મુંબઈ પોલીસની મહિલા કૉન્સ્ટેબલે જીવના જોખમે ચાલતી ટ્રેનમાંથી કૂદકો મારીને એક ચેઇન-સ્નૅચરને પકડી પાડ્યો!

મુંબઈ પોલીસની એક મહિલા કૉન્સ્ટેબલે ગઈ કાલે જીવના જોખમે હાર્બર લાઇનમાં ચાલતી ટ્રેનમાંથી કૂદકો મારીને એક ચેઇન-સ્નૅચરને પકડી પાડ્યો હતો, જેની સામે છ ગુના નોંધાયેલા છે.

shital-pol

પોલીસે જણાવ્યું હતું કે ‘સાયનના ગુરુ તેગ બહાદુર નગરમાં રહેતી ૪૦ વર્ષની મીના ધાકટેએ ગઈ કાલે રાતે ૯ વાગ્યે CSTથી પનવેલ જતી ટ્રેન પકડી હતી. મીના દરવાજા પાસે ઊભી હતી ત્યારે એક યુવક તેના ગળામાંથી મંગળસૂત્ર ઝૂંટવીને ભાગ્યો હતો. એ જોઈને ચાલતી ટ્રેનમાંથી શીતલ પોળે કૂદકો મારી દોડીને ચેઇન-સ્નૅચરને પકડી પાડ્યો હતો. તેણે પકડેલો સંતોષ કાસકર રીઢો ચોર છે અને તેની વિરુદ્ધ ચોરીના ૬ કેસ તથા બીજા અનેક કેસ નોંધાયેલા છે.’

માનખુર્દમાં રહેતી અને વરલીમાં લોકલ આમ્ર્સ યુનિટ સાથે જોડાયેલી શીતલ પોળને કાલાઘોડા આર્ટ્સ ફેસ્ટિવલમાં બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવી હતી. ગઈ કાલે ડ્યુટી પૂરી થતાં તે માનખુર્દ પોતાના ઘરે પાછી ફરી રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. ડ્યુટી પૂરી થઈ ગયા બાદ પણ તેણે જીવના જોખમે દાખવેલી બહાદુરી.

મહિલા કૉન્સ્ટેબલ શીતલ પોળે દાખવેલી બહાદુરી બદલ તેને ૫૦૦૦ રૂપિયાનું ઇનામ ‘મુંબઈ છત્રપતિ શિવાજી ટર્મિનસ ગવર્નમેન્ટ રેલવે પોલીસ કમિશનર’ તરફથી આપવામાં આવ્યું હતું.

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s