવિશંકરના પ્રથમ પત્ની અને સુરબહારના ટોચના કલાકાર પદ્મભૂષણ અન્નપૂર્ણાદેવીના શિષ્ય છે. તેઓ કહે છે ‘પિતા પણ જાણીતા વાંસળીવાદક હતા. મારે પણ આ જ ક્ષેત્રમાં મહારથ હાંસલ કરવી હતી પરંતુ ૧૯૬૮માં મને ચહેરા પરનો પક્ષઘાત (ફેસિયલ પેરાલિસિસ )થયો. બેલ્સ પાલ્સી તરીકે ઓળખાતા આ રોગને કારણે હોઠ વાંકા થઇ ગયા. વાંસળી વગાડી શકું નહીં. મારું ભાવિ અંધકારમય બની જાય તેવી દહેશત ઊભી થઇ પરંતુ કોઇપણ ભોગે હાર ન માનવાનો મક્કમ મનસુબો કર્યો અને વાંસળી વગાડવાના પ્રયત્નો જારી રાખ્યા. જાણે પ્રભુકૃપા અને ગુરૂકૃપા થઇ હોય તેમ આજે સાવ સાજો થયો નથી પરંતુ વાંસળી વગાડું ત્યારે દરદ ભૂલી જવાય છે.’ હોઠ વાંકા ન દેખાય તે માટે તેમણે મોટી મોટી મૂછો પણ રાખે છે. ઉમેરે છે જો હિ‌મ્મત હારી ગયો હોત તો કદાચ આજે હું ક્યા હોત તેની ખબર નથી.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s