સૌરાષ્ટ્રની ખેડૂતપુત્રીએ પાંચ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યા.

– વતનથી ૪૦૦ કિમી દૂર અભ્યાસ કરવાની જીદ રંગ લાવી
– સૌરાષ્ટ્રના વેરાવળ (શાપર) ગામની દિકરીએ પરિવારનું નામ ઉજાગર કર્યું

શ્રદ્ધા કાપડીયા

 

સૌરાષ્ટ્રના વેરાવળ (શાપર) ગામની ખેડૂતપુત્રી શ્રદ્ધાએ વતનથી ૪૦૦ કિમી દૂર દાંતીવાડા કૃષિ યુનિવર્સિ‌ટીમાં અભ્યાસ દરમિયાન અસાધારણ મહેનતથી હાંસલ કરેલી વિવિધ સિદ્ધિઓથી નવમા પદવિદાન સમારોહમાં પાંચ સુવર્ણચંદ્રકો પ્રાપ્ત કર્યા છે.

 

પટનાની એક દીકરીએ પણ પાંચ સુવર્ણચંદ્રકો પ્રાપ્ત કર્યા છે.

ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા વેરાવળના રમેશભાઇ દૂધાભાઇ કાપડીયાની ચાર દિકરી અને એક દિકરા પૈકી સૌથી નાની દિકરી શ્રદ્ધા નાનપણથી જ અભ્યાસમાં તેજસ્વી હતી. જેથી પિતાએ તેને ગામની પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ આપ્યા બાદ વધુ અભ્યાસ માટે રાજકોટની કડવીબાઇ વીરાણા શાળામાં મોકલી હતી.

શ્રદ્ધા કાપડીયાએ ૧૨મું ધોરણ પાસ કર્યા બાદ વધુ અભ્યાસ માટે ઘરેથી ૪૦૦ કિમી દૂર આવેલી દાંતીવાડા કૃષિ યુનિવર્સિ‌ટીમાં જવાની જીદ કરી હતી. પિતાએ પણ દિકરીની ઇચ્છા સાથે સંમત થઇને તેણીને અહીં બીએસસી હોમસાયન્સમાં પ્રવેશ અપાવ્યો હતો.

sh2    

શ્રદ્ધાએ આ અભ્યાસ દરમિયાન પોતાની અસાધારણ મહેનતથી

 -ફૂડ એન્ડ ન્યુટ્રીશિયન,

-હોમસાયન્સ એક્સટેન્શન એજ્યુકેશન,

-ફેમિલી રિર્સોસ મેનેજમેન્ટ,

-ચાઈલ્ડ ડેવલોપમેન્ટ અને

-ક્લોથીંગ એન્ડ ટેક્સટાઈલ્સ

એમ પાંચ વિષયમાં શ્રેષ્ઠતા પુરવાર કરી પાંચ સુવર્ણચંદ્રકો મેળવ્યા હતા.

 

શુક્રવારે દાંતીવાડા ખાતે યોજાયેલા દાંતીવાડા કૃષિ યુનિવર્સિ‌ટીના નવમા પદવીદાન સમારોહમાં સૌરાષ્ટ્રની ખેડૂતપુત્રી શ્રદ્ધા કાપડીયાને રાજ્યપાલ કમલા બેનીવાલના હસ્તે પાંચ સુવર્ણચંદ્રકો એનાયત કરાયા હતા. જ્યાં ખુદ રાજ્યપાલે પણ શ્રદ્ધા કાપડીયાને આટલે દૂર અભ્યાસ કરીને ખેડૂત પિતાનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

sh3
મહિ‌લાઓમાં કૂપોષણ મુદ્દે વિશેષ કરવાની ખેંવના

બીએસસી હોમસાયન્સનો અભ્યાસ પૂરો કર્યા બાદ હાલમાં શ્રદ્ધા વડોદરા એમ.એસ. યુનિવર્સિ‌ટીમાં ફુડ એન્ડ ન્યુટ્રીશિયન વિભાગમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહી છે અને મહિ‌લાઓમાં કૂપોષણના મુદ્દે કંઈક વિશેષ કરવાની તેની ખેંવના છે.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s