ફ્રાંસમાં વિશ્વના સૌથી પહેલાં કૃત્રિમ હૃદયનાં પ્રત્યારોપણમાં સફળતા!

માનવજાત માટે ચમત્કારરરૂપ શોધ!

કૃત્રિમ હૃદય પાંચ વર્ષ સુધી ધબકતું રહેશે.

૭૫ વર્ષીય ફ્રેંચ નાગરિક પર સફળ ઓપરેશન કૃત્રિમ હૃદય પાંચ વર્ષ સુધી ધબકતું રહેશે
લિથિયમ-આયમની બેટરીથી ચાલતા હૃદયની બનાવટમાં બાયોમટીરિયલનો ઉપયોગ

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/french-citizen-of-successful-operation-on-the-artificial-heart
લંડન, તા. ૨૨
મેડિકલ સાયન્સના ક્ષેત્રે થયેલી એક અનોખી શોધ અથવા કહો કે મળેલી અદ્ભુત સફળતા સામાન્ય માણસને મન તો ચમત્કાર જેવી 
જ છે. ફ્રાંસમાં ૭૫ વર્ષના દાદાની છાતીમાં તબીબોએ કૃત્રિમ હૃદય ધબકતું કર્યું છે. આ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશનથી દર્દીને પાંચ વર્ષ જેટલું વધુ જીવન મળતું હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો છે. આ રીતે કૃત્રિમ હૃદયનું ટ્રાન્સપ્લાન થયાની આ પહેલી ઘટના છે. ઓપરેશન બાદ દાદા ભાનમાં આવી ગયાનો અને તબીબો સાથે વાત કર્યાનો સૂત્રોનો દાવો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ફ્રાંસની બાયોમેડિકલ કંપની કાર્મેટ ડિઝાઈન કરેલું આ કૃત્રિમ હૃદય લિથિયમ-આયમની બેટરીથી ચાલે છે અને તે બહારથી પણ જોડી શકાય છે. પેરિસની જાણીતી જ્યોર્જસ પોમ્પિડોઉ હોસ્પિટલમાં ૭૫ વર્ષીય ફ્રેંચ નાગરિક પર આ ઓપરેશન કરાયું હતું.
ઓપરેશન સાથે સંકળાયેલા તબીબના કહેવા મુજબ આ કૃત્રિમ હૃદયમાં અનેક ‘બાયો-મટીરિયલ’ વપરાયા છે જેમાં ગોજાતાપ (બોવાઈન) ટિશ્યુ (માંસપેશી)નો પણ સમાવેશ થાય છે. આ ટિશ્યુનો શરીર દ્વારા અસ્વીકાર થવાની શક્યતા ઘણી ઓછી છે. આ How To Achieve Glowing Health And Vitalityનવતર ડિવાઈસનો મુખ્ય હેતુ કુદરતી હૃદયનું સ્થાન લઈને પાંચ વર્ષ સુધી કામ આપવાનો છે. અત્યાર સુધીના કૃત્રિમ હૃદયો માત્ર કામચલાઉ ઉપયોગ માટે જ બનાવતા હતા. તબીબોએ જણાવ્યું હતું કે દર્દીને મળેલું હૃદય યુરોપીયન એરોનોટિક ડીફેન્સ એન્ડ સ્પેસ કંપની (ઈએડીએસ) દ્વારા બનાવાયું છે. ઓપરેશન બાદ ૭૫ વર્ષીય ફ્રેંચ નાગરિકે ભાનમાં આવીને તબીબો સાથે વાત પણ કરી હતી. કાર્મેટના મુખ્ય અધિકારી માર્સેલો કોન્વિટીએ જણાવ્યું હતું કે આ પહેલા પ્રત્યારોપણથી તેઓ ખુશ છે છતાં હાલ હજુ કોઈ તારણ પર આવવું શક્ય નથી. હાલ દર્દી અને હૃદય ઓપરેશન બાદના નિરીક્ષણ હેઠળ છે.
આ કૃત્રિમ હૃદયનું વજન સરેરાશ માનવ હૃદય કરતાં ત્રણ ગણું ઓછું છે. અહેવાલોમાં જણાવ્યા મુજબ આ કૃત્રિમ હૃદયમાં સેન્સરો છે જે લોહીનો પુરવઠો દર્દીના શરીરમાં વહેતો રાખે છે. બીજી બાજુ લોહી સાથે સીધી સંપર્કમાં આવતી આ માનવ નિર્મિત હૃદયની બાહ્ય સપાટી માશપેશીમાંથી બનાવેલી છે. સામાન્ય રીતે આવી ડિવાઈસમાં પ્લાસ્ટિક જેવી સિન્થેટિક સામગ્રી વપરાતી આવી છે અને તેના કારણે લોહી ગંઠાતું હોવાના કારણે આ હૃદયમાં માંશપેશીનો ઉપયોગ કરાયો છે.
 
Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s