પ્રફુલ્લભાઇએ કોઝવેમાં ડૂબી રહેલા આઠ જેટલા બાળકોની જિંદગી બચાવી છે.

નાનપુરામાં રહેતી એક ગુમનામ વ્યક્તિએ બચાવી છે આઠ માસૂમોની જિંદગી

અહીં ક્લિક કરો : – પાણીમાં તરવા વિષે ઉપયોગી પુસ્તકો

 સુરત, તા. ૨૪

દેશમાં હિંમતનું કામ કરનાર કોઇ પણ વ્યક્તિનું જુદા જુદા ક્ષેત્રમાં સન્માન કરવામાં આવે છે. પછી તેણે એક જિંદગી બચાવી હોય કે પછી બદમાશોનો સામનો કર્યો હોય. બહાદુરીની આ દેશમાં વર્ષોથી કદર થતી આવી છે પરંતુ, નાનપુરા વિસ્તારમાં એક વ્યક્તિ ખૂબ જ સાદગીની જિંદગી જીવે છે. એણે જે કામ કર્યુ છે તેની જાણ તેના પડોશીઓને પણ નથી. આ વ્યક્તિએ એક નહીં પરંતુ આઠ આઠ માસૂમોની જિંદગી બચાવી છે અને છતાં આ વાતની કોઇને જાણ નથી.

causeway
પ્રફુલ્લભાઇ

કોઝવે ખાતે રોજ સવારે સાતથી દસ વાગ્યે તરવા જવાનો નિત્ય ક્રમ

તાપી નદી પર જ્યારથી કોઝવે બન્યો ત્યારથી ત્યાં સવારે તરવા માટે જતી વ્યક્તિઓનું એક ગ્રૂપ છે. આ ગ્રૂપમાં જ નાનપુરા Deep Blue Sea Video Cd available on Amazoneજમરૃખગલીમાં રહેતા પ્રફુલ્લભાઇ ભગત પણ છે. મંગળવારે સવારે તેઓ નિત્યક્રમ પ્રમાણે કોઝવે પર હતા તે સમયે રાંદેર ખાતે રહેતો નાસીર કોઝવેમાં ચંપલ ધોવા માટે ઊતર્યો હતો, ત્યાં પગ લપસી જતા તે નદીના ઊંડા વહેણમાં ગરકાવ થઇ ગયો. આદ્રશ્ય જોતા જ ત્યાં હાજર રહેલા પ્રફુલ્લભાઇ નદીમાં કૂદી પડયા હતા અને આ બાળકનો જીવ બચાવીને તેને હેમખેમ કિનારે લઇ આવ્યા હતા. આ બનાવ ફક્ત આ કોઝવે ગ્રૂપના લોકોને જ ખબર હતી. કોઇની જિંદગી બચે તે સમાચાર એટલા માટે માધ્યમો સુધી નથી પહોંચતા કારણ કે તેની નોંધ કશે થતી નથી. આ જ કોઝવેમાં જો કોઇ ડૂબી ગયું હોત તો તે ચોક્કસ સમાચાર બન્યા હોત કારણ કે તેની નોંધ પોલીસ ચોપડે થાય છે.

ડૂબી જવાથી થતાં મોતના કિસ્સા નોંધાઇ છે, જિંદગી બચવાની નોંધ થતી નથી

આ નાસીરને બચાવનાર પ્રફુલ્લભાઇએ અત્યાર સુધી કોઝવેના પાણીમાં ડૂબી રહેલા આઠ જેટલા બાળકોની જિંદગી બચાવી છે. આ બાબતને તેઓ માનવધર્મ સમજતા હોવાથી આ વાત તેઓ કોઇને કરતાં પણ નથી. તેમના પડોશીઓને પણ ખબર નથી કે આ વ્યક્તિએ આટલી જિંદગી બચાવી છે. તેમના કોઝવે ગ્રૂપમાં અનેક સારા તરવૈયા છે અને જુદી જુદી સ્પર્ધામાં તેઓ ભાગ પણ લે છે પરંતુ દરેક સારા તરવૈયા કોઇની જિંદગી બચાવી શકતા નથી આ ટ્રિક કેટલાક તરવૈયાને જ આવડે છે અને તે ટ્રિક પ્રફુલ્લભાઇ ખૂબ જ સારી રીતે જાણે છે.

નોંધ :- પ્રફુલ્લભાઇનું સુરતના નાગરિકો અને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સન્માન થવુ જોઇએ. તેઓ બીજાને પણ આ ટ્રિક શીખવાડે એવી આશા રાખીએ.કોઝ-વે પર જો આવા અક્સ્માત વારંવાર થતા હોય તો કાયમી ઘોરણે ત્યાં કોઇ જાણકારની નિમણૂકથાય તે જરૂરી છે. પ્રફુલ્લભાઇ રાજી હોય તો તેમને મુકી શકાય!

http://www.sandesh.com/article.aspx?newsid=2895479

causeway1

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s