લંડનનાં એરિક વૂફે સર્જયો ઇતિહાસ, ૭૪વર્ષે પી.એચ.ડી. ૯૦ વર્ષે બન્યાં ડોકટર

 લંડનનાં એરિક વૂફે સર્જયો ઇતિહાસ, ૭૪વર્ષે પી.એચ.ડી. ૯૦ વર્ષે બન્યાં ડોકટર

લંડન,27 ડિસેમ્બર

cp

સામાન્ય રીતે લોકો ઉંમરને શિક્ષણ સાથે સરખાવતાં હોય છે પણ હવે સમય બદલાઈ રહ્યો છે, કેટલાંક લોકો મોટી ઉંમરે પણ પોતાના અભ્યાસને પૂરો કરે છે પણ જીવનના અંતિમ દિવસો પસાર થઇ રહ્યા હોય તેમ છતાં ડોક્ટરની પદવી મેળવી હોય તેવો કદાચ પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

એક વૃદ્ધે ૯૦ વર્ષની ઉંમરે પણ હાર નહોતી માની અને ડોક્ટરની પદવી હાંસલ કરી જ્યારે તેઓ ૭૪ વર્ષનાં હતા ત્યારે તેમણે પી.એચ.ડી.ની પદવી મેળવી હતી. આ મહાશયનું નામ છે એરિક વૂફ કે જેઓ લંડનના વતની છે, બીજા વિશ્વયુદ્ધમાં પણ એરિકે ભાગ લીધો હતો.

તેમના પિતા એક મજૂર હતા પણ વૂફ પર ઘરની જવાબદારી વધી જતાં તેમને બાળપણમાં જ અભ્યાસને અધૂરો છોડવો પડયો હતો, તેઓ જ્યારે ૧૭ વર્ષના હતા ત્યારે તેમને એક નોકરીની ઓફર આવતાં તેમણે અભ્યાસ છોડી દીધો હતો, તેઓ શિક્ષક તરીકે નોકરી કરવા લાગ્યા પણ અભ્યાસ અધૂરો લાગતાં તેમણે નિવૃત્તિ સ્વીકારી લીધી અને બાદમાં પોતાનો બાકી અભ્યાસ પૂરો કરવા લાગ્યા. તેઓ જણાવે છે કે ડોક્ટર બનવું મારા જીવન માટે સૌથી મહત્ત્વનો અનુભવ છે જ્યારે હું શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારે હું વિશ્વવિદ્યાલયો વિશે પણ નહોતો વિચારી શકતો, કેમ કે તેના વિશે મારી કોઇ ખાસ જાણકારી નહોતી.બીજા વિશ્વયુદ્ધમાં ઘર ધ્વંસ થઈ ગયું

૯૦ વર્ષની વયે ડોક્ટર બનેલા વૂફ જણાવે છે કે તેઓ જ્યારે નાના હતા ત્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું, પરિણામે તેનાં ઘર પર પણ હુમલો થવાની શક્યતા હતી. ઘર પર હુમલો ભલે થાય પણ જીવ બચાવવાના હેતુથી તેમણે ઘર છોડી દીધું હતું અને બાદમાં તેમનાં જ ઘર પર જ હુમલો થયો હતો.

http://www.sandesh.com/article.aspx?newsid=2896280

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s