સૂકા ઝાડ-પાનને અનોખી કલાકૃતિમાં ફેરવતા નિવૃત શિક્ષક

ગુજરાત સમાચાર વર્તમાંપત્રમાંથી સાભાર!

તા.૨૫.૧૨.૨૦૧૩થી વડોદરામાં શિક્ષકે તૈયાર કરેલી કૃતિઓનું પ્રદર્શન!

 

(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,સોમવાર

આંગણામા પડેલા સૂકા પાંદડા, ડાળખાઓ અને ફુલોને લોકો કચરો ગણીને ફેંકી દે છે પણ વડોદરાના એક નિવૃત શિક્ષક એવા છે કે જેમને આ કચરામાં પ્રકૃતિના હસ્તાક્ષર નજરે પડે છે. એટલે કે તેઓ આ કચરામાથી એવી તો કલાકૃતિઓ બનાવે છે કે જોનારા દંગ રહી જાય છે.

This slideshow requires JavaScript.

તેઓએ બનાવેલી કલાકૃતિઓનુ પ્રદર્શનનુ તા.૨૫ થી ૨૮ ડિસેમ્બર, સવારે ૧૧ થી ૬ વાગ્યા 

દરમિયાન આકૃતિ આર્ટ ગેલેરી, કિર્તી મંદિર ખાતે આયોજન કરાયુ છે.

Easy Formulas for Making Greeting Cards & Greeting Card Blanks
જેઓને હાથે બનાવેલ ગ્રીટીંગ કાર્ડ આપવા પસંદ છે, તેમના માટે રસપ્રદ પુસ્તિકા.ઘરગથ્થુ ચીજોમાંથી જ મનગમતા ડિઝાઈનનાં કાર્ડ બનાવો. દુકાનમાં મ્હો માંગ્યા ભાવ આપીને રેડીમેડ કાર્ડ શાં માટે લેવાં?

છાણીમા રહેતા ૭૨ વર્ષની ઉમરના નિવૃત શિક્ષક દિનકરભાઇ શાહે પોતાના અનુભવના આધારે અનોખી કળા હસ્તગત કરી છે. સમય મળે એટલે પોતાનુ સ્કુટર લઇને વડોદરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમા નિકળી પડે છે અને ખેતરો તથા વગડો ખુંદીને સુકા પાંદડા, ડાળખા, ડાંગરના ડુંડા, થડની સુકાઇને ખરી પડેલી છાલ, વાંસ, બરૂના ફુલ, બોટલ પામના સુકા ફુલ વગેરે પોતાના થેલામા ભરીને ઘરે લઇ આવે છે. પછી આ તમામ સુકી અને નકામી ગણાતી ચીજ વસ્તુઓને તેના આકાર અને સાઇઝ પ્રમાણે એવી રીતે તો ગોઠવે છે કે તે ફુલદાનીના રૂપમા અથવા તો ફુલોના ગુચ્છાના રૂપમા નજરે પડવા લાગે છે. ત્યાર બાદ તેની પર સુંદર રંગો લગાવીને ફાઇનલ ટચ આપે છે. આ ઉપરાંત દરીયા અને નદીના પાણીમા થતી લીલ અને સેવાળને સુકવીને તેમાથી ગ્રિટિંગ કાર્ડ બનાવવાની કળા પણ દિનકરભાઇ જાણે છે. દિનકરભાઇના ખાસીયત એ છે કે તેઓ પોતાની આ કલાકૃતિઓનુ વેચાણ કરતા નથી પણ મિત્રો સંબંધીઓને ભેંટ આપીને તેમાથી જે આનંદ મળે છે તેને જ પોતાની કમાણી માને છે.

Advertisements

ટીપ્પણી માટે આભાર!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s