યુનિક સાઈકલ: 21 ગિયર,50ની સ્પીડ!

અમદાવાદના વિદ્યાર્થીઓએ બનાવી યુનિક સાઈકલ!

સાઈકલની વિશેષતા
૨૧ ગિયર
પ૦ નીસ્પીડે
૦૯ સ્ટુડન્ટ્સે બનાવી
૦૬ દિવસમાં તૈયાર થઇ
૧૦ હજાર રૂપિયા ખર્ચ
૦૦ ફ્યુઅલ

cy1

અમેરિકન સોસાયટી ઓફ મિકેનિકલ એન્જિનિયર દ્વારા આયોજીત ‘હ્યુમન પાવર વ્હીકલ ચેલેન્જ’ નામની સ્પર્ધામાં ભાગ લેવા માટે આ સાઇકલ તૈયાર કરાઈ છે જેનાં ૨૧ ગિયર છે અને પ૦ની સ્પીડે દોડી શકે એવી  યુનિક સાઇકલ, આજથી દિલ્હીમાં ‘હ્યુમન પાવર વ્હીકલ ચેલેન્જ’ સ્પર્ધામાં ભાગ લેવા જશે

પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે વાહન ચાલકો સાઇકલ તરફ વળે તેવા પ્રયાસો દુનિયાભરમાં ચાલી રહ્યાં છે. આ માટે શહેરની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ૨૧ ગિયરની સાઇકલ તૈયાર કરી છે. જે ઓછા પેડલમાં પ૦ની સ્પીડે દોડાવી શકાશે. આ વિશે વાત કરતાં મિકેનિકલ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અને સ્ટુડન્ટ્સના માર્ગદર્શક ધ્રુવ પંચાલ કહે છે કે આ સાઇકલમાં કોઇ પણ પ્રકારના ફ્યુઅલનો ઉપયોગ કરાયો નથી. ૬ દિવસમાં તૈયાર થયેલી સાઇકલ એલ.ડી. કોલેજના ઓટોમોબાઇલ અને મિકેનિકલના ૯ સ્ટુડન્ટ્સે તૈયાર કરી છે. ૧૦ હજાર રૂપિયામાં તૈયાર કરેલી આ સાઇકલના લાઇટ વેઇટ માટે એલ્યુમિનિયમની ચેસીસ વપરાઇ છે. પાવર મલ્ટિપ્લિકેશન ગેર રેશિયાને કારણે સ્પીડ સારી પકડી શકાય છે.

સાઇકલના પેડલથી લઇને ટાયર સુધીમાં ત્રણ ચક્કર રખાયા છે. બીજા અને ત્રીજા ચક્કરમાં ગિયર બનાવ્યા છે. પહેલા ચક્કરમાં ત્રણ અને ત્રીજા ચક્કરમાં સાત ગિયર છે. કુલ ૨૧ ગિયર સાથે આ સાઇકલને જ્યારે પેડલ લગાવવામાં આવે ત્યારે તે પ૦ની સ્પીડ ર્નોમલી પકડી લે છે. ઓછા બળે દોડતી આ સાઇકલ સસ્પેન્શન, ડિશબ્રેક, થ્રી પોઇન્ટ સીટ બેલ્ટ, એરો ડાયનેમિક ટેલ કોન્સેપ્ટથી ડિઝાઇન કરાઈ છે.

અમેરિકન સોસાયટી ઓફ મિકેનિકલ એન્જિનિયર દ્વારા આયોજીત ‘હ્યુમન પાવર વ્હીકલ ચેલેન્જ’ નામની સ્પર્ધામાં ભાગ લેવા માટે આ સાઇકલ તૈયાર કરાઈ છે. જે ૧૭થી ૧૯ જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે આયોજીત સ્પર્ધામાં ભાગ લેવા માટે એલીમેન્ટાડો નામની ટીમ રવાના થઇ ગઇ છે.[click here to read more on “DIVYABHASKER”]

http://www.divyabhaskar.co.in/article-hf/MGUJ-AHM-21-gear-moter-cycle-in-power-challenge-competition-4495273-PHO.html?seq=1

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s