ગુજરાતનું ગૌરવ વધારતાં ત્રણ વિરલાઓ!

 ૧. શ્રી રાઘવ ભરવાડ(ખેડા જીલ્લો),   ૨. શ્રી રાગેશભાઇ પૂરોહિત(વડોદરા), ૩. શ્રી અતુલ શાહ(વડોદરા).

(પ્રતિનિધદ્વારા)વડોદરા,મંગળવાર
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda-small-villages-before-gandhiji-s-death-yielded-two-gold-medals 
medal

૧.નાનકડા ગામડાના ખેડૂતપુત્રે બે ગોલ્ડ મેડલ હાંસલ કર્યા!

એમ.એસ.યુનિ.માં અભ્યાસ કરવાનુ સ્વપ્ન હતુ

પ્રોફેસર બનવા માંગતો આર્ટસનો વિદ્યાર્થી રાઘવ વેકેશનમાં જોબ કરીને પોતાનો ખર્ચ કાઢયો!

 

ખેડા જીલ્લામાંથી એમ.એસ.યુનિવર્સીટીમાં જ અભ્યાસ કરવો છે તેવા સ્વપ્ન સાથે વડોદરા આવેલા નાનકડા ગામડાના રહેવાસી રાઘવ ભરવાડે આજે બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.

ખેડૂતના પુત્ર રાઘવે વેકેશનમાં જોબ કરીને પોતાનો ખર્ચ કાઢ્યો છે.+

ખેડા જીલ્લાના કુંજરા ગામનો રાઘવ કહે છે કે કદાચ મારા ગામમાં ગોલ્ડ મેડલ મેળવનાર હું પહેલો છે.એમ.એસ.યુનિવર્સીટીની જે પ્રકારની ખ્યાતિ છે તેના કારણે પહેલેથી જ મને વડોદરા આવીને અભ્યાસ કરવામાં રસ હતો.વડોદરામાં રહેતા મારા કાકા અને તેમના

પરિવારે મને ખૂબ સપોર્ટ કર્યો છે

બીએ,ગુજરાતીની પરીક્ષામાં બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર રાઘવ હવે એમએનો અભ્યાસ કરી રહ્યો છે.તેની ઈચ્છા ભવિષ્યમાં પ્રોફેસર થવાની છે.

૨. લોની માસ્ટર પરીક્ષા સૌથી વધારે માર્ક સાથે પાસ કરી


૬૧ વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ મેળવવાની અનોખી સિધ્ધિ


ભણવા માટે કોઈ ઉમંર નથી હોતી, જે વિષયમાં રસ હોય તેમાં

ગમે તે વયે અભ્યાસ કરો,સફળતા મળશે

(પ્રતિનિધિદ્વારા)વડોદરા,મંગળવાર

એમ.એસ.યુનિવર્સીટીના ૬૨મા પદવીદાન સમારોહમાં ૬૧ વર્ષે ગોલ્ડ મેડલ મેળવવાની સિધ્ધિ રાગેશભાઈ પુરોહીતે મળવી હતી. તેમને આજે લોની માસ્ટર પરીક્ષા(બીઝનેસ લો) સૌથી વધારે માર્ક સાથે પાસ કરવા બદલ ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો.આટલી મોટી વયે ગોલ્ડ મેડલ મેળવીને કદાચ રાગેશભાઈએ વિક્રમ સર્જયો છે.
રાગેશભાઈનુ કહેવુ છે કે ભણવા માટે કોઈ ઉંમર હોતી નથી.તમારા રસ પર તેનો આધાર રહેલો હોય છે.જે વિષયમાં તમને રસ હોય તે વિષયમાં તમે ગમે તે ઉંમરે ભણીને સફળતા મેળવી શકો છો.મારી પહેલી ડીગ્રી ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગની હતી અને બાદમાં ેમેં લોની બેચલર ડીગ્રી મેળવી હતી.એ બાદ મેં માસ્ટર ડીગ્રી મેળવવાનુ નક્કી કરીને એમ.એસ. યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવ્યો હતો. જુની અને નવી પેઢી સાથે ભણવાનો મોકો મેળવનારા રાગેશભાઈનુ કહેવુ છે કે યંગ જનરેશન બધી રીતે હોંશીયાર છે પરંતુ તેમણે ભણવાના સમયે ભણી લેવાની નિયમિતતા કેળળવાની જરુર છે.મેં લોની ડીગ્રી એટલા માટે મેળવી છે કે સમાજમાં જરુરીયાત મંદ લોકોને કાયદાકીય પ્રશ્નોમાં મદદ કરી શકું.

૩.જીવનની ૧૦મી ડીગ્રી બે ગોલ્ડ મેડલ સાથે મેળવી

સતત અભ્યાસ કરવાનો જબરદસ્ત ક્રેઝ

તબીબ અતુલભાઈ કહે છે કે ભણવાનુ ઝનૂન ઘરમાં પહેલેથી અભ્યાસના માહોલને આભારી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર

વડોદરાના તબીબ અતુલ શાહને લો ફેકલ્ટીના એલએલએમ(બીઝનેસ લો)માં બે ગોલ્ડ મેડલ મળ્યા હતા.જોકે ગોલ્ડ મેડલ માટે તેમને ૯ ડીગ્રી સુધી રાહ જોવી પડી હતી.
અતુલ શાહે આજે તેમના જીવનની ૧૦મી ડીગ્રી મેળવી હતી અને સાથે સાથે બે ગોલ્ડ મેડલ પણ તેમણે હાંસલ કર્યા હતા.
તેઓ એમબીબીએસ, એમએસ, એલએલએમ, એમફીલ ઈન હોસ્પીટલ હેલ્થ, એમફીલ ઈન કોસ્મેટોલોજી, પીજી ડીપ્લોમા ઈન મેડીકલ લો એવી કુલ ૯ ડીગ્રી મેળવી ચુક્યા છે.તેઓ કહે છે કે સતત ડીગ્રીઓ મેળવવા માટેનુ જે ઝનૂન છે તે ઘરના માહોલને આભારી છે.મારા મમ્મી યુનિવર્સીટીની હોમસાયન્સ ફેકલ્ટીની બીજી જ બેચના વિદ્યાર્થીની હતા.આ મારી ૧૦મી ડીગ્રી છે અને તક મળે તો હજી આગળ ભણવા માંગુ છું.

 

<

p style=”text-align:justify;”> 

 

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s