ગુજરાતની ઉભરતી સીને-સ્ટાર કલ્પના ભગતાની

મૂળ જુનાગઢની આ ખુબસુરત અને કામણગારી અભિનેત્રી અત્યારે સુરતમાં રહે છે.

પંકજ શાહ, ચોટીલા

કળા એ સરસ્વતીનું રૂપ છે અને જ્યાં સરસ્વતી રીઝે ત્યાં લક્ષ્મીની કૃપા વરસતી હોય છે. બસ જરૂર હોય છે સાચા હ્રદયથી ને તન, મન અને ધનથી સસ્વતીની આરાધના કરવાની. ગુજરાત રાઈઝિંગ સ્ટાર કલ્પના ભગતાનીને કળાની એવી જ આરાધક છે. ગુજરાતીથી લઈને ભોજપૂરી અને હિંદીથી લઈને કચ્છી ફિલ્મો સુધી કલ્પના ભગતાણીએ પોતાના અભિનયના ઓજસ અને કળાના કામણ પાથર્યા છે.

 

ગુજરાતી ફિલ્મોમાં અત્યારે અનેક અભિનેત્રીઓ પોતાના અભિનય અને ટેલેન્ટ દ્વારા સીને રસિકોના દિલમાં સ્થાન મેળવી ચુકી છે. કલ્પના ભગતાની આવું જ એક નામ છે. મૂળ જુનાગઢની આ ખુબસુરત અને કામણગારી અભિનેત્રી અત્યારે સુરતમાં રહે છે. મારકણું સ્મિત અને નશીલી આંખો ધરાવતી કલ્પનાની નશીલી તસ્વીરો 

This slideshow requires JavaScript.

ઝગારા મારતું સૌંદર્ય, લોભામણું સ્મિત, નશીલી આંખો અને બેનમુન અભિનયનો અનોખો સંગમ ધરાવતી કલ્પના ભગતાનીએ ‘મહીસાગરના સોગંધ’, ‘અધુરો પ્રેમ’, ‘બેવફા ગોરાદે’, ‘ભારત માતાની જય’ જેવી ગુજરાતી ફિલ્મો અને ‘ફેશન કા ચક્કર’ (હિન્દી), ‘પાંજો મુલક’ (કચ્છી), ‘શિકારી રોઉં ભાઈ ભિખારી'(રાજસ્થાની), ‘અવતાર’, ‘ગાગા તાપી એક્સપ્રેસ’,(ભોજપુરી) જેવી વિવિધ ભાષાની ફિલ્મોમાં અભિનય કરી ને કાઠીયાવાડનું નામ રોશન કર્યું છે.

આ સિવાય કલ્પનાએ તાજેતરમાં જ ‘લક્ષ્ય ગુજરાત’નું શુટિંગ પૂરું કર્યું છે. કલ્પનાના પરિવારમાં માતા-પિતા, બે બહેન અને ત્રણ ભાઈ છે. આ સિવાય કલ્પના જુનાગઢના સાંપ્રત એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના બાળકો માટે પણ યોગદાન આપી રહી છે

કલ્પનાના અંગત જીવનમાં નજર કરીયે તો નવરાશની પળોમાં તેને સાઈ બાબાની મૂર્તિ પાસે બેસીને વાતો કરવી પસંદ છે. કલ્પનાને તેની નઝર સામે કંઈ ખોટું થઈ રહ્યો હોય ત્યારે ખુબ જ ગુસ્સો આવે છે. કલ્પનાનું ફેવરીટ ગીત છે ‘દોસ્તી’ ફિલ્મનું, ‘કોઈ જબ રાહ ના પાયે મેરે સંગ આયે…’ કલ્પના ને દેશના વિવિધ શહેરોમાં ફરવાનો, સારા વાંચનનો, કુદરતી વાતાવરણમાં ફરવાનો ખુબ જ શોખ છે

કલ્પના જણાવે છે કે હું જો અભિનેત્રી ના બની હોત તો ઇન્ડિયન આર્મીની ટેકનીકલ ઓફિસર બની હોત. કલ્પનાએ કોમ્યુટર કોપનો કોર્સ, ફૂડ ન્યુટ્રીશીયન કોર્સ, સીએનએફ કોર્સ, બ્યુટીપાર્લર કોર્સ, સીવણ કોર્સ પણ કર્યા છે. કલ્પના એ જણાવ્યું હતું કે અત્યારે મહિલા ઓ પર બળાત્કારના બનાવ વધ્યા છે ત્યારે આવા ગુનેગારોને ખુદ મહિલાઓ જાહેરમાં સજા આપી શકે તેવા કાયદાઓ બનવા જોઈએ.

ગુજરાતી ફિલ્મો માટે ખુબ જ આશા સેવતી આ હોનહાર અભિનેત્રી કહે છે કે હવે ફરી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉભી થઇ રહી છે. અભિનય ક્ષેત્રે એન્ટ્રી કરવા માગતી યુવતીઓને કલ્પના સલાહ આપે છે કે અભિનય સાથે આત્મવિશ્વાસ પણ ખુબ જ જરૂરી છે.[more…]

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s